+

Bharuch District Holi: ભરૂચ જિલ્લામાં હોળીકા દહનમાં વૈદિક હોળીને લઈ લાકડા વેચાણમાં મંદીનો માહોલ

Bharuch District Holi: ભરૂચ જિલ્લા (Bharuch District)માં હોળી દહન (Holi Festival)નું ખુબ મહત્વ રહેલું છે. જેમાં વધુ પ્રમાણમાં હોળી દહન (Holi Festival) સાથે હોળીની પૂજા અર્ચનાના આયોજનો મોટા પ્રમાણમાં થતા…

Bharuch District Holi: ભરૂચ જિલ્લા (Bharuch District)માં હોળી દહન (Holi Festival)નું ખુબ મહત્વ રહેલું છે. જેમાં વધુ પ્રમાણમાં હોળી દહન (Holi Festival) સાથે હોળીની પૂજા અર્ચનાના આયોજનો મોટા પ્રમાણમાં થતા હોય છે. પરંતુ કોરાનાકાળ બાદ પર્યાવરણ બચાવો અને વૃક્ષોનું નિકંદન અટકાવવા વૈદિક હોળીનું અનુકરણ કરવામાં આવી રહ્યું છે.

5 ટકાના મંદીનો માહોલ સર્જાયો

ત્યારે હોળી (Holi Festival) માટે ભરૂચના પાંજળાપોર અને ગૌશાળા સંચાલકો ગાયના તૈયાર કરેલા છાણાં હોળી આયોજકોને નજીવા ભાવે આપે છે. જેથી ભરૂત જિલ્લમાં હોળી દહન માટે લાકડાનું વેચાણ કરતા વેપારીઓ પર મોટી મુશ્કેલી આવી ગઈ છે. તે ઉપરાંત લાકડા બજારમાં 75 ટકાના મંદીનો માહોલ સર્જાયો છે.

Bharuch District Holi

25 ટકા પણ લાકડાનું વેચાણ થયું નથી

ભરૂચ (Bharuch District) માં સૌથી મોટો લાકડાનો વેપાર સોનેરી મહેલ ખાતે ચાલી રહ્યો છે. આ સ્થળે હોલીકા દહન (Holi Festival) ના સમયે ઉપયોગમાં લેવાતા લાકડા માટે હોળી આયોજકો ધામા નાંખતા હોય છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી લાકડા બજારમાં મંદીનો માહોલ છવાયો છે. તેનું મુખ્ય કારણે છે કે, હોલીકા દહન (Holi Festival) માં હવે આયોજકો પણ લાકડા ખરીદીથી દૂર રહી વૈદિક હોળી (Holi Festival) પ્રગટાવવાનો આગ્રહ રાખતા હોય છે. જેના પગલે લાકડાના વેપારમાં હોળી દહન (Holi Festival) ના ગણતરીના કલાકો બાકી હોવા છતાં 25 ટકા પણ લાકડાનું વેચાણ થયું નથી.

Bharuch District Holi

વૈદિક હોળી વાતાવરણને શુદ્ધ કરે છે

હોળી દહન (Holi Festival) ને લઈ ભરૂચ જિલ્લા (Bharuch District) ને પ્રદુષણ મુક્ત કરવા અને ઓક્સીઝન જળવાઈ રહે તેમજ પર્યાવરણ બચાવોના ભાગરૂપે વૈદિક હોળી પ્રગટાવવામાં આવે છે. છેલ્લા ત્રણ વર્ષથી પાંજળાપોર અને ગૌશાળાના સંચાલકો પણ હોળીમાં લાકડા નહિ પરંતુ ગાયના છાણાંમાંથી હોળી પ્રગટાવવે છે. વૈદિક હોળી વાતાવરણને શુદ્ધ કરે છે. તેવા સંકલ્પ સાથે વૈદિક હોળીથી મચ્છરોનું ઉપદ્રવ ઓછો થતો હોવાનું માનવામાં આવે છે.

અહેવાલ યશ ઉપાધ્યાય

આ પણ વાંચો: Saksham Application: દિવ્યાંગોને લોકશાહીના પર્વમાં સહભાગી બનાવશે Saksham (સક્ષમ) એપ્લિકેશન

આ પણ વાંચો: Gujarat First EXCLUSIVE : ગુજરાત ફર્સ્ટ પર ભીખાજી ઠાકોરનું છલકાયું દર્દ, વાંચો અહેવાલ

આ પણ વાંચો: FILM : ગુજરાતી ફિલ્મ “ભારત મારો દેશ છે” ને ગુજરાત રાજ્ય પુરસ્કાર 2021માં મળ્યા 6 એવોર્ડ

Whatsapp share
facebook twitter