+

ભરતસિંહ સોલંકીના પત્નીએ લખ્યો લેટર, રાહુલ ગાંધી પાસે ન્યાય માટે માંગી મદદ

ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી વિવાદોમાં સપડાયા છે. પૂર્વ કેન્દ્રીયમંત્રી ભરતસિંહ સોલંકી પર તેમની પત્ની રેશ્મા સોલંકીએ એક પત્ર લખીને ગંભીર આક્ષેપો કર્યા છે. સોશિયલ મીડિયામાં રેશ્મા સોલંકીએ એક વીડિયો પણ શેર કર્યો છે. મહત્વનું છે કે રેશ્મા સોલંકીએ પતિના ચરિત્ર પર આક્ષેપો કર્યા છે. રેશ્મા સોલંકીનો પત્ર અગાઉ વાયરલ થયો હતો. જો કે ગુજરાત ફર્સ્ટ તેની પુષ્ટી કરતું નથà«
ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી વિવાદોમાં સપડાયા છે. પૂર્વ કેન્દ્રીયમંત્રી ભરતસિંહ સોલંકી પર તેમની પત્ની રેશ્મા સોલંકીએ એક પત્ર લખીને ગંભીર આક્ષેપો કર્યા છે. સોશિયલ મીડિયામાં રેશ્મા સોલંકીએ એક વીડિયો પણ શેર કર્યો છે. મહત્વનું છે કે રેશ્મા સોલંકીએ પતિના ચરિત્ર પર આક્ષેપો કર્યા છે. રેશ્મા સોલંકીનો પત્ર અગાઉ વાયરલ થયો હતો. જો કે ગુજરાત ફર્સ્ટ તેની પુષ્ટી કરતું નથી  
પત્રમાં રાહુલ ગાંધીને ફરિયાદ
ગુજરાતમાં કોંગ્રસની 3 દિવસની ચિંતન શિબિર યોજાવાની છે. ત્યારે આ ચિંતન શિબિરમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી હાજર રહેશે. રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત પહેલા આ લેટરથી મોટો વિવાદ ઉભો થયો છે. કોંગ્રેસના દિગ્ગ્જ નેતા ભરતસિંહ સોલંકીની પત્નીએ અમેરિકાથી પત્ર લખી રાહુલ ગાંધીને ફરિયાદ કરી છે. જેમાં તેમણે લખ્યું છે કે હું એક પીડિત મહિલા છું. અને ભરતસિંહ સોલંકી તેમની સાથે ઘણા સમયથી અન્યાય કરતા હોવાનો આક્ષેપ કર્યો છે. રેશ્મા સોલંકીએ કહ્યું કે, મેં ઘણા લોકોને ન્યાય માટે અપીલ કરી છે. ફોન અને ઈ-મેલ કર્યા છે. પણ કોઈએ મારી વાત પર વિશ્વાસ કર્યો નથી. અને મને કોઈ મદદ કરી નથી. અમેરિકામાં તેમની પાસે રહેવા માટે ઘર નથી, તેમણે કહ્યું કે હવે તમારી પાસે ખૂબ આશા સાથે આ પત્ર લખી રહી છું.
ભરતસિંહ સોલંકીના પર આરોપ
લેટરમાં રેશ્મા સોલંકીએ લખ્યું છે કે, હું મારા પતિ ભરત સોલંકીના ડરથી ભારત છોડીને અમેરિકા આવી છું. ભરતસિંહના ચરિત્ર પર પણ તેમણે આરોપ લગાવ્યા હતા. રેશ્મા સોલંકીનો એક વીડિયો વાયરલ થયો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયોમાં તેમણે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને ઉદ્દેશીને પત્ર લખ્યો છે. જેમાં તેમણે જણાવ્યું કે ભરતસિંહ સોલંકી પોલિટીકલ સ્ટેટસનો ઉપયોગ કરી કાંગ્રેસને ખતમ કરવા માંગે છે. ભરતસિંહ સોલંકીના પત્ની રેશ્મા સોલંકીએ કોંગ્રેસના હાઈકમાન્ડને લખેલા પત્રમાં એવો દાવો કર્યો છે, ભરતસિંહ સોલંકી કોંગ્રસને સત્તામાં આવતી અટકાવી રહ્યા છે. તેઓ મુખ્યમંત્રીના દાવેદાર તરીકે જાહેર થવા માંગે છે. અને પીએમ મોદી સાથે મળેલા છે. એટલુ જ નહી ભરતસિંહના કેટલીક મહિલાઓ સાથે અનૈતિક સંબંધો હોવાનો પણ ઘટસ્ફોટ કર્યો છે. આવી મહિલાઓને ચૂંટણીમાં ટિકીટ અપાવી સારી મહિલાઓને રાજકારણમાં આગળ આવતી અટકાવે છે.  24 વર્ષ પહેલાં પરિવારની મરજી વિરૂદ્ધ મારા તેમની સાથે લગ્ન થયા હતા. પરંતુ મને પત્ની તરીકેનો કોઇ અધિકાર ન આપ્યો અને ઘરમાંથી કાઢી મુકવામાં આવી તેવો આક્ષેપ કર્યો છે. ભરતસિંહ સોલંકીના પત્નીના આ કથિત પત્ર અને વાયરલ વીડિયોમાં તેમણે રાહુલ ગાંધી પાસે ન્યાયની ગુહાર લગાવી છે. અને કોઈ સંપત્તિ માટે નહી પણ પોતાના પતિનો સાથ તેમને મળે તેવી આશા સાથે આ પત્ર લખ્યો છે. 

Whatsapp share
facebook twitter