Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

BHARUCH: રીઢા ચોરોને માતાજીએ બનાવી દીધા પત્થર! વાંચો સંપૂર્ણ દંતકથા

04:55 PM Apr 14, 2024 | Harsh Bhatt

BHARUCH: ભરૂચના ( BHARUCH ) શક્તિનાથ વિસ્તારમાં શાકમાર્કેટ નજીક મહાકાળી માતાના મંદિરની બાજુમાં એક પાતાળ કુવા આવેલો છે અને આ કૂવામાં સિંધવાઈ માતાજી હાજરા હજૂર હોવાની માન્યતાઓ રહેલી છે. જેના કારણે આસો નવરાત્રીમાં હજારો ભક્તો પાતાળ કુવામાં સિંધવાઈ માતાના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે. અને એટલા માટે જ પાતાળ કુવા નજીક સિંધવાઈ માતાજીનું મંદિર પણ બનાવવામાં આવ્યું છે જેની પૂજા અર્ચના કરવામાં આવે છે.

માતાજીને કુવામાં સંતાડવામાં આવ્યા હતા

 

 

 

 

 

 

 

 

 

ભરૂચ BHARUCH ના અનેક ધાર્મિક મંદિરોનું પુરાણોમાં ઉલ્લેખ કરાયો છે. પરંતુ ભરૂચના ( BHARUCH ) શક્તિનાથ નજીક પાતાળ કુવા સાથે સિંધવાઈ માતાનું અનેરૂ મહત્વ રહેલું છે. જેમાં વર્ષો પહેલા ગોસ્વામી પેઢીના લોકો ફુરજા બંદરે વ્યવસાય સાથે સંકળાયેલા હોવાના કારણે તેઓ ભરૂચમાં રહેતા અને તે વખતે પાંચબતીથી શ્રવણ ચોકડી સુધીનો સમગ્ર વિસ્તાર જાડી ઝાંખડા એટલે કે અવાવરૂ જગ્યા જેવો હતો અને તે વખતે તોફાનમાં સિંધવાઈ માતાજીની પ્રતિમા ખંડિત ન થાય તે માટે જે તે વખતે શક્તિનાથ નજીક રહેલા એક પાતાળ કુવામાં માતાજીને સંતાડવામાં આવ્યા હતા.

તસ્કરો ૪ ભાગ પૈકી પાંચમો ભાગ માતાજીને કુવામાં આપતા હતા

 

 

 

 

 

 

 

 

 

કુકૂવામાં સિંધવાઈ માતાજી હોવાનું સ્વપ્નું કુવામાં મૂર્તિ સંતાનનારના પૂર્વજનોને માતાજીએ સ્વપ્નામાં દર્શન આપીને કહ્યું હું કૂવામાં છું, મારી જગ્યાએ મને સ્થાપિત કર રાત્રિએ આવેલા સ્વપ્નના આધારે કૂવામાં મૂર્તિ સંતાડનાર ગોસ્વામીના પૂર્વજનોએ કુવામાં ઉતરી માતાજીને બહાર કાઢી તેમની અસલ જગ્યાએ તેઓને પૂનઃ ધાર્મિક વિધિ સાથે સ્થાપના કરવામાં આવી અને આ જ સિંધવાઈ માતાના મંદિર નજીક જે તે વખતના પૂર્વજનોના ત્રણ જીવંત સમાધિ પણ આજે મંદિર નજીક જોવા મળે છે અને સાથે નવ ગ્રહોની રાશિ મુજબ દેવી-દેવતાઓ જોવા મળે છે. આ સિંધવાઈ માતાના મંદિરે દરેક ભક્તોની મનોકામના પૂર્ણ થતી હોવાની પણ માન્યતાઓ રહેલી છે.

માતાજીએ પ્રગટ થઈ ચારે ચોરોને શ્રાપ આપી પથ્થર બનાવી દીધા

વર્ષો પહેલા ૪ ચોરો આ જાડી જાખડામાં ભેગા મળી ચોરીને અંજામ આપતા અને ચોરી કરતા પહેલા શક્તિનાથ નજીક રહેલા પાતાળ કુવામાં માતાજીના દર્શન કરીને ચોરી કરવા જ.તા જેના કારણે ચોરો ક્યારેય ચોરી કરતા ઝડપાતા ન હતા અને ચારે ચોરો ચોરી કરીને કુવા પાસે આવી ભાગ પાડતા હતા. ચાર ભાગ પૈકીનો પાંચમો ભાગ માતાજીને કૂવામાં આપતા. એક વખત ચારે ચોરોને ચોરી કરવામાં નિષ્ફળતા મળી અને તે ચારેય ચોરોની દાનત માતાજીના ૫ માં ભાગના મુદ્દા માલ ઉપર બગડી. માતાજીના ભાગનો જથ્થો લેવા માટે ચારે ચોરો કુવામાં ઉતર્યા અને માતાજીએ પ્રગટ થઈ ચારે ચોરોને શ્રાપ આપી પથ્થર બનાવી દીધા અને આજે પણ આ ચારે ચોરનો પથ્થર સિંધવાઈ માતાજીના મંદિરે જોવા મળે છે.

અહેવાલ :  દિનેશ મકવાણા 

આ પણ વાંચો : VADODARA : ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ ચેતી જજો !