Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

બેટ્સમેન OUT છતા એમ્પાયરે ન લીધો રિવ્યૂ, આ ભૂલથી ફેરવાઈ ગયું મેચનું પરિણામ

11:49 AM Jun 28, 2023 | Hardik Shah

ક્રિકેટમાં એમ્પાયરનો એક નિર્ણય ઘણીવાર મેચમાં હાર કે જીત અપાવી દે છે. ત્યારે તાજેતરમાં રમાઈ રહેલી તમિલનાડુ પ્રીમિયર લીગમાં એક વીડિયો જોવા મળ્યો જેમા એમ્પાયરની એક ભૂલની આકરી ટીકા કરવામાં આવી રહી છે. કારણ કે એમ્પાયરની એક ભૂલના કારણે જીત-હારનું પરિણામ બદલાઇ ગયું હતું. જણાવી દઇએ કે, તમિલનાડુ પ્રીમિયર લીગ એટલે કે TNPL માટે તમામ નિયમો લાગુ છે. ટૂર્નામેન્ટમાં બ્રોડકાસ્ટર્સ છે, ડીઆરએસ છે, પરંતુ મેચ દરમિયાન જ્યારે બેટ્સમેન ડાયરેક્ટ હિટ પર આઉટ થાય છે ત્યારે મેદાન પરના અમ્પાયરો ત્રીજા અમ્પાયરનો સંપર્ક કરવાનું ટાળે છે અને આ જ કારણથી પરિણામમાં ફરક જોવા મળે છે.

એમ્પાયરની ભૂલ અને પરિણામ બદલાઈ ગયું

તમિલનાડુ પ્રીમિયર લીગ (TNPL) નો ઉત્સાહ હાલમાં ચરમસીમાએ પહોંચી ગયો છે. દરરોજ એકથી વધુ રોમાંચક મેચો રમાઈ રહી છે. જોકે, મંગળવારે રમાયેલી Lyca Kovai Kings અને Salem Spartans વચ્ચેની મેચ કઇ ખાસ ન રહી અને LKK એ SS ને 79 રને હરાવ્યું હતું. જોકે, આ મેચમાં કઇંક એવું જોવા મળ્યું જેણે હાલમાં સૌ કોઇનું ધ્યાન ખેચ્યું છે. જણાવી દઇએ કે, TNPLમાં પણ ક્રિકેટના તમામ નિયમો લાગુ છે, પરંતુ આ મેચ દરમિયાન ગ્રાઉન્ડ અમ્પાયરે રન આઉટના કિસ્સામાં DRS ન લીધું, જેના કારણે બીજી ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. મેદાન પરના અમ્પાયરની આ ભૂલની હવે આકરી ટીકા થઈ રહી છે. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જણાવી દઇએ કે, મેચ Lyca Kovai Kings અને Salem Spartans વચ્ચે રમાઈ રહી હતી. ત્રીજી ઓવરના ચોથા બોલ પર એસ સુજયે એક શોર્ટ માર્યો. બોલ તેના બેટ સાથે અથડાયો અને ફોરવર્ડ પોઈન્ટ તરફ ગયો. ત્યાંથી ફિલ્ડરે થ્રો કર્યો, જે સીધો સ્ટમ્પને વાગ્યો. સુજય નોન-સ્ટ્રાઈકીંગ એન્ડ પર હતો પરંતુ જ્યારે બોલ સ્ટમ્પને વાગ્યો ત્યારે તે ક્રીઝની અંદર હતો, પરંતુ તેના પગ હવામાં હતા.

મોટા માર્જિનથી હારી આ ટીમ

મેદાન પરના અમ્પાયરને લાગ્યું કે, તેઓ સુરક્ષિત રીતે પહોંચી ગયા છે. આવી સ્થિતિમાં, ફિલ્ડરોની અપીલ સ્વીકારવામાં આવી ન હતી અને તેઓએ મેચને આગળ વધવાની મંજૂરી આપી હતી, પરંતુ થોડીવાર પછી જ્યારે રિપ્લે જોવામાં આવ્યો ત્યારે બધા ચોંકી ગયા હતા, કારણ કે એસ સુજય આઉટ હતો અને જ્યારે તે આઉટ હતો ત્યારે તે માત્ર 10 રન બનાવી શક્યો હતો, પરંતુ જ્યારે તે આઉટ થઈને પાછો ફર્યો ત્યારે તેનો સ્કોર 44 રન હતો. ઉલ્લેખનીય છે કે, એસ સુજયની આ ઈનિંગે મેચમાં મોટો ફેરફાર કર્યો હતો અને બાદમાં લાયકા કોવાઈ કિંગ્સે મોટી જીત મેળવી હતી, કારણ કે 200 રનના ટાર્ગેટના જવાબમાં સાલેમ સ્પાર્ટન્સની ટીમ માત્ર 120 રન બનાવી શકી હતી અને 79 રનના માર્જિનથી મેચ હારી ગઈ હતી. પરંતુ આ ક્ષણ મેચનો સૌથી વધુ ચર્ચિત ભાગ હતો. જો તે સમયે સુજય આઉટ થઈ ગયો હોત તો પરિણામ અલગ હોઈ શકે.

આ પણ વાંચો – ટામેટાના ભાવ તમારા ખિસ્સાને સળગાવવા તૈયાર, પ્રતિ કિલોનો ભાવ આંખમાં લાવી દેશે આસું

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.