+

માતા-પિતાની છત્રછાયા ગુમાવનારી 552 દિકરીઓના સમુહ લગ્નનું ભવ્ય આયોજન

ભાવનગરના (Bhavnagar) જવાહર મેદાન ખાતે આગામી 6 તારીખના રોજ જાણીતા ઉદ્યોગપતિ સુરેશભાઈ લાખાણી તેમજ તેમના મારુતિ ફાઉન્ડેશન દ્વારા દર વર્ષની માફક આ વખતે પણ માતા પિતાની છત્રછાયા ગુમાવનાર 552 જેટલી દીકરીઓના લગ્ન કરાવશે ધામધૂમથી પાપ્પાની પરી ફાઉન્ડેશન થકી માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરીઓ ના લગ્ન કરાવશે જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ અમિત ભાઈ શાહ (Amit Shah) કેન્દ્રીય મંત્રી મનસુખભà
ભાવનગરના (Bhavnagar) જવાહર મેદાન ખાતે આગામી 6 તારીખના રોજ જાણીતા ઉદ્યોગપતિ સુરેશભાઈ લાખાણી તેમજ તેમના મારુતિ ફાઉન્ડેશન દ્વારા દર વર્ષની માફક આ વખતે પણ માતા પિતાની છત્રછાયા ગુમાવનાર 552 જેટલી દીકરીઓના લગ્ન કરાવશે ધામધૂમથી પાપ્પાની પરી ફાઉન્ડેશન થકી માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરીઓ ના લગ્ન કરાવશે જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ અમિત ભાઈ શાહ (Amit Shah) કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માડવીયા (Mansukh Mandavia) અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિત ના મહાનુભવો રહેશે. આ કાર્યક્રમને લઈને તડામાડ તૈયારીઓ ચાલી રહી છે.

મહાનુભાઓ આશિર્વાદ પાઠવશે
ભાવનગરના જાણીતા ઉદ્યોગપતિ સુરેશ લખાણી ઉર્ફે સુરેશ ભોજપરા તેમના મોટાભાઈ સહિતના પરીવાર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી વિવિધ સામાજિક ક્ષેત્રે સેવાઓનો સુંદર શમિયાણો ચલાવવામાં આવી રહ્યો છે અને દર વર્ષે આર્થિક રીતે પછાત તથા મા-બાપ વિહોણી કન્યાઓના લગ્નનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવી સાંપ્રતસમાજમા પોતાનું ઉત્તર દાઈત્વ બખૂબી નિભાવી રહ્યાં છે ત્યારે આ વર્ષે ભાવનગર શહેરના જવાહરમેદાન ખાતે આગામી તા.6 નવેમ્બરે યોજાનાર ભવ્યતિભવ્ય લગ્નોત્સવ માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) તેમજ રાજ્યપાલ તથા કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા તથા શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી સહિતનાઓ સાથે ઉદ્યોગ જગતના માંધાતાઓ ઉપસ્થિત રહી કન્યાઓને આશીર્વાદ પાઠવશે.

સુરક્ષા વ્યવસ્થાને આખરીઓપ
વડાપ્રધાન સહિતના મહાનુભાવો ના આગમનને પગલે શહેરમાં નેશનલ સિક્યોરિટી ના જવાનોએ સુરક્ષા વ્યવસ્થા નો મોરચો સંભાળી લીધો છે તેમજ જવાહરમેદાન ખાતે તડામાર તૈયારીઓ ને આખરીઓપ આપવામાં આવી રહ્યો છે અત્રે ઉલ્લેખનીય છેકે આ સમૂહલગ્નોત્સવમા રાજ્ય સાથોસાથ પરપ્રાંત અને વિદેશથી પણ મહેમાનો ઉપસ્થિત રહેશે સમગ્ર કાર્યક્રમ ને લઈને મારૂતિ ઈમ્પેક્ષ પરીવાર તથા રત્નકલાકારોની ટીમ દ્વારા તમામ મોરચે સેવાઓ સંભાળવામાં આવી રહી છે.
Whatsapp share
facebook twitter