+

ભરૂચ; વેરા ઠરાવને મંજૂર કરનાર સત્તા પક્ષનું વિપક્ષીઓએ સુરસુરિયું કર્યું..?

ભરૂચ નગરપાલિકા દ્વારા સૂચિત વેરા વધારાના ઠરાવને સત્તા પક્ષે નગરપાલિકાની બોર્ડની મિટિંગમાં મંજૂરીની મહોર મારી હતી અને વિપક્ષીઓએ પણ નગરપાલિકા પોતાનું દેવું પૂરું કરવા માટે વેરા વધારાનો બોજ જનતાના માથે…

ભરૂચ નગરપાલિકા દ્વારા સૂચિત વેરા વધારાના ઠરાવને સત્તા પક્ષે નગરપાલિકાની બોર્ડની મિટિંગમાં મંજૂરીની મહોર મારી હતી અને વિપક્ષીઓએ પણ નગરપાલિકા પોતાનું દેવું પૂરું કરવા માટે વેરા વધારાનો બોજ જનતાના માથે નાખી રહી હોવાના આક્ષેપ સાથે સૂચિત વેરા નાબૂદ કરવા માટે વિપક્ષે મહા અભિયાન ઉપાડ્યું હતું અને 2500થી વધુ વાંધા અરજી સાથે 500 થી વધુ લોકોની સહી સાથેનું બેનર 29મી મેએ પાલિકાના ચીફ ઓફિસરને સુપ્રત કરવામાં આવનાર છે

ભરૂચ નગરપાલિકામાં સામાન્ય સભાની બોર્ડની મિટિંગમાં સુચિત વેરા વધારા સામે વિપક્ષીઓએ વિરોધ વ્યક્ત કર્યો હતો પરંતુ સત્તા પક્ષના નગર સેવકોએ બહુમતીના જોરે સૂચિત વેરાના ઠરાવને મંજૂરની મહોર મારી હતી અને નગરપાલિકાના માથે રહેલું દેવું પૂરું કરવા શહેરીજનોના માથે બોજો નાખી રહ્યા હોવાના આક્ષેપ સાથે વિપક્ષીઓ પણ મોડે મોડે મેદાનમાં ઉતર્યા હતા સૂચિત વેરા વધારાના વિરોધમાં વિપક્ષીઓએ પણ મહા અભિયાન ઉપાડ્યું હતું અને સૂચિત વેરા વધારાને નાબૂદ કરવા માટે વિપક્ષીઓએ વિવિધ સ્થળોએ સેન્ટરો ઉભા કરી વાંધા અરજીઓ માટે પ્રચાર પ્રસાર શરૂ કર્યો હતો

નગરપાલિકાની બોર્ડની મિટિંગમાં સત્તા પક્ષના નગર સેવકોએ સૂચિત વેરા વધારાના ઠરાવને મંજૂર કરવા માટે આંગળી ઊંચી કરી હતી પરંતુ આંગળી ઊંચી કરનારા નગર સેવકોના વિસ્તારમાંથી જ વાંધા અરજીઓનો ખડકલો થયો હોવાની ચોકાવનારી માહિતી સામે આવી રહી છે જેમાં વિપક્ષીઓએ વાંધા અરજીઓ પાલિકામાં રજૂ કરવા માટે વિવિધ જાહેર માર્ગો પર સેન્ટર ઉભા કર્યા હતા. જેમાં પાંચ બત્તી શક્તિનાથ સહિત અનેક વિસ્તારોમાં સેન્ટરો ઉભા કરી વાંધા અરજીઓનો નમુનો મિલકત ધારકોને આપી વાંધા અરજીઓ એકત્ર કરી હતી સમય મર્યાદામાં વાંધા અરજીઓ વધુ પ્રમાણમાં એકત્ર થાય અને પાલિકામાં રજૂ કરવામાં આવે તે માટે અત્યાર સુધીમાં વિપક્ષીઓએ 2500 થી વધુ વાંધા અરજીઓ એકત્ર કરવા સાથે સાઈન બોર્ડ કે જેમાં 500થી વધુ લોકોની સહી કરેલી છે અને વધુ પ્રમાણમાં લોકોએ વાંધો રજૂ કર્યો હોય તેવી માહિતી સામે આવી છે

અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે હજુ વાંધા અરજી નગરપાલિકામાં રજૂ કરવા માટેના બે દિવસ બાકી છે ત્યારે હજુ પણ 500થી વધુ વાંધા અરજીઓ આવી શકે તેમ છે ભરૂચ નગરપાલિકાના વિપક્ષી સભ્ય રેલી સ્વરૂપે નીકળી વાંધા અરજીઓનો જથ્થો અને સાઈન બોર્ડ સાથે 29 મી મેના રોજ ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસને સુપ્રત કરી સૂચિત વેરા વધારાને નાબૂદ કરવાની માંગણી કરનાર છે

સત્તા પક્ષના નગરસેવકો રબર સ્ટેમ્પ : વિપક્ષ નેતા સંમસાદ અલી સૈયદ
ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભામાં સૂચિત વેળા વધારાના ઠરાવને સત્તા પક્ષના નગર સેવકોએ બહુમતીના જોરે આંગળી ઊંચી કરી ઠરાવ પસાર કર્યો હતો પરંતુ વાંધા અરજીઓ બોર્ડની મિટિંગમાં સૂચિત વેળા વધારાના ઠરાવને મંજૂરી આપનારા નગરસેવકોના જ વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં વાંધા અરજીઓ આવી છે જેના કારણે નગરપાલિકામાં સત્તા પક્ષના નગરસેવકો રબર સ્ટેમ્પ હોવાનો આરોપ પણ વિપક્ષોએ લગાવી દીધો છે

સત્તા પક્ષની મનમાની નગરપાલિકામાં નહીં ચલવી લેવાય : દંડક હેમેન્દ્ર કોઠીવાલા
નગરપાલિકામાં સત્તા પક્ષ પોતાની મનમાની કરી રહ્યું છે બહુમતીના જોરે મન ફાવે તેવા ઠરાવો પસાર કરી દે છે તાજેતરની બોર્ડની મિટિંગમાં નગરપાલિકાના ગોટાળાની વાત આવતા જ સત્તા પક્ષે બોર્ડની મીટીંગ સમેટી લીધી હતી અને તમામ એજન્ડાના મુદ્દા બહુમતીના જોરે મંજૂર કરી રાષ્ટ્રગીત શરૂ કર્યું હતું અને વિપક્ષીઓના ડરથી પ્રથમ વખત સત્તા પક્ષે સભાખંડ છોડવો પડ્યો હતો અને વિપક્ષે નગરપાલિકામાં થયેલા વધુ ગોટાળા મીડિયા સમક્ષ રજૂ કરી સત્તા પક્ષની બોલતી પણ બંધ કરી દીધી હોવાનું વિપક્ષના દંડ હેમેન્દ્ર કોઠીવાલાએ જણાવ્યું હતું

પાણી વેરો વધારો કરાય પહેલા પાણી તો આપો : ઇબ્રાહીમ કલકલ નગરસેવક
ભરૂચ નગરપાલિકા પાણીના વેરામાં વધારો કરી રહી છે પરંતુ નગરપાલિકા દ્વારા પહેલા શહેરીજનોને સ્વચ્છ અને મીઠું પાણી પૂરું પાડો ભરૂચ શહેરના ઘણા વિસ્તારોમાં હજુ પૂરતા પ્રમાણમાં પાણી આવતું નથી અને ઘણા વિસ્તારમાં તો પાણી પહોંચતું જ નથી પાણી વેરો શહેરીજનો ચૂકવવા તૈયાર પરંતુ પૂરતા પ્રમાણમાં પહેલા શહેરીજનોને પાણી પુરવઠો પૂરો પાડવો જોઈએ માત્ર વેરો વધારો કરી નગરપાલિકાનું દેવું પૂરું કરવું તે યોગ્ય નથી તેમ નગરસેવક ઇબ્રાહીમ જણાવ્યું હતું

સુવિધા પહેલા આપો પછી વેરો વધારો કરો :વાંધા અરજીઓમાં આરોપ
સૂચિત વેરા વધારાને લઈ 2500થી વધુ વાંધા અરજીઓનો ખડકલો થયો છે અને તેમાં ઘણા વેરા ધારકોએ પોતાની વેદનાઓ વાંધા અરજીઓમાં રજૂ કરી છે રોડ રસ્તા પાણી ડ્રેનેજ લાઈન સહિતની સુવિધાઓથી વંચિત હોવાનો આરોપ લગાવ્યો છે સુવિધા પૂરતા પ્રમાણમાં મળતી નથી અને વેળો વધારો કરવો યોગ્ય નથી તેવા આરોપ પણ વાંધા અરજીઓમાં કરાયા છે વાંધા અરજીઓમાં શહેરીજનોએ પોતાની વેદનાઓ પણ વ્યક્ત કરી હોવાની માહિતી મળી રહી છે

અહેવાલ – દિનેશ મકવાણા, ભરૂચ 

આપણ  વાંચો –LG હોસ્પિટલમાં બક્ષીસ ન મળતાં પ્રસૂતા સાથે નિર્લજ્જતા

 

Whatsapp share
facebook twitter