Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

હોળીના પર્વ પહેલા ગોંડલ માર્કેટ યાર્ડમાં ધાણાની મબલખ આવક નોંધાઈ

02:45 PM Mar 20, 2024 | Hardik Shah

સૌરાષ્ટ્ર ગુજરાતનું ન.1 ખેડૂતો (Farmers) માટે તીર્થધામ સમું અને ધાણા નું હબ ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડ (Gondal Marketing Yard) માં ધાણાની વિપુલ પ્રમાણમાં આવક નોંધાઈ છે. અંદાજે 1.25 લાખ ગુણી ધાણા ની આવક નોંધાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડ (Gondal Marketing Yard) ધાણાથી ઉભરાયું હતું. આગામી દિવસોમાં હોળી – ધુળેટીનો પર્વ આવતો હોય મોટી સંખ્યામાં ખેડૂતો પોતાની જણસી લઈને માર્કેટિંગ યાર્ડ ખાતે આવી પોહચ્યા હતા. ત્યારે માર્કેટિંગ યાર્ડમાં ધાણા ની વિપુલ પ્રમાણમાં આવક નોંધાતા યાર્ડના મેદાનમાં જગ્યા ટૂંકી પડી હતી અને લોકોની દુકાને ધાણા ઉતારવાની ફરજ પડી હતી.

Gondal market yard

માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા એ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રભર માંથી ખેડૂતો પોતાનો માલ વેચવા ગોંડલ યાર્ડમાં આવે છે. ખેડૂતો ગોંડલ માર્કેટિંગ યાર્ડને પોતાનું માર્કેટિંગ યાર્ડ ગણે છે. આ વખતે ની ધાણાની સારી એવી આવક નોંધાઈ હતી. માર્કેટિંગ યાર્ડ દ્વારા ધાણાની આવકની જાહેરાત કરવામાં આવતા સૌરાષ્ટ્રભર ના ખેડૂતો મંગળવાર ને સવાર થી યાર્ડની બહાર લાંબી કતાર લગાવી દેવામાં આવી હતી.યાર્ડ ની બહાર બંને બાજુ 6 થી 7 કિલોમીટર અને 1400 થી 1500 વધુ વાહનોની લાંબી કતાર લગાવવામાં આવી હતી. હરરાજીમાં ખેડૂતોને ધાણા 20 કિલોના ભાવ રૂપિયા 1000/- થી 2026/- સુધીના બોલાયા હતા.તેમજ ધાણી ના ભાવ રૂપિયા 1100/- થી 2500 સુધીના બોલાયા હતા.

Gondal market yard

યાર્ડમાં દરરોજ 35 થી 40 હજાર ગુણી ધાણા નિકાલ થાય છે

આ વર્ષે ધાણાની સીઝન માં ખેડૂતો દ્વારા વિપુલ પાકો તૈયાર કરી ગોંડલ ખાતે માર્કેટ યાર્ડ માં ઠલવાય છે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે ધાણા ની મબલખ આવક નોંધાઈ છે અને હરરાજીમાં દરરોજની 35 થી 40 હજાર ગુણીનો નિકાલો કરવામાં આવે છે. સારી વસ્તુ ના સારા ભાવ મળતા ખેડૂતો માં પણ ખુશી જોવા મળી હતી

Gondal Marketing Yard

સૌરાષ્ટ્રભર માંથી ખેડૂતો પોતાનો માલ વેચવા આવે છે

ખેડૂતો ના માલની સંપૂર્ણ સુરક્ષા આપતું ગોંડલ યાર્ડ અવ્વલ રહ્યું છે સાથે સાથે પોષણક્ષમ ભાવ પણ ખેડુતો ને મળતા રહે તે માટે અગ્રેસર હોઈ તેથી જ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સૌરાષ્ટ્ર ભરના જેમાં રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, જામનગર, મોરબી, ભાવનગર સહિતના જિલ્લાઓ માંથી ખેડૂતો પોતાનો માલ લઈને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વેચવા આવતા હોય છે.

અહેવાલ – વિશ્વાસ ભોજાણી

આ પણ વાંચો – ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની પુષ્કળ આવક નોંધાઈ, જગ્યાના અભાવે હાલ પૂરતી આવક બંધ કરવામાં આવી

આ પણ વાંચો – Gondal Marketing Yard : ઘઉંની સિઝનની સૌથી વધુ આવક નોંધાઈ, જગ્યાના અભાવે…