Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ભારત-પાકિસ્તાન મેચ પહેલા WWE સુપર સ્ટાર ‘The Rock’એ સેટ કર્યો દર્શકોનો મૂડ

08:31 AM Apr 22, 2023 | Vipul Pandya

ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલા T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022)ને લઈને વિશ્વભરના ક્રિકેટ ચાહકો ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. વળી, તમામ ચાહકોની નજર 23 ઓક્ટોબરના રોજ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર મેગા ઈવેન્ટમાં ભારત અને પાકિસ્તાન (IND vs PAK)ની ટીમો સામસામે આવશે તેના પર ટકી છે. WWE પ્લેયર અને હોલિવૂડ ફિલ્મ સ્ટાર એક્ટર ‘ડ્વેન ધ રોક જોન્સન’ (Dwayne The Rock Johnson)એ આ શાનદાર મેચ પર પોતાની પ્રતિક્રિયા આપી છે.
ધ રોક પણ હવે આ શાનદાર ફાઈટમાં કૂદી પડ્યો
ભારત અને પાકિસ્તાન (IND vs PAK)વચ્ચે બહુપ્રતીક્ષિત T20 વર્લ્ડ કપની ટક્કર 23 ઓક્ટોબરના રોજ મેલબોર્નમાં થવાની છે. જોકે, વર્લ્ડ કપ હોય અને ભારત-પાકિસ્તાનની મેચ ન રમાય તેવું કેવી રીતે બની શકે? T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા અને ટીમ પાકિસ્તાન પોતાની પહેલી જ મેચમાં આમને-સામને જોવા મળશે. આ મેચ 23 ઓક્ટોબરે રમાશે. મેચને લઈને વાતાવરણ તૈયાર થવાનું શરૂ થઈ ગયું છે. આ મહાન લડાઈમાં ધ રોક પણ હવે કૂદી પડ્યો છે. સ્ટાર સ્પોર્ટ્સ ઈન્ડિયાએ એક વિડીયો શેર કર્યો જેમાં The Rock કહે છે કે, “જ્યારે સૌથી મોટા હરીફો આમને-સામને આવશે, ત્યારે સમગ્ર વિશ્વ સ્થિર થઇ જશે, આ એક સામાન્ય ક્રિકેટ મેચથી કઇંક વધારે છે. હવે ભારત અને પાકિસ્તાનની ટક્કરનો સમય આવી ગયો છે. સૌથી મોટી પ્રતિસ્પર્ધાનો છે સમય.” જણાવી દઈએ કે, T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં પાકિસ્તાનનો હંમેશા દબદબો રહ્યો છે, વળી બાબર આઝમની ટીમે ગયા વર્ષે આ જ ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાને હરાવ્યું હતું.

WWE લિજેન્ડ ધ રોકે ભારતીય ચાહકો માટે ખાસ સંદેશ આપ્યો
WWE લિજેન્ડ ધ રોકે તાજેતરમાં ભારતનો આભાર માન્યો હતો. મહત્વનું છે કે, તે હોલિવૂડનો સૌથી મોટો સુપરસ્ટાર છે અને થોડા દિવસોમાં તેની એક મોટી ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે, જેનું નામ છે ‘બ્લેક એડમ’ છે. તેણે આ અંગે ટ્વીટ કરીને ભારતીય પ્રશંસકોનો આભાર માન્યો હતો. WWEમા કામ કરતી વખતે ધ રોકે પોતાનું મોટું નામ બનાવ્યું અને તે તેના ખૂબ જ મોટા પ્રશંસક બની ગયા. બાદમાં તેણે ફિલ્મોમાં હાથ અજમાવ્યો અને હાલમાં તે હોલિવૂડનો સૌથી મોટો સુપરસ્ટાર છે. ધ રોક પહેલીવાર સુપરહીરો ફિલ્મ કરી રહ્યો છે અને તેથી જ તેના તમામ ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. તેની ફિલ્મ બ્લેક એડમ ભારતમાં 20 ઓક્ટોબરે રિલીઝ થવાની છે અને માત્ર એક દિવસ બાકી છે. થોડા દિવસો પહેલા, વોર્નર બ્રધર્સ ઈન્ડિયાએ ‘બ્લેક એડમ’ માટે ભારતીય હોલિવૂડ ચાહકોને હાઈપ કરવા માટે ટ્વીટ કર્યું હતું અને તેમને કહ્યું હતું કે આ ફિલ્મ ભારતમાં હિન્દી, અંગ્રેજી, તમિલ અને તેલુગુ ભાષાઓમાં રિલીઝ થશે.
ગયા વર્ષની હારનો બદલો લેવા ટીમ ઈન્ડિયા ઉતરશે મેદાને
રવિવારે મેલબોર્નમાં આ શાનદાર મુકાબલો થવાનો છે તે પહેલા દુનિયાભરના ક્રિકેટ લવર્સ તૈયાર થઇ ગયા છે. UAEમા આયોજીત છેલ્લી આવૃત્તિમાં પાકિસ્તાને ભારત સામે 10 વિકેટે જીત મેળવી હતી. જોકે, હવે મેન ઇન બ્લુ ટીમ ભૂતકાળ ભૂલી ગતા હારનો બદલો લેવા મેદાને ઉતરશે. અગાઉની આવૃત્તિઓમાં મુકાબલો કર્યા પછી, બંને ટીમો એશિયા કપ 2022મા બે વાર આમને-સામને આવી હતી, જેમાં ભારત અને પાકિસ્તાને એક-એક મેચ જીતી હતી.
ભારત એશિયા કપ 2023મા ભાગ લેશે નહીં
ભારતીય ક્રિકેટ સાથે જોડાયેલા વધુ એક મોટા સમાચાર મંગળવારે સામે આવ્યા હતા. મંગળવારે, BCCI સેક્રેટરી જય શાહે તાજેતરની વાર્ષિક સામાન્ય સભા (AGM) માં નિર્ણય લીધો કે ભારતીય ટીમ પાકિસ્તાનમાં યોજાનાર 2023 એશિયા કપમાં ભાગ લેશે નહીં. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને આ વાત પસંદ ન આવી અને તેઓએ તુરંત જ પ્રતિક્રિયા આપી અને કહ્યું કે જો આવું થશે તો તેઓ આવતા વર્ષે ભારતમાં યોજાનારા વર્લ્ડ કપમાં ભાગ નહીં લે.