Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Bharuch Robbery: તસ્કરોની માટે કાયદો ના બરાબર, પોલીસ વિસ્તારમાં ચોરીનો બનાવ

07:55 PM Jan 27, 2024 | Aviraj Bagda

Bharuch Robbery: શિયાળાની ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે લોકો ઘરમાં જ પુરાઈ રહેવાનું પસંદ કરતા હોય છે. જેના કારણે તસ્કરોને પણ મોકલું મેદાન મળતું હોય છે. ત્યારે ભરૂચના સી ડિવિઝન પોલીસ મથકની સામે જિલ્લા પંચાયત પ્રમુખના બંગલાની પાછળ લક્ષ્મી નારાયણ સોસાયટી આવી છે.

  • ઘરના CCTV Camera માં તસ્કરોની ગતિવિધિ સામે આવી
  • ધરમાંથી 5 લાખ રોકડ અને ઘરેણાંની ચોરી કરાઈ
  • પોલીસ તસ્કરોને ઝડપી પાડવા ચક્રો કર્યા ગતિમાન

આ સોસાયટી પોલીસ સ્ટેશનથી માત્ર 500 મીટરના હદમાં આવી છે. ત્યારે તસ્કરોએ આ સોસાયટીમાં બંધ મકાનને નિશાન બનાવી પોલીસને પડકાર ફેંક્યો છે. આ સોસાયટીમાં એક મકાન માલિક નરેન્દ્રભાઈ સોલંકી કામના અર્થે પુના ગયા હતા. ત્યારે તેમણે તેમના ઘરમાં લગાવેલા CCTV Camera ચેક કરી રહ્યા હતા.

ઘરના CCTV Camera માં તસ્કરોની ગતિવિધિ સામે આવી

ત્યારે બે દિવસ માટે CCTV Camera બંધ જોવા મળતા તેમણે તાત્કાલિકા મકાન માલિકે બાજુમાં રહેતા પાડોશીને ફોન કરીને કહ્યું કે મારા ઘરે જુઓ સીસીટીવી કેમેરા બંધ બતાવે છે. જ્યારે પાડોશી ઘર જોવા જતા દરવાજાનું તાળુ તૂટેલુ હોય અને ચોરી થઈ હોવાની જાણ પાડોશીએ મકાન માલિકને કરી હતી.

ધરમાંથી 5 લાખ રોકડ અને ઘરેણાંની ચોરી કરાઈ

જેના કારણે મકાન માલિક તાત્કાલિક ભરૂચ આવી ગયા હતા. તેમણે ઘરની તપાસ કરતા જોયું કે ઘરમાં બધી વસ્તું આમ તેમ પડેલી છે. તે ઉપરાંત ઘરમાંથી લગભગ 5 લાખ કેશ તથા સોનું ચોરી થઇ હોવાનો આક્ષેપ કરવા સાથે તસ્કરોએ મકાન માલિકની કાર પણ લઈ જવા પ્રયત્ન કર્યો હતો. પરંતુ બેટરીના વાયર કાઢેલા હોવાથી કારની તસ્કરી નિષ્ફળ નીવડી હતી.

પોલીસ તસ્કરોને ઝડપી પાડવા ચક્રો કર્યા ગતિમાન

ત્યાર બાદ તાત્કાલિક મકાન માલિકે CCTV Camera માં કેદ થયેલા પુરાવોના આધારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તે પછી પોલીસ ઘટના સ્થળે પહોંચી ઘટના સ્થળની તપાસ હાથ ધરી હતી. હાલમાં, પોલીસ ફરિયાદ નોંધી તસ્કરોને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો: Ambaji Temple News: અંબાજી મંદિરમાં અન્નકુટ આવ્યો ધરાવવામાં, ભક્તોની ભારે ભીડ ઉમટી