+

16 માર્ચે ભગવંત માન લેશે મુખ્યમંત્રી તરીકે શપથ, મંત્રીઓની શપથ વિધિ મોકૂફ?

પંજાબમાં આમ આદમી પાર્ટીના સીએમ ઉમેદવાર ભગવંત માન 16 માર્ચે મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. આ કાર્યક્રમમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પણ ઉપસ્થિત રહેશે મળતી વિગતો અનુસાર  આ સમારોહમાં મુખ્યમંત્રી સહિત 17 મંત્રીઓ તેમના પદ માટે શપથ લેવાના હતા, પરંતુ હવે 16 માર્ચે શપથ ગ્રહણ સમારોહ માત્ર સીએમ પદ માટે જ યોજાશે. અન્ય 16 મંત્રીઓ બાદમાં શપથ લેશે.દિલ્હીના મુખ્યમંત્રી અને AAP કન્વીનર આજે રવિવારે àª
પંજાબમાં આમ આદમી પાર્ટીના સીએમ ઉમેદવાર ભગવંત માન 16 માર્ચે મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. આ કાર્યક્રમમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પણ ઉપસ્થિત રહેશે મળતી વિગતો અનુસાર  આ સમારોહમાં મુખ્યમંત્રી સહિત 17 મંત્રીઓ તેમના પદ માટે શપથ લેવાના હતા, પરંતુ હવે 16 માર્ચે શપથ ગ્રહણ સમારોહ માત્ર સીએમ પદ માટે જ યોજાશે. અન્ય 16 મંત્રીઓ બાદમાં શપથ લેશે.
દિલ્હીના મુખ્યમંત્રી અને AAP કન્વીનર આજે રવિવારે અમૃતસરમાં છે. રોડ શો પહેલા તેમણે સુવર્ણ મંદિરમાં દર્શન કર્યા હતા. આ દરમિયાન તેમની સાથે સીએમ પદના ઉમેદવાર ભગવંત માન પણ હતા. કેજરીવાલે આજે દુર્ગિયાના મંદિરની મુલાકાત લીધી હતી અને જલિયાવાલા બાગમાં શહીદોને શ્રદ્ધાંજલિ પણ આપી હતી.16 માર્ચે શહીદ ભગત સિંહના પૈતૃક ગામ ખટકર કલાન ખાતે બપોરે 12.30 વાગ્યે ભગવંત માન મુખ્યમંત્રી તરીકે શપથ લેશે, અન્ય 16 ધારાસભ્યો કાયા કારણો સર શપથ નથી લઇ રહ્યા તે કારણ હજુ સુધી જાણવા નથી મળી રહ્યું. અન્ય મંત્રીઓ શપથ નથી લઇ રહ્યા ત્યારે અનેક અટકળો વહેતી થઇ છે.   
તાજેતરમાં પંજાબ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ઐતિહાસિક જીત મેળવી છે. રાજ્યની 117 બેઠકો માટે 20 ફેબ્રુઆરીએ પ્રથમ તબક્કાનું મતદાન થયું હતું. પંજાબમાં ચૂંટણી પ્રચાર દરમિયાન એવું માનવામાં આવી રહ્યું હતું કે રાજ્યમાં મુખ્ય મુકાબલો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે થશે. પરંતુ આમ આદમી પાર્ટીને ફરી એકવાર દિલ્હીની જેમ બહુમતી સાથે જીત મેળવી છે. 
હવે હિમાચલ તરફ આગે કુચ ? 
પંજાબમાં સ્પષ્ટ બહુમતી મળ્યા બાદ આમ આદમી પાર્ટીમાં તહેવાર જેવો માહોલ છે. આ માહોલમાં આજે અમૃતસરમાં AAPનું વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું, જેમાં પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના ભાવિ મુખ્યમંત્રી ભગવંત માન સામેલ થયા હતા. એટલું જ નહીં પાર્ટી હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં પદયાત્રા પણ કાઢી રહી છે. આમ આદમી પાર્ટી હવે હિમાચલમાં પણ ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે.
Whatsapp share
facebook twitter