+

Bharat Jodo Nyaya Yatra : કોંગ્રેસની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ મણિપુરથી જ નીકળશે, પરંતુ રહેશે આ શરતો!

લોકસભા 2024ની ચૂંટણી (Lok Sabha 2024 Elections) પહેલા કોંગ્રેસ (Congress) પાર્ટી દ્વારા ‘ભારત જોડો ન્યાય યાત્રા’નું (Bharat Jodo Nyaya Yatra) આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે તાજેતરમાં એવા સમાચાર આવ્યા…

લોકસભા 2024ની ચૂંટણી (Lok Sabha 2024 Elections) પહેલા કોંગ્રેસ (Congress) પાર્ટી દ્વારા ‘ભારત જોડો ન્યાય યાત્રા’નું (Bharat Jodo Nyaya Yatra) આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે તાજેતરમાં એવા સમાચાર આવ્યા હતા કે મણીપુર સરકારથી પાર્ટીને આ યાત્રા શરૂ કરવાની મંજૂરી મળી નથી. પરંતુ, હવે આ અંગેનું સસ્પેન્સ દૂર થયું છે અને માહિતી મળી છે કે મણીપુરથી જ કોંગ્રેસની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ નો પ્રારંભ થશે.

મીડિયા અહેવાલ અનુસાર, મણિપુરના ગૃહવિભાગ દ્વારા કોંગ્રેસને અમુક શરતો સાથે આ મંજૂરી આપવામાં આવી છે. મણિપુરમાં (Manipur) હિંસાના પગલે રાજ્ય સરકારે પહેલા આ યાત્રા માટે મંજૂરી આપી નહોતી. જો કે, હવે કોંગ્રેસ દ્વારા આ મુદ્દે વિરોધ દાખવતા મણિપુરના ગૃહ વિભાગ દ્વારા ઇન્ફાલ પૂર્વના જિલ્લાધિકારીને આ મામલે પત્ર લખવામાં આવ્યો હતો. ત્યાર પછી ઇન્ફાલ પૂર્વના ડીએમએ ભારત જોડો ન્યાય યાત્રાને (Bharat Jodo Nyaya Yatra) અમુક શરતો સાથે કાઢવાની મંજૂરી આપી દીધી છે.

અમુક શરતો સાથે મળી મંજૂરી

રિપોર્ટ અનુસાર, આ શરતો મુજબ, યાત્રાની શરૂઆતી સમયે મર્યાદિત સંખ્યામાં લોકો જોડાશે. ઉપરાંત, જે લોકો આ યાત્રામાં જોડાશે તેમના નામ અંગેની મહિતી તંત્રને સોંપવાની રહેશે. કોંગ્રેસના સાંસદ કેસી વેણુગોપાલે (KC Venugopal) મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, ભારત જોડો યાત્રાની જેમ જ ભારત જોડો ન્યાય યાત્રા (Bharat Jodo Nyaya Yatra) પણ એક સફળ યાત્રા થશે. આ કોઈ રાજકીય યાત્રા નથી. આ યાત્રા ભારતની જનતા માટે છે. હું તમામને અપીલ કરું છું કે તેઓ આ યાત્રામાં સામેલ થઈને યાત્રાને સફળ બનાવે. પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ (Mallikarjun Kharge) કહ્યું હતું કે, પાર્ટી 14 જાન્યુઆરીથી ભારત જોડો ન્યાય યાત્રાનો પ્રારંભ કરશે. તેમણે જણાવ્યું કે, રાહુલ ગાંધીના (Rahul Gandhi) નેતૃત્વમાં આ યાત્રા મણિપુરના ઈમ્ફાલથી શરૂ થશે અને દેશના 15 રાજ્યોમાંથી પસાર થઈને મુંબઈમાં સમાપ્ત થશે. આ યાત્રા 110 જિલ્લાઓ, 100 લોકસભા બેઠકો અને 337 વિધાનસભા બેઠકોને આવરી લેશે. હવે આ યાત્રાના રૂટમાં અરુણાચલ પ્રદેશનો (Arunachal Pradesh) પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

 

આ પણ વાંચો – Ayodhya : સ્વામી પ્રસાદ મૌર્ય ફરી ભાંગરો વાટ્યો, કાર સેવકો પર આપ્યું આ વિવાદાસ્પદ નિવેદન

Whatsapp share
facebook twitter