Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

કમોસમી વરસાદના કારણે ભરૂચ જીલ્લાના મીઠા ઉદ્યોગને અસર

03:11 PM Dec 06, 2023 | Maitri makwana

 

અહેવાલ – દિનેશ મકવાણા, ભરૂચ

કમોસમી વરસાદના કારણે ભરૂચ જીલ્લાના મીઠા ઉદ્યોગને અસર થવા પામી છે.જીલ્લાના ૧૦૦ જેટલા મીઠા ઉદ્યોગોનું તૈયાર થયેલ મીઠું કમોસમી વરસાદે ધોઈ નાંખતા આ વર્ષે રાજ્યમાં મીઠાની અછત ઉભી થવાની સંભાવના વચ્ચે મીઠું મોંઘુ થાય તેવા એંધાણો વર્તાય રહ્યા છે.

ભરૂચ જીલ્લામાં આવેલ મીઠા ઉદ્યોગને મોટું નુકશાન 

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહીના પગલે કમોસમી વરસાદના કારણે ભરૂચ જીલ્લામાં આવેલ મીઠા ઉદ્યોગને મોટું નુકશાન થવા પામ્યું છે.  ભરૂચ જીલ્લાના દહેજ,જંબુસર,હાંસોટ વાગરા સહિત ગંધારમાં આવેલ અંદાજીત ૧૦૦ જેટલા મીઠા ઉદ્યોગો આવેલાં છે.  જે મીઠા ઉદ્યોગોને તાઉતે વાવાઝોડાના મારથી હજુ માંડ માંડ ઉભા થયા છે.ત્યાં વધુ એક કમોસમી વરસાદનો માર વેઠવાનો વાળો આવ્યો છે.

પ્રતિ વર્ષે અંદાજીત ૨૪ લાખ મે.ટન મીઠાનું ઉત્પાદન 

ભરૂચ જીલ્લાના મીઠા અગરોમાંથી પ્રતિ વર્ષે અંદાજીત ૨૪ લાખ મે.ટન મીઠાનું ઉત્પાદન મેળવવામાં આવે છે. જે મીઠું ઘર વપરાશ અને ઉદ્યોગોમાં વપરાતા બંને પ્રકારના મીઠાના ઉત્પાદન કરવામાં આવે છે. પરંતુ કમોસમી વરસાદના પગલે આ વર્ષે મીઠાનું ધોવાણ થતા ઉત્પાદનમાં ઘટાડો જોવા મળશે. તેમજ કમોસમી વરસાદના પગલે થયેલ નુકસાનીના કારણે મીઠાના ઉત્પાદકો સરકાર સેઝ રોયલ્ટી માફ કરવામાં આવે તેવી આશા રાખી રહ્યા છે.

મીઠું પકડાવતા ઉદ્યોગમાં મોટા પ્રમાણમાં મીઠું ઉત્પાદન

તો બીજી તરફ દહેજમાં મીઠું પકડાવતા ઉદ્યોગમાં મોટા પ્રમાણમાં મીઠું ઉત્પાદન કરવામાં આવે છે. માત્ર અમારે જ ચાર લાખ જેટલું પ્રોડક્શન છે.જેમાં ઓછામાં ઓછું અમારે જ 50 હજાર જેટલું નુકશાન થવાની શક્યતા છે. જેથી સરકાર જે નુકશાન થવાનું છે તેની રોયલ્ટી માફ કરે અથવા તો રાહત આપે તેવી માંગ કરી રહ્યા છે.

આ વર્ષે ઓછું થવાના કારણે ઉદ્યોગોને પણ માવઠાની અસર

કમોસમી વરસાદના કારણે મીઠાનું ઉત્પાદન આ વર્ષે ઓછું થવાના કારણે ઉદ્યોગોને પણ માવઠાની અસર જોવા મળનાર છે. જેથી આગામી સમયમાં મીઠાનું ઉત્પાદન જરૂરિયાત મુજબ નહિ ઉત્પાદન થાય તો ઉદ્યોગોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. હજુ પણ આગામી દિવસોમાં કમોસમી માવઠાની આગાહી વચ્ચે મીઠાના ઉદ્યોગો ભારે ચિંતિત થઈ ગયા છે

આ પણ વાંચો – નડિયાદ: BAPS સ્વામીનારાયણ મંદિર મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ