+

કરૂણા એનિમલ એમ્બ્યુલન્સે અત્યાર સુધીમાં કુલ 19,317 પશુ-પંખીઓને આપી સારવાર

ભાવનગર (Bhavnagar) જિલ્લામાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સના 5 વર્ષ પૂર્ણ થવાના અવસરે આજરોજ તેની ઉત્સાહપૂર્વક ઉજવણી કલેકટર કચેરી ખાતે કલેકટરશ્રી યોગેશ નિરગુડેની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. જેવી રીતે માનવો માટે ઈમર્જન્સી સ્થિતિમાં 108 ઉપયોગી થાય છે તેવી જ રીતે અબોલ પશુઓ માટે હેલ્પલાઈન 1962ની સેવા પાંચ વર્ષ પહેલાં ગૂજરાત રાજ્યમાં શરૂ કરવામાં આવી હતી.કેક કાપી ઉજવણી થઈકલેકટર યોગેશ નિરગુડે, પશà«
ભાવનગર (Bhavnagar) જિલ્લામાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સના 5 વર્ષ પૂર્ણ થવાના અવસરે આજરોજ તેની ઉત્સાહપૂર્વક ઉજવણી કલેકટર કચેરી ખાતે કલેકટરશ્રી યોગેશ નિરગુડેની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. જેવી રીતે માનવો માટે ઈમર્જન્સી સ્થિતિમાં 108 ઉપયોગી થાય છે તેવી જ રીતે અબોલ પશુઓ માટે હેલ્પલાઈન 1962ની સેવા પાંચ વર્ષ પહેલાં ગૂજરાત રાજ્યમાં શરૂ કરવામાં આવી હતી.
કેક કાપી ઉજવણી થઈ
કલેકટર યોગેશ નિરગુડે, પશુપાલન વિભાગ, ભાવનગર અને GVK-EMRI 1962-કરુણા એનિમલ એમ્બ્યુલન્સ પશુચિકત્સકો, નાયબ પશુપાલન નિયામકશ્રી ડો. કલ્પેશ બારૈયા, 108ના પ્રોગ્રામ મેનેજર ફૈયાઝ પઠાણ અને 108 તથા 1962ના જિલ્લા અધિકારીશ્રી નરેશ ડાભી અને અમાનતઅલી નકવી તથા ડૉક્ટર અને પાયલોટની ઉપસ્થિતિમાં કેક કટીંગ કરીને આજના દિવસની ઉજવણીને ખાસ બનાવવામાં આવી હતી.
આટલા પશુઓને સારવાર અપાઈ
આજના આ ખાસ દિવસ નિમિતે કલેક્ટર તથા નાયબ પશુપાલન નિયામક દ્વારા ભાવનગર 1962ના કર્મચારીઓને શુભેચ્છા આપી શ્રેષ્ઠ કામગીરી કરતાં રહે તેવી શુભકામનાઓ આપી અને વધારે સારી કામગીરી કરવાં માટે ઉત્સાહ વધાર્યો હતો. જ્યારે તમામ પશુ ચિકિત્સકો અને એમની ટીમે વધારેમાં વધારે સારું કાર્ય કરી અને અબોલ જીવોની સારી રીતે સેવા પૂરી પાડી આ સેવાને સંવેદનાપૂર્વક પૂરી પાડી અમૂલ જીવોના રક્ષણની ખાતરી આપી હતી. છેલ્લાં 5 વર્ષ દરમિયાન જિલ્લાના કરુણા એનિમલ એમ્બ્યુલન્સ (Karuna Animal Ambulance) દ્વારા અત્યાર સુધીમાં ભાવનગર જિલ્લામાં કુલ 19,317 અબોલ પશુ પક્ષીઓને સારવાર (Animal Helpline) આપવામાં આવી છે.
Whatsapp share
facebook twitter