Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

BHARUCH : શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબામાં ગ્રાહકના ટેબલ ઉપર સલાડની ડીશમાં વંદાની લટારથી હોબાળો..

07:50 PM Nov 24, 2023 | Harsh Bhatt
અહેવાલ –  દિનેશ મકવાણા, ભરૂચ 
ભરૂચના રેસ્ટોરન્ટમાં જીવાતો નીકળતી હોવાની ફરિયાદો બાદ પણ ફ્રુડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓ કેબિન છોડવા તૈયાર નહોતા. સતત બીજા દિવસે પણ શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબામાં વંદાની લટારની ફરિયાદોના પગલે ગ્રાહકે ફ્રુડ એન્ડ ડ્રગ વિભાગને જાણ કરી હતી. પરંતુ, અધિકારીઓ આવવા તૈયાર ન હોવાથી સોશિયલ મીડિયા ઉપર વાયરલ મેસેજ બાદ આખરે અધિકારીઓએ આળસ ખંખેરી રેસ્ટોરન્ટમાં ધામા નાખી દરોડા પાડી કાર્યવાહી કરતા આવા અધિકારીઓની કામગીરી સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે.

ભરૂચની શ્રાવણ ચોકડી નજીક આવેલ હેલિયોસ પીઝા રેસ્ટોરન્ટમાં ગ્રાહકના ડીસમાં વંદો નીકળ્યા બાદ પણ અધિકારીઓના પેટનું પાણી હલતું ન હોતું અને સતત બીજા દિવસે પણ ભરૂચ કોલેજ રોડ ઉપર આવેલ શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબામાં ગ્રાહકો કાઠીયાવાડી વાનગીઓની મજા માણવા માટે ગયા હતા.

બપોરે જમવા માટે ડાઇનિંગ ટેબલ ઉપર બેસતા જ વેટરે સલાડની ડીશ ટેબલ ઉપર મૂકી હતી અને સલાડમાં જ વંદો લટાર મારી રહ્યો હોવાનું દ્રશ્ય જોઈ કાઠીયાવાડી વાનગીઓ આરોગવા આવેલા ગ્રાહકોના મોઢામાં પાણીના બદલે મૂળ બગડી ગયા હતા અને રોષે ભરાયા હતા અને વેઈટરને આ બાબતે જાણ કરતા તેઓએ ગ્રાહક સાથે પણ અભદ્ર વર્તન કરતાં વાતાવરણ ગરમાયું હતું.
ખોડીયાર કાઠીયાવાડી ઢાબામાં વંદા હોવાની ફરિયાદ ફ્રુડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓને થતા તેઓએ પણ પહેલા લેખિતમાં ફરિયાદ આપો તેમ કહી ગ્રાહકને ઉડાવ જવાબ આપતા ગ્રાહકોએ સીધો ભરૂચ જિલ્લા કલેકટરને ફોન કરી દીધો હતો. જેના પગલે જિલ્લા વહીવટી તંત્રએ પણ અધિકારીઓને તાત્કાલિક સૂચનાઓ આપી સ્થળ ઉપર દોડાવ્યા હતા. ફ્રુટ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓએ પણ શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાના રેસ્ટોરન્ટમાં રસોડામાં દરોડા પાડી ચેકિંગ કર્યા હતા. સાથે જ રેસ્ટોરન્ટમાં રહેલા કેટલાક મસાલા અને અથાણા સહિત વિવિધ તૈયાર વાનગીઓના પેકેટ ઉપર પેકિંગ ની ડેટ ન હોય અને એક્સપાયરી ડેટ પણ હોય તેવા પેકેટનો નાશ કર્યો હતો.
‘શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબામાં ક્ષતિઓ છે, નોટિસ બાદ લાઇસન્સ આપવા બાબતે જોઈશું’ – અજીત વાલુ, ફ્રુડ એન્ડ ડ્રગ વિભાગ અધિકારી
શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબામાં ફ્રુડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓએ દરોડા પાડ્યા હતા. જેમાં ઘણી ક્ષતીઓ પણ મળી આવી છે.  રેસ્ટોરન્ટમાં જે પ્રમાણે જીવાતો માટે પેસ્ટ કંટ્રોલ કરવાનું હોય છે તે થતું નથી અને માત્ર સીધું સર્ટિફિકેટ લીધું હોય તેવું દેખાઈ રહ્યું છે. જેના કારણે ઘણી ક્ષતિઓના કારણે લાયસન્સ હાલ રદ કરીએ છીએ અને નોટીસ બાદ તમામ પ્રોસેસ પૂર્ણ કર્યા બાદ લાઇસન્સ પરત આપવું યોગ્ય છે કે કેમ તેની ચકાસણી બાદ તેમને લાયસન્સ આપવામાં આવનાર હોવાનું અધિકારી અજિત વાલુએ મીડિયા સમક્ષ કહ્યું હતું.
70 થી વધુ ગુજરાતમાં શાખા ધરાવતી ખોડીયાર કાઠીયાવાડી ઢાબા ફરી આવી વિવાદમાં..
શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબા ગુજરાતમાં 70 થી વધુ શાખાઓ ધરાવતી હોવાની જાહેરાત કરે છે, પરંતુ ભરૂચની શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબામાં ઘણી ક્ષતિઓ ફ્રુડ એન્ડ ડ્રગ વિભાગને મળી આવી છે. જેના કારણે અધિકારીઓએ તાત્કાલિક કાર્યવાહી કરી હાલ પૂરતું લાઇસન્સ પણ રદ કર્યું હોય તેવી માહિતી મળી રહી છે. જેટલા પણ લાઇસન્સ રેસ્ટોરન્ટ માટે મેળવવાના હોય છે તે તમામ દસ્તાવેજો રજૂ કર્યા બાદ તેમનું રેસ્ટોરન્ટ ચાલુ કરવામાં આવશે તેમ અધિકારીએ કહ્યું છે. પરંતુ, ખોડીયાર કાઠીયાવાડી ઢાબામાંથી બનાવેલા રીંગણના શાક સાઈઝ વિવિધ વાનગીઓના સેમ્પલો લઈ એફએસએલ અર્થે પણ મોકલવાની કામગીરી કરવામાં આવી છે.