+

ભરૂચમાં સ્પા ચલાવવાના નામે ચાલી રહ્યો હતો આ ધંધો, પોલીસની રેડમાં થયો ખુલાસો

ભરૂચમાં સ્પાની આડમાં દેહ વ્યાપાર મોટા પાયે ચાલતો હોવાની ફરિયાદો અને વાયરલ વિડીયો બાદ પણ પોલીસ કોઈ કાર્યવાહી થતી ન હતી.પરંતુ ભરૂચ અધિક્ષકને બાતમી આપવામાં આવતા આખરે સ્થાનિક પોલીસે રેડ કરતા બિગબોસ નામના સ્પા માંથી દેહનો વ્યાપાર ઝડપાઈ જતા 6 યુવતી અને સંચાલકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરતા અન્ય સ્પાની આડમાં ચાલતા દેહના વ્યાપારીઓમાં ફફડાટ મચી ગયો છે.ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમ
ભરૂચમાં સ્પાની આડમાં દેહ વ્યાપાર મોટા પાયે ચાલતો હોવાની ફરિયાદો અને વાયરલ વિડીયો બાદ પણ પોલીસ કોઈ કાર્યવાહી થતી ન હતી.પરંતુ ભરૂચ અધિક્ષકને બાતમી આપવામાં આવતા આખરે સ્થાનિક પોલીસે રેડ કરતા બિગબોસ નામના સ્પા માંથી દેહનો વ્યાપાર ઝડપાઈ જતા 6 યુવતી અને સંચાલકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરતા અન્ય સ્પાની આડમાં ચાલતા દેહના વ્યાપારીઓમાં ફફડાટ મચી ગયો છે.
ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાંથી મળતી માહિતી અનુસાર ભરૂચના શ્રવણ ચોકડી પાસે આવેલા અભ્યુદય આર્કેડમાં આવેલ બિગબોસ સ્પાની આડમાં બહારથી યુવતીઓને મંગાવી દેહનો વ્યાપાર ચલાવે છે. તેવી બાતમીના આધારે એક ખાનગી વ્યક્તિને સ્પામાં મોકલી હકીકત થી વાકેફ કરી ગ્રાહક તરીકે તૈયાર કરી મોકલી બાતમી મુજબ દેહનો વ્યાપાર ચાલતો હોવાનું ફલિત થતા બિગબોસ સ્પાની દુકાનમાં રેડ કરતા સ્પાની આડમાં બહારથી બોલાવવામાં આવેલી 6 યુવતીઓ તથા સંચાલક રાકેશ મનુભાઈ વાળંદ રહે એ-8 વિશ્વભર કોમ્પ્લેક્ષ નંદેલાવ ભરૂચનાઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
અત્રે ઉલ્લેખનીય બાબત છે કે ભરૂચમાં એક જ વ્યક્તિ ચારથી પાંચ સ્પા ઉભા કરી દેહનો વ્યાપાર ચલાવતા હોવાની ફરિયાદો પણ ઉઠી છે. ભરૂચ જિલ્લાની સ્થાનિકે પોલીસ પણ પોતાના વિસ્તારોમાં ચાલતા સ્પામાં જીણવટ ભરી તપાસ કરે તો ભરૂચ જીલ્લા માંથી દેહ વ્યાપારનું મોટું કૌભાંડ બહાર આવી શકે છે.
ભાડેથી દુકાન આપનારા સામે પણ કાર્યવાહી કરવાની માંગ
ભરૂચમાં ભાડાની દુકાનોમાં સ્પાની આડમાં દેહનો વ્યાપાર મોટા પાયે ચાલી રહ્યો છે.  દુકાન માલિકો વધુ રૂપિયા કમાવાની લાલચે દુકાનો ભાડે આપી દેતા હોય છે. જે અંગેની નોંધણી પણ જેતે પોલીસ મથકમાં થતી નથી.  પોલીસે સ્પાની આડમાં ઝડપાતા દેહ વ્યાપારીઓએ જેમની પાસેથી દુકાનો ભાડે લીધી હોય તેવા માલિકો સામે પણ કાયદેસરની કાર્યવાહી કરે તે જરૂરી છે. કારણકે સ્પાની આડમાં દેહ વ્યાપારથી આજુબાજુના અન્ય વેપારીઓ અને દુકાનદારોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.  ઘણી વખત પોલીસ જ સ્પા સંચાલકોનું ઉપરાણું લેતી હોવાની ચર્ચાએ ભારે જોર પકડયું છે.
Whatsapp share
facebook twitter