Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

G20 પહેલા પુતિને PM મોદી સાથે કરી ટેલિફોનિક વાતચીત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા

09:01 PM Aug 28, 2023 | Hiren Dave

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે રશિયન ફેડરેશનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin)સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. બંને નેતાઓએ દ્વિપક્ષીય સહયોગના અનેક મુદ્દાઓ પર પ્રગતિની સમીક્ષા કરી અને જોહાનિસબર્ગમાં તાજેતરમાં પૂર્ણ થયેલ BRICS સમિટ વિશે પણ વાત કરી.

 

રશિયન રાષ્ટ્રપતિએ PM મોદી સાથે ટેલિફોનિક વાતચીત કરી 
PM મોદી અને રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓને લઈને કેટલીક વાતચીત થઈ હતી. રાષ્ટ્રપતિ પુતિને 9-10 સપ્ટેમ્બર 2023ના રોજ નવી દિલ્હીમાં યોજાનારી G20 સમિટમાં હાજરી આપવા માટે અસમર્થતા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે રશિયાનું પ્રતિનિધિત્વ રશિયન ફેડરેશનના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ કરશે. રશિયાના નિર્ણય સાથે સંમત થતા, PM એ ભારતની G20 અધ્યક્ષતા હેઠળની તમામ પહેલ માટે રશિયાના સતત સમર્થન માટે રાષ્ટ્રપતિ પુતિનનો આભાર માન્યો. બંને નેતાઓ સંપર્કમાં રહેવા સંમત થયા હતા.

 

રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ કરશે ભારત

તમને જણાવી દઈએ કે પહેલા જ એ વાત સામે આવી હતી કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતમાં આયોજિત થનારી G20 સમિટમાં ભાગ લેશે નહીં. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે પુષ્ટિ કરી હતી કે પુતિન ભારત નહીં આવે. તેમનું પ્રતિનિધિત્વ રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ કરશે. પેસ્કોવએ એમ પણ કહ્યું છે કે પ્લેન ક્રેશમાં યેવજેની પ્રિગોઝિનના મૃત્યુમાં ક્રેમલિનની સંડોવણીના આરોપો તદ્દન ખોટા છે. પેસ્કોવે કહ્યું કે પશ્ચિમી દેશો કહે છે કે પ્રિગોઝિનના મૃત્યુ પાછળ ક્રેમલિનનો હાથ છે, તે સંપૂર્ણ જૂઠ છે. 

પુતિન અંગત રીતે હાજરી આપશે નહી

હકીકતમાં, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 9-10 સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હીમાં યોજાનારી G20 સમિટમાં વ્યક્તિગત રીતે હાજરી આપશે નહીં. શુક્રવારે ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવ દ્વારા આની પુષ્ટિ કરવામાં આવી હતી. પેસ્કોવે કહ્યું છે કે હાલમાં રાષ્ટ્રપતિની સપ્ટેમ્બર મહિનામાં ભારતની મુલાકાત લેવાની કોઈ યોજના નથી. તમને જણાવી દઈએ કે પુતિન જોહાનિસબર્ગમાં તાજેતરમાં પૂર્ણ થયેલ BRICS સમિટમાં વ્યક્તિગત રીતે હાજરી આપી ન હતી. તેમનું પ્રતિનિધિત્વ રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવે કર્યું હતું.

 

G-20 શું છે?

G-20ની રચના 1999માં થઈ હતી. તે પછી તે નાણા મંત્રીઓ અને કેન્દ્રીય બેંકોના ગવર્નરોનું સંગઠન હતું. તેની પ્રથમ કોન્ફરન્સ ડિસેમ્બર 1999માં જર્મનીની રાજધાની બર્લિનમાં યોજાઈ હતી. 2008-2009માં વિશ્વમાં ભયંકર મંદી હતી. આ મંદી પછી આ સંગઠનમાં ફેરફારો થયા અને તે ટોચના નેતાઓના સંગઠનમાં ફેરવાઈ ગયું. 

 

આ પણ વાંચો-બિહારમાં જાતિ આધારિત વસ્તી ગણતરી પર કેન્દ્રનું સોગંધનામું, રાજ્યો પાસે નથી વસ્તી ગણતરીનો અધિકાર