+

Bhavnagar : ગરીબોની કહેવાથી કસ્તૂરી ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા! નિકાસ પ્રતિબંધ મુદ્દે HC માં જવાની ખેડૂતોની ચીમકી

ડુંગળીની જો વાત કરવામાં આવે તો આ સિઝનમાં ડુંગળી એ ખેડૂતોને રડાવ્યા છે. એટલે કે થોડા સમય પહેલા ડુંગળીના ભાવ આસમાને પહોંચતા કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ (Onions Export) પર…

ડુંગળીની જો વાત કરવામાં આવે તો આ સિઝનમાં ડુંગળી એ ખેડૂતોને રડાવ્યા છે. એટલે કે થોડા સમય પહેલા ડુંગળીના ભાવ આસમાને પહોંચતા કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ (Onions Export) પર પ્રતિબંધ લગાવ્યો હતો. ખેડૂતોએ જણાવ્યું કે, આ નિર્ણય બાદ ડુંગળીના ભાવ એકદમ તળિયે જતા રહ્યા હતા અને ખેડૂતોને આર્થિક નુકસાની સહન કરવાનો વખત આવ્યો હતો. સરકારના નિકાસ પ્રતિબંધ નિર્ણય સામે ભાવનગરમાં (Bhavnagar) ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આ મામલે ખેડૂતોએ હાઈકોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે.

મહુવા માર્કેટિંગ યાર્ડ

 

કેન્દ્ર સરકાર (Central Government) દ્વારા તાજેતરમાં ડુંગળીના ભાવ આસમાને પહોંચતા ડુંગળીની નિકાસ (Onions Export) પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. સરકારના આ નિર્ણય બાદ ડુંગળીના ભાવમાં ઘટાડો થયો હતો, જેથી ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. જો કે, બે દિવસ પહેલા રવિવારના રોજ કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયા (Mansukh Mandaviya) અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની (Amit Shah) અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી, જેમાં ત્રણ લાખ સુધી ડુંગળીની નિકાસની જાહેરાત કરવામાં આવી હતી, જેથી વેપારીઓ અને ખેડૂતોએ ડુંગળીની ખરીદીમાં ભાવ વધતા થોડી રાહત અનુભવી હતી. પરંતુ, મહુવા માર્કેટિંગ યાર્ડ (Mahuwa Marketing Yard) અને તળાજા ભાવનગરના યાર્ડમાં સત્તાવાર નોટિફિકેશન સરકાર તરફથી નહીં મળતા વેપારી અને ખેડૂતોમાં અસમંજતા ફેલાઈ છે, જેથી બે દિવસથી ડુંગળીની હરાજીનું કાર્ય સંપૂર્ણ બંધ છે.

ખેડૂત આગેવાનોએ કરી સરકાર સામે વળતરની માગ

માહિતી મુજબ, મહુવા માર્કેટિંગ યાર્ડમાં (Mahuwa Marketing Yard) હાલ ત્રણ લાખ કરતા વધુનો સ્ટોક પડ્યો હોવાથી અને હરાજીનું કામકાજ બંધ થતા ડુંગળીનો સ્ટોક બગડી જવાની સંભાવનાઓ પણ સેવાઈ છે. ત્યારે ડુંગળી પકાવતા ખેડૂતોમાં વ્યાપક નારાજગી જોવા મળી છે અને સરકાર ખેડૂતોને રાતાપાણીએ રડાવતી હોવાની પણ વાતો થઈ રહી છે. માહિતી મુજબ, ભાવનગરમાં (Bhavnagar) ખેડૂતોએ સરકાર સામે ચીમકી ઉચ્ચારી છે. કેટલાક ખેડૂતોનું કહેવું છે કે ડુંગળીની નિકાસ પ્રતિબંધ હટાવવાની જાહેરાત પોકળ સાબિત થઈ રહી છે. ખેડૂતોને પૂરતા ભાવ મળતા નથી, જેથી મોટી આર્થિક નુકસાની થઈ રહી છે. આ સાથે ખેડૂત આગેવાનોએ સરકાર સામે વળતરની માગ કરી છે અને સાથે જ આ મામલે હાઈકોર્ટમાં PIL કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

 

આ પણ વાંચો – Dahod : કરોડોના નકલી કચેરી કૌભાંડ મામલે મોટા સમાચાર, હવે આ અધિકારીની થઈ ધરપકડ

Whatsapp share
facebook twitter