Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Bhavnagar : Gujarat First ના અહેવાલની અસર, દિવ્યાંગો પાસે ભિક્ષાવૃત્તિ મામલે વધુ બે આરોપીની ધરપકડ

09:39 PM Feb 22, 2024 | Vipul Sen

દેશના અન્ય રાજ્યોમાંથી દિવ્યાંગોને નોકરીનું કહી ગુજરાતમાં (Gujarat) બોલાવી બળજબરીપૂર્વક ભિક્ષાવૃત્તિ કરતા હોવાના કૌભાંડ અંગે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) દ્વારા અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. ગુજરાત ફર્સ્ટના અહેવાલની હવે મસમોટી અસર જોવા મળી છે. આ મામલે ભાવગનર (Bhavnagar) પોલીસે વધુ બે શખ્સોની ધરપકડ કરી છે. અગાઉ એક શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં કુલ ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

થોડા દિવસ પહેલા ભાવનગરના (Bhavnagar) તળાજામાં એસટી ડેપો (Talaja ST Depot) ખાતે ભિક્ષાવૃત્તિ કરતા એક પરપ્રાંતીય શખ્સે મોટો ઘટસ્ફોટ કર્યો હતો. દિવ્યાંગ ભિક્ષુકે સૌથી મોટો ખુલાસો કરતા કહ્યું હતું કે, કેટલાક શખ્સો દ્વારા તેને નોકરીની લાલચ આપીને ગુજરાત બોલાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ નોકરી ન આપીને તેની પાસે બળજબરીપૂર્વક ભિક્ષા મંગાવવામાં આવે છે. સાથે જ ભિક્ષુકે દાવો કર્યો હતો કે, ઉત્તરપ્રદેશથી (Uttar Pradesh) 300 જેટલાં લોકોને આ રીતે ગુજરાત (Gujarat) લાવવામાં આવ્યા છે. આ લોકો પાસે ગુજરાતના જુદા જુદા સ્થળે ભિક્ષા મગાવવામાં આવતી હોવાનો દાવો પણ દિવ્યાંગ ભિક્ષુકે કર્યો હતો. તેણે આરોપ લગાવ્યો હતો કે, હિન્દુ શખ્સને મુસ્લિમ બનાવી ભિક્ષા મગાવવામાં આવે છે.

યુપીના યુવકે નોંધાવી હતી ફરિયાદ

ગુજરાત ફર્સ્ટ (Gujarat First) દ્વારા આ કૌભાંડ અંગે અહેવાલ રજૂ કર્યા બાદ તળાજા પોલીસે (Talaja Police) કાર્યવાહી હાથ ધરી હતી. આ સમગ્ર મામલાની તપાસ SP અને DySP ના માર્ગદર્શન હેઠળ કરાઇ રહી છે. માહિતી મુજબ, આ કેસમાં હવે દિવાંકર અને બિલ્લા ઉર્ફે જગદીશ નામના બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ એક શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. આથી આ કેસમાં અત્યાર સુધી 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. યુપીના અજય તિવારી નામના વ્યક્તિએ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં મસમોટા ખુલાસા થયા તેવી સંભાવના છે. સાથે જ આંતરરાજ્ય ગેંગનું મસમોટું નેટવર્ક પકડાય તેવી પણ શક્યતા છે.

 

આ પણ વાંચો – Bhavnagar : ગરીબોની કહેવાથી કસ્તૂરી ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા! નિકાસ પ્રતિબંધ મુદ્દે HC માં જવાની ખેડૂતોની ચીમકી