+

લોકસભા ચૂંટણી પૂર્વે જાણો ક્યાં શરૂ થઈ Poster War

લોકસભાની ચૂંટણી (Lok Sabha Elections) પૂર્વે સૌરાષ્ટ્રના ધોરાજી (Dhoraji) માં ફરી એકવાર પોસ્ટર વોર (Poster War) શરૂ થઇ ગયું છે. ધોરાજીના અલગ-અલગ વિસ્તારોમાં સ્થાનિક ઉમેદવાર (local candidates) ની માંગ સાથેના…

લોકસભાની ચૂંટણી (Lok Sabha Elections) પૂર્વે સૌરાષ્ટ્રના ધોરાજી (Dhoraji) માં ફરી એકવાર પોસ્ટર વોર (Poster War) શરૂ થઇ ગયું છે. ધોરાજીના અલગ-અલગ વિસ્તારોમાં સ્થાનિક ઉમેદવાર (local candidates) ની માંગ સાથેના પૉસ્ટર વૉર લાગ્યા છે. જણાવી દઇએ કે, પોરબંદર (Porbandar) માં કોંગ્રેસે લલિત વસોયા (Lalit Vasoya) ને ટિકિટ આપી છે જ્યારે ભાજપે મનસુખ માંડવિયા (Mansukh Mandaviya) ને ઉમેદવાર બનાવ્યા છે. ત્યારે એક પોસ્ટર સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ રહ્યું છે જેમાં લખવામાં આવ્યું છે પોરબંદર લોકસભા માગે છે લોકલ ઉમેદવાર… એ કોણ.. પોરબંદર લોકસભામાં નહીં ફાવે આયાતી ઉમેદવાર.. એ કોણ… આ પ્રકારના લખાણ અને ઉમેદવારોની તસવીર સાથે બેનરો લાગ્યા છે.

ધોરાજીમાં Poster War

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઇને રાજકારણ ગરમાઈ ગયું છે. નેતાઓ પ્રચાર દરમિયાન એકબીજાને ટોણા મારતા એટલે કે શાબ્દિક પ્રહારો કરતા જોવા મળ્યા છે. ત્યારે ખાસ કરીને પોસ્ટર વોર વધુ જોવા મળી રહ્યું છે. થોડા દિવસો પહેલા વડોદરામાં પોસ્ટર વોર ખૂબ ચર્ચામાં આવ્યું હતું, હવે તેવી જ રીતે ધોરાજીમાં પોસ્ટર વોર શરૂ થઇ ગયું છે. અહીં પોરબંદરમાં આયાતી ઉમેદવારો ચાલશે નહીં તેવા પોસ્ટર લગાવવામાં આવ્યા છે. ધોરાજીના વિવિધ વિસ્તારોમાં તેના પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. એક તરફ કોંગ્રેસના ઉમેદવાર લલિતભાઈ વસોયા અને બીજી તરફ ભાજપના મનસુખ માંડવિયા છે. જે આગામી 5 વર્ષમાં આપણું કામ કરી શકશે.

વાયરલ થયેલા પોસ્ટરમાં શું લખવામાં આવ્યું છે ?

  • આપણું કામ આવતા પાંચ વર્ષ કોણ કરી શકશે…
  • પોરબંદર લોકસભા માંગે છે લોકલ ઉમેદવાર… એ… કોણ…
  • પોરબંદર લોકસભામાં નહીં ફાવે આયાતી ઉમેદવાર…એ…કોણ…
  • મતદારોની વચ્ચે આવતા પાંચ વર્ષ રહેશે…એ…કોણ…

ગુજરાતમાં ક્યારે મતદાન થશે ?

ગુજરાતની 26 લોકસભા બેઠકો પર 7 મેના રોજ મતદાન યોજાશે. ગુજરાત સહિત તમામની મતગણતરી 4 જૂનના રોજ થશે.

લોકસભા ચૂંટણી ક્યારે શરૂ થશે ?

લોકસભાની ચૂંટણી 7 તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કો 19 એપ્રિલથી શરૂ થશે અને તમામ 7 તબક્કાના મતદાન બાદ 4 જૂને ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવશે.

આ પણ વાંચો – ભરૂચ બેઠક પર ચતુષ્કોણીય જંગ સર્જાવાની સ્થિતિ, છોટુ વસાવા પોતે લડી શકે છે ચૂંટણી

આ પણ વાંચો – BHIKHAJI THAKOR : કોંગ્રેસમાં જોડાવવા અંગેની અટકળોનો આવ્યો અંત, ભીખાજી ઠાકોરે કર્યો આ ખુલાસો

Whatsapp share
facebook twitter