Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Bharuch : પરણિતાએ પ્રેમી માટે પતિને છોડ્યો, પછી પરત પતિ પાસે આવી, ક્રૂર પ્રેમીએ ઘરે પહોંચીને માર્યા બ્લેડના ઘા

07:25 PM Oct 10, 2023 | Hiren Dave

અહેવાલ -દિનેશ મકવાણા -ભરુચ 

ભરૂચના પૂર્વપટ્ટીના સ્લમ વિસ્તારમાં પરિણીતાને પાડોશી યુવાન સાથે પ્રેમ થતા ૮ મહિના પહેલા ભાગી ગયા બાદ પ્રેમીને છોડી પતિ પાસે આવતા પતિએ પણ પત્નીને તેની બહેનને સોંપતા બહેનના ઘરે પહોંચી પ્રેમીએ પ્રેમિકાને મકાનના ધાબા ઉપર લઈ જઈ તેનું ગળું કાપી હત્યાનો પ્રયાસ કરતા લોહીથી લથપથ ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડાય હતી

 

 

ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારના એક સ્લમ વિસ્તારમાં ૨ સંતાનની માતાને પાડોશમાં રહેતા અરૂણ મૂળજી વસાવા સાથે પ્રેમ સંબંધ હતો અને તે વાતથી પતિ પણ અજાણ ન હતો પત્નીને ઘણી વખત સમજાવવાના પ્રયાસો કર્યા પરંતુ પત્ની સુધારવા તૈયાર નહોતી અને ૨૧ ફેબ્રુઆરી 2023ના રોજ પત્ની બે સંતાન અને પતિને તરછોડી પાડોશી પ્રેમી અરૂણ વસાવા સાથે રફુચક્કર થઈ ગઈ હતી જેના પગલે પત્ની ગુમ થઈ હોવાની ફરિયાદ પતિ સી ડિવિઝન પોલીસ પથકમાં નોંધાવી હતી

 

પતિ અને સંતાનોને તરછોડી પત્ની ગુમ થયાના ૮ મહિના બાદ પ્રેમીને છોડી પતિ પાસે પહોંચી હતી પત્નીના કારનામાંથી કંટાળેલા પતિએ પણ તેની પત્નીને તેની બહેનના ઘરે મૂકી આવ્યો હતો અને પંદર દિવસથી મહિલા તેની બહેનના ઘરે રહેતી હતી તે દરમિયાન જ ગત રાત્રિના સમયે પ્રેમી અરૂણ મૂળજી વસાવાએ પ્રેમિકાને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે મારે તને મળવું છે જેના પગલે પ્રેમી પ્રેમિકાને મળવા ભરૂચ તાલુકાના સીતપોણ ગામે તેની બહેનના ઘરે પહોંચી ગયો હતો અને પ્રેમિકાને તેના મકાનના ધાબા ઉપર લઈ જઈ તેને સાથે લઈ જવાની વાત કરી હતી પરંતુ પ્રેમિકા જવા તૈયાર ન હતી જેના પગલે ઉશ્કેરાયેલા પ્રેમી અરુણ વસાવાએ તેની પાસે રહેલું બ્લેડના ઘા ૩થી ૪ ગળા ઉપર મારી પ્રેમિકાનું ગળું કાપી નાખી રફુચક્કર થઈ ગયો હતો.

લોહીથી લથપથ ઇજાગ્રસ્ત મહિલા મકાનના ધાબા ઉપરથી નીચે આવતા તેની મોટી બહેન પણ નાની બહેનને લોહી લુહાણ અવસ્થામાં જોઈ બુમાબુમ કરી મૂકી સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે પણ ઈજાગ્રસ્ત મહિલાનું નિવેદન લઈ પ્રેમી અરુણ મૂળજી વસાવા સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે

 

વારા યુવાના પ્રેમમાં પાગલ ૨ સંતાનની માતાને પ્રેમ કરવો ભારે પડ્યો..?
કહેવાય છે ને કે પ્રેમ આંધળો હોય અને પ્રેમ થાય તો લોહીના સંબંધ પણ ભૂલી જવાતા હોય છે આવો જ એક કિસ્સો ભરૂચમાં બન્યો છે જેમાં ૨ સંતાનની માતાએ પોતાના જ ૨ સંતાનો અને પતિને તરછોડી કુંવારા યુવાનના પ્રેમમાં પાગલ બની ભાગી ગઈ હતી અને અંતે ૬ મહિના બાદ પ્રેમી સાથે પણ દગો કરી પતિ પાસે આવી જતા પતિએ પણ પત્નીને ઠુકરાવી તેને ૧૫ દિવસ તેની બહેનના ઘરે મૂકી આવ્યો હતો અને ત્યાં જ પ્રેમીએ પહોંચી પ્રેમિકાનું ગળું કાપી નાખ્યું હોવાની ઘટના સામે આવી છે

 

પતિ પત્ની ઔર વોનો ૧૫ દિવસમાં જ બીજો કિસ્સો સામે આવ્યો
ભરૂચ જિલ્લામાં કરજણ ચોકડી નજીક પતિએ પત્નીને પ્રેમી સાથે રંગે હાથ ઝડપી પાડી ગંભીર પ્રકારનો મેથીપાક ચખાડ્યો હતો તેની શાહી સુકાય નથી ત્યાં જ ભરૂચના પૂર્વ પટ્ટીના સ્લમ વિસ્તારમાં પાડોશી યુવાન સાથે પ્રેમ થતા ૨ સંતાન અને પતિને છોડીને ભાગેલી પ્રેમિકાને કુંવારા યુવાન સાથે પ્રેમ કરવો ભારે પડ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો હશે અને એટલા માટે જ કહેવાય છે કે પતિ પત્ની ઔર વોનો ખેલ ગંભીર પ્રકારનો અંજામ લાવીને મૂકી દે છે

 

બહેનના ઘરે પત્ની રહ્યા બાદ સુધારો આવશે તો પતિની ઈચ્છા હતી પરત લાવવાની
લગ્ન બાદ પતિ-પત્ની વચ્ચે સંતાનનો શું વાંક..? પત્ની પ્રેમી સાથે રફુચક્કર થઈ જતા સંતાનોને તેના પિતાએ દેખરેખ સાથે તેનું શિક્ષણ પણ યથાવત રાખ્યું અને સંતાન અને પતિને તરછોડીને પ્રેમી સાથે ભાગેલી ૨ સંતાનની માતાને પણ પસ્તાવો થતા તે પતિ પાસે આવી હતી પતિએ પણ તેને તેની બહેનના ઘરે ૧૫ દિવસ માટે મૂકી આવ્યો હતો અને તેના સ્વભાવમાં સુધારો આવશે તો ફરી સંતાનો સાથે ઘર માંડવાનો વિચાર કર્યો હતો અને તે પહેલા જ પ્રેમીએ પરિણીત પ્રેમિકાનું ગળું કાપી નાખ્યું હોવાનું ૨ સંતાનના પિતાએ કહ્યું હતું

 

પતિ હોસ્પિટલમાં આવી ઇજાગ્રસ્ત પત્નીને બોલ્યો બકા ચિંતાના કર બહુ વહેલી સાજી થઈ જશે
પતિને છૂટાછેડા આપ્યા વિના જ પોતાના સંતાનોની પરવા કર્યા વિના પ્રેમી સાથે રફુચક્કર થયેલી પત્નીનું તેના પ્રેમીએ ગળું કાપી નાખ્યું આઠ મહિનાથી પતિ અને સંતાનોને છોડીને ભાગી ગયેલી પત્ની સારવાર માટે હોસ્પિટલમાં પહોંચતા જ પતિએ પણ પોતાના સંતાનોની ચિંતા કરીને ઇજાગ્રસ્ત પત્નીને ખબર અંતરે પહોંચી ગયો અને તેને આશ્વાસન આપ્યું. તું બહુ જલ્દી સાજી થઈ જશે..? બકા ચિંતાના કર..તને તારી ભૂલનો અહેસાસ થયો તે જ બહુ છે

 

પતિ પત્નીના ઝગડામાં હંમેશા પતિ જ ગુનેગાર હોતો નથી
ઘણી વખત પતિ પત્નીના ઝઘડામાં હંમેશા પતિ જ આરોપી બનતો હોય છે પરંતુ ઘણી વખત પતિ-પત્ની વચ્ચે પત્ની પણ વિલનની ભૂમિકામાં હોય છે બસ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં પત્ની સંતાન અને પતિને છોડી પ્રેમી સાથે ભાગી ગઈ છતાં પતિએ આઠ મહિના પોતાના બાળકોને સાચવીને બેસી રહ્યો અને અંતે પત્નીને બાળકો અને પતિને મૂકી અન્ય યુવાન સાથે ભાગી જવું ભારે પડ્યું એટલા માટે કહેવાય છે કે બધી જગ્યાએ પતિ ખોટા હોતા નથી..

આ  પણ  વાંચો-દાગીના શુદ્ધ કરવાની વિદ્યા આવડે છે તેમ કહી અઢીલાખ રૂપિયાના દાગીના પડાવી લીધા