Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Bhavnagar Swine Flu Case: અમદાવાદ બાદ ભાવનગરમાં સ્વાઈન ફ્લૂએ મચાવ્યો કહેર

07:35 PM Mar 28, 2024 | Aviraj Bagda

Bhavnagar Swine Flu Case: દેશમાં ઉનાળા (Summer) ની શરૂઆત થઈ ચૂકી છે. તો ગુજરાત રાજ્યમાં પણ સૂર્ય (Heat Wave) નો અસહ્ય તાપનો માર લોકો પર પડી રહ્યો છે. તેના કારણે ગુજરાત રાજ્યમાં ઝાડા-ઉલટીના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. તો બીજી બાજુ સ્વાઈન ફ્લૂ પણ ગુજરાત રાજ્ય (Gujarat State) માં સક્રિય થયો છે.

  • ગુજરાતમાં સ્વાઈન ફ્લૂના કેસમાં થઈ રહ્યો વધારો
  • ભાવનગરમાં સ્વાઈન ફ્લૂના 44 કેસ નોંધાયા
  • ભાવનગરમાં આરોગ્ય તંત્ર થયું દોડતું

જોકે વર્ષ 2024 ની શરૂઆતથી ગુજરાત રાજ્ય (Gujarat State) માં સ્વાઈન ફ્લૂ (Swine Flu) ના કેસમાં ધરખમ વધારો નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ કેસ માર્ચ 2024 માં નોંધાયા છે. આ મહિનાના Ahmedabad માંથી માત્ર 24 દિવસમાં 173 જેટલા કેસ સામે આવ્યા છે. ત્યારે હવે, સ્વાઈન ફ્લૂ (Swine Flu) ની ચેન ભાવનગરમાં સક્રિય થઈ છે.

Bhavnagar Swine Flu Case

ભાવનગરમાં સ્વાઈન ફ્લૂના 44 કેસ નોંધાયા

ત્યારે ભાવનગર શહેરમાં સ્વાઈન ફ્લૂ (Swine Flu) નો કહેર જોવા મળી રહ્યો છે. ભાવનગર (Bhavnagar) માં અનેક વિસ્તારમાં એક સાથે સ્વાઈન ફ્લૂ (Swine Flu) ના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. ભાવનગર શહેર (Bhavnagar) માં છેલ્લા 3 માસમાં કુલ 44 જેટલા સ્વાઈન ફ્લૂ (Swine Flu) ના કેસ નોંધાયા છે. ભાવનગર સિવિલ હોસ્પિટલ (Civil Hospital) માં તમામ કેસના દર્દીઓની સારવાર ચાલી રહી છે.

ભાવનગરમાં આરોગ્ય તંત્ર થયું દોડતું

તે ઉપરાંત ભાવનગર (Bhavnagar) શહેરમાં આરોગ્ય તંત્રે (Health Center) પણ કમર કસી લીધી છે. આરોગ્ય તંત્ર (Health Center) દ્વારા ભાવનગર (Bhavnagar) માં આરોગ્ય ક્ષેત્રે (Health Center) બાંહેધરી જાહેર કરી દેવામાં આવી છે. તેની સાથે દરેક નાગરિકને સાવચેતી રાખવા માટે પણ અપીલ કરવામાં આવી છે. જો કોઈ વ્યક્તિ સ્વાઈન ફ્લૂ (Swine Flu) રોગથી પીડિત હોય, તો તેની તાત્કાલિક નજીકના હોસ્પિટલ કેન્દ્રમાં દાખલ થવાનું સૂચન પાઠવ્યું છે.

આ પણ વાંચો: Gujarat Football League: ગુજરાત સુપર લીગ ગુજરાત ફૂટબોલમાં ક્રાંતિકારી પરિવર્તન લાવશે

આ પણ વાંચો: GODHRA : અંતરિયાળ વિસ્તારના ખેડૂતો સ્ટ્રોબેરીની ખેતી તરફ વળ્યા

આ પણ વાંચો: Anand Lok Sabha seat : 2014 બાદ મોદી લહેરમાં કોંગ્રેસના ગઢમાં કાંગરા ખર્યા