Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Bharuch : નર્મદા મૈયા બ્રિજ નજીક બે કાર વચ્ચે સર્જાયો અકસ્માત,બેને ઇજા

06:22 PM Nov 26, 2023 | Hiren Dave
અહેવાલ -દિનેશ મકવાણા -ભરૂચ 
અંકલેશ્વર અને ભરૂચને જોડતા માર્ગ પર નર્મદા મૈયા બ્રિજ નજીક એક ફોરવહીલર કાર સાઈડમાં ઉભી હોય અને બીજી કારના ચાલકે પુરઝડપે આગળ ઉભેલી કારમાં અથાડી દેતા અકસ્માત સર્જયો હતો.જેમાં પાછળના કાર રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી. અકસ્માતમાં બંને કાર ચાલકોને નુકશાન થયું હતું.
ભરૂચ અને અંકલેશ્વરને જોડતા જુના નેશનલ હાઈવે 8 પરનો માર્ગ વરસાદના કારણે ચીકણો બનતો હોય અકસ્માતના બનાવો બનતા હોય છે.ત્યારે આજ રોજ બપોરના સમયે એક ભરૂચના કાર ચાલક પોતાના કામથી રોડની બાજુમાં પોતાની બોલેરો કાર પાર્ક કરીને ઉભા હતાં. આ સમયે પાછળથી પુર ઝડપે આવી રહેલા દિલ્હી પાર્સિંગના કાર ચાલકે આગળ ઉભી રહેલી કારમાં અથાડી દેતાં અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં કાર રોડની બાજુમાં ઉતરી ગઈ હતી.

અકસ્માતના અવાજથી ત્યાંથી પસાર થઈ રહેલા વાહન ચાલકો તાત્કાલિક સ્થળ પર દોડી આવી કારમાં રહેલા લોકોને બહાર કાઢ્યા હતા.જોકે સદનસીબે કારમાં સવાર લોકોને ઇજાઓ પહોચતા 108 એમ્બ્યુલન્સ દ્વારા તેઓને સારવાર આપવામાં આવી હતી.જોકે સદનસીબે અકસ્માતમાં કોઈ મોટી જાનહાની નહિ સર્જાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

જોકે નર્મદા મૈયા બ્રિજ ઉપર ચોમાસાની ઋતુમાં પણ અકસ્માતો ની વણઝારો રહી હતી અને વરસાદના કારણે માર્ગ લપસણો થતો હોવા સાથે વાહનોની સ્પીડ વધુ હોવાના કારણે પણ અકસ્માતો સર્જાઇ રહ્યા છે ત્યારે ચોમાસાની ઋતુનું પુનરાવર્તન કમોસમી વરસાદમાં પણ નર્મદા મૈયા બ્રિજ ઉપર જોવા મળ્યું હતું