Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

BHARUCH: ચાવજ ગામની સોસાયટીના રહીશોએ કર્યો ચૂંટણીનો બહિષ્કાર, જાણો શું છે કારણ

05:25 PM Apr 14, 2024 | Harsh Bhatt

BHARUCH : ભરૂચ જિલ્લામાં ચૂંટણી ટાણે જ ચૂંટણી બહિષ્કારના બેનરો વિસ્તારોમાં લાગેલા જોવા મળતા હોય છે. ચાવજ ગામે પણ ઘણી સોસાયટીના રહીશોએ પ્રાથમિક સુવિધાથી વંચિત હોવાના આક્ષેપ સાથે સત્તા પક્ષે પ્રચાર કરવા ન આવવા માટેના બેનરો લગાવતા રાજકીય માહોલ ઘરમાં આવ્યો છે. ત્યારે બિલ્ડરોના પાપે ચૂંટણી ટાણે જ રહીશો ઉમેદવારોના કાન આમળવા મેદાનમાં ઉતરતા હોય તેવું માનવામાં આવી રહ્યું છે.

ભરૂચના ચાવજ ગામે સોસાયટી વિસ્તારોમાં રહીશોએ પ્રાથમિક સુવિધા ન મળતી હોવાના આક્ષેપ સાથે બેનરો લગાવ્યા છે. સત્તા પક્ષે સોસાયટીમાં ચૂંટણી પ્રચાર અર્થે ન આવવા માટે સૂચન કરતાં બેનર લાગતા જ હાલ તો ભાજપના ગઢ સમા ચાવજ ગામમાં જ રાજકીય માહોલ ભર ઉનાળે ગરમ થઈ ગયો છે. કારણ કે મોટા ઉપાડે બિલ્ડરોએ સોસાયટીઓ ઊભી કરી કમાણી કરી લીધી પરંતુ બિલ્ડરો એ જે પ્રકારે ડ્રેનેજ લાઈનની સુવિધા કરવાની હોય તે પ્રકારે સુવિધા કરવામાં નિષ્ફળ રહ્યા હતા. મકાનો અને સોસાયટીઓ વેચી બિલ્ડરો લખપતિ બની ગયા પરંતુ મિલકત ધારકોને ડ્રેનેજ લાઈનની સુવિધા પૂરી પાડવામાં નિષ્ફળ રહેતા ચાવજ ગામના ઘણા સોસાયટીના રહીશોએ ચૂંટણી ટાણે ઉમેદવારોને બાનમાં લેવાના ભાગરૂપે સતાપર પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં નિષ્ફળ રહ્યું હોવાના આક્ષેપ સાથે બેનરો લગાવી મેદાનમાં ઉતરી વિરોધ નોંધાવી રહ્યા છે.

અત્રે ઉલ્લેખને બાબતે એ પણ છે કે ઘણા બિલ્ડરોએ સોસાયટીના રહીશોને ઉપસાવીને ડ્રેનેજ લાઈનની કાયમી સુવિધા મળી શકે અને ઘણા બિલ્ડરો પોતાનો રોટલો પણ શેકી શકે તે માટે બેનરો લગાવી રહી છે અને મેદાનમાં ઉતર્યા હોવાનું પણ લોકોમાં ચર્ચાનો મુદ્દો બની ગયો છે કારણ કે જ્યારે કોઈપણ બિલ્ડર સોસાયટી કે એપાર્ટમેન્ટ ઉભા કરતા હોય તો ડ્રેનેજ લાઈનની સુવિધા કરવાની જવાબદારી બિલ્ડરની હોય છે પરંતુ ચૂંટણી ટાણે જ બિલ્ડરો પણ પોતાનો જસ ખાટવાનું ચૂકતા ન હોય તેવું સમગ્ર મુદ્દા ઉપરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

“ડ્રેનેજ લાઇનના પાણીનો નિકાલ ન થતા મચ્છરોના ઉપલબ્ધી રોગચાળો ફાટી નીકળ્યો” – સ્થાનિક રહીશો

ચાવજ ગામની ઘણી સોસાયટીમાં ડ્રેનેજ લાઇનની સુવિધા ન હોવાના કારણે ઘર વપરાશના પાણી સીધા ખુલ્લા પ્લોટમાં જ એકત્ર થઈ રહ્યા છે જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ થઈ રહ્યો છે અને મચ્છરોથી ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો છે અને પાંચથી વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા હોવાના પણ અહેવાલો સામે આવી રહ્યા છે ત્યારે બિલ્ડરો સામે કયો વિભાગ કાર્યવાહી કરશે તે પ્રશ્નો ઉભો થઈ ગયો છે.

અહેવાલ : દિનેશ મકવાણા

આ પણ વાંચો : BHARUCH: રીઢા ચોરોને માતાજીએ બનાવી દીધા પત્થર! વાંચો સંપૂર્ણ દંતકથા