+

Bhavnagar : નવા મેયર તરીકે ભરત બારડ વરણી, ડેપ્યુટી મેયર બન્યા મોના બેન પારેખ

ભાવનગરના નવા મેયર તરીકે ભરત બારડ વરણી કરવામાં આવી છે. તેમજ ડેપ્યુટી મેયર તરીકે મોના પારેખની નિમણૂક કરવામાં આવી છે. તથા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજુ રાબડીયા તથા શહેરના દંડક ઉષા…

ભાવનગરના નવા મેયર તરીકે ભરત બારડ વરણી કરવામાં આવી છે. તેમજ ડેપ્યુટી મેયર તરીકે મોના પારેખની નિમણૂક કરવામાં આવી છે. તથા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજુ રાબડીયા તથા શહેરના દંડક ઉષા બધેકા બન્યા છે. ત્યારે પક્ષના નેતા પદે કિશોર ગુરુમુખાણીની વરણી થઇ છે.

 

 

ભાવનગરમાં મેયર પદે ભરત બારડ, બાબુ મેર, લક્ષ્મણ રાઠોડ, ભારતી મકવાણાનું નામ ચર્ચામાં હતુ. તેમજ ડેપ્યુટી મેયર પદે ભાવના દવે, યોગીતા ત્રિવેદી રેસમાં હતા. તથા મોના પારેખ અને વર્ષાબા પરમારનું નામ પણ ચર્ચામાં હતુ. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદે ઉપેન્દ્રસિંહ ચુડાસમા, રાજુ રાબડિયા, ભાવેશ મોદીનું નામ ચર્ચામાં હતુ. ત્યારે આજે હવે આ બધી ચર્ચાઓનો અંત આવી ગયો છે. જેમાં હવે ભાવનગરના નવા મેયર ભરત બારડ તેમજ ડેપ્યુટી મેયર મોના પારેખ તથા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજુ રાબડીયાની નિમણૂક કરવામાં આવી છે.

ભાવનગરના નવા મેયરનું પદ OBC માટે અનામત હતુ. ભાવનગરના નવા મેયર માટે ત્રણ નામ બાબુ મેર, ભરત બારડ અને મહેશ વાજાનું નામ રેસમાં હતા. જેમાંથી ભરત બારડ મેયર બન્યા છે. મેયરના નામની જાહેરાત પહેલા બાબુ મેરનું નામ રેસમાં સૌથી આગળ ચાલી રહ્યું હતુ. બાબુ મેર માલધારી સમાજમાંથી આવે છે.

 

આ ઉપરાંત પક્ષના નેતા પદે શશીબેન ત્રિપાઠીની પસંદગી કરવામાં આવી છે. તો ભાવનગર શહેરને નવા મેયર તરીકે ભરત બારડની વરણી કરવામાં આવી છે. તેમજ ડેપ્યટી મેયર પદે મોના પારેખની નિમણૂક કરવામાં આવી છે. તો સ્ટેન્ડિંગ કમિટીના નવા ચેરમેન રાજુ રાબડીયાની પસંદગી કરવામાં આવી છે. તો શાસકપક્ષના નેતા તરીકે કિશોરભાઈ ગુરુમુખાણીની પસંદગી કરવામાં આવી છે.

આ  પણ  વાંચો-RAJKOT : નયના બેન પેઢરીયા રાજકોટના નવા મેયર તરીકે વરણી

 

Whatsapp share
facebook twitter