Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

BHARUCH : ‘ભાઈ તું ટ્યુશને જા હું સ્ટેશનરીથી પેન લઈને આવું છું’, કહી 14 વર્ષીય સગીરા થઇ ગુમ

08:03 PM Oct 17, 2023 | Harsh Bhatt

અહેવાલ – દિનેશ મકવાણા, ભરૂચ

ભરૂચના મકતમપુર ગામમાં 14 વર્ષની સગીરાનું અપહરણ કરાયું હોવાના આક્ષેપ સાથે સી ડિવિઝન પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. ટ્યુશને નીકળેલા 2 ભાઈ બહેનમાં બહેને ભાઈઓને કહ્યું – તમે ટ્યુશન ક્લાસ જાવ હું સ્ટેશનરી ઉપરથી પેન લઈને આવું છું, તેમ કહી સ્ટેશનરીના બહાને નીકળેલી સગીરા પરત નહી ફરતા ગુમ થઈ હોવાની ફરિયાદ ભરૂચ સી ડિવિઝન પોલીસ પથકમાં નોંધાઈ ગઈ છે.

24 કલાક બાદ પણ સગીરા ઘરે ન આવતા નોંધાઈ ફરિયાદ 

ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદી એ ફરિયાદ નોંધાવી છે. જેમાં ફરિયાદીએ આક્ષેપ કર્યા છે કે ભાઈ બહેનો મકતમપુરના એક વિસ્તારમાં ઘરે ચાલતા ટ્યુશન ક્લાસે ગયા હતા અને તે દરમિયાન બહેનએ તેના ભાઈઓને કહ્યું હતું કે તમે ટ્યુશન ક્લાસ જાવ હું સ્ટેશનરીથી પેન લઈને ટ્યુશન ક્લાસમાં આવું છું.  જેથી બંને ભાઈઓ ટ્યુશન ક્લાસમાં પહોંચી ગયા હતા અને બહેન સ્ટેશનરી ઉપર ગયા બાદ પરત નહીં ફરતા સમગ્ર ઘટનાની જાણ ભાઈએ ટ્યુશન ક્લાસના સંચાલકને કરી હતી. સમગ્ર ઘટનાની જાણ ગુમ થયેલી સગીરાના પરિવારને થતા તેઓએ પણ સતત સગીરાને ગઈકાલથી શોધવાની શરૂઆત કરી હતી. પરંતુ, તેનો કોઈ અતો પતો હતો લાગ્યો ન હતો. જેના કારણે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

સ્ટેશનરી પર પેન લેવા જઉં છું કહી નીકળેલી સગીરા સતત 24 કલાક બાદ પણ ન મળી ન આવતા તે ગુમ થઈ છે કે તેનું અપહરણ થયું છે તેવા સવાલો ઊભા થતા હાલ તો પોલીસે અપહરણનો ગુનો દાખલ કરી સગીરાની શોધખોળ કરી છે અને સગીરાના પરિવારના મોબાઈલ ચકાસવાની પણ કવાયત કરવામાં આવી છે.

સગીરા જ્યાંથી ગુમ થઈ છે તેની આસપાસના સીસીટીવીમાં તે એકલી જ દેખાય છે : પીઆઇ હસમુખ ગોહિલ

ટ્યુશને જવા નીકળેલી સગીરા સ્ટેશનરી ઉપર પેન લેવા જઉં છું તેમ કહી ભાઈઓને ટ્યુશન ક્લાસ મોકલી આપી સ્ટેશનરી ઉપર ગઈ હતી અને તે દરમિયાન તેણીની ગુમ થઈ ગઈ હતી પરંતુ સગીરા જ્યાંથી ગુમ થાય તેની આસપાસના સીસીટીવી ચેક કરવામાં આવતા સગીરા એકલી જ સીસીટીવીમાં કેદ થઈ છે જેના કારણે પોલીસે સગીરા ગુમ થઈ છે તેની ફરિયાદ દાખલ કરી છે અને તપાસ દરમિયાન તેણીનું કોઈ અપહરણ કરી ગયું છે કે કેમ તેવું બહાર આવશે તો કાર્યવાહી કરવામાં આવનાર હોવાની માહિતી સી ડિવિઝન પોલીસ મથકના ઇન્સ્પેક્ટર હસમુખ ગોહિલે ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું.

આ પણ વાંચો –  NAVRATRI 2023 : હવે રાત્રે 2 વાગ્યા સુધી ચાલશે મેટ્રો, 10 વાગ્યા પછી દરેક સ્ટેશનેથી 20 મિનિટે ટ્રેન મળશે