Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

પાણીમાં 1 ચમચી આ ચીજ ઉમેરી નાહવાથી, આખા દિવસનો થાક અને દુખાવો દૂર થશે

10:44 AM Apr 28, 2023 | Vipul Pandya

વાતાવરણ અનુસાર આપણે ઠંડા કે ગરમ પાણીથી નહાવાની તો મજા આવતી જ હોય છે, પરંતુ આ સિવાય પણ એવી ઘણી હર્બલ અને નેચલર પ્રોડક્ટ્સ હોય છે, જે આપણા મન અન શરીરને તાજગીથી ભરી દે છે. તો આજે આપને એક એવી જ ચીજથી નહાવાના ફાયદા વિશે જણાવીશું , જે ગરીબોથી લઈ કરોડોપતિના ઘરમાં અવશ્ય હશે હશે અને હશે જ.

જી હાં.. આપ પણ વિચારમાં પડી ગયા હશો કે એવી તો વળી કઈ ચીજ હશે. અમે વાત કરી રહ્યા છે મીઠાંની. મીઠું એક એવી ચીજ છે કે જેના માટે આપણે સહેજપણ કોમ્પ્રોમાઈઝ નથી કરી શકતા. નહીં ઓછું હોય કે નહીં વધારે પડતું.., પ્રમાણસર મીઠું ન હોય તો પણ ભોજનનો સ્વાદ પણ બેસ્વાદ જ લાગશે.. તો ચાલો જાણીએ, ભોજનમાં સ્વાદ વધારવાની સાથે અન્ય કેવી રીતે ફાયદાકારક છે આ ‘મીઠું’?  
હૂંફાળા પાણીમાં 1 ચમચી મીઠું ઉમેરીને નાહવાના ફાયદા
  • સાંધાનો દુખાવો ઓછો કરે છે.
  • હાડકાના સામાન્ય દુખાવામાં રાહત અપાવે છે.

  • પગમાં દુખાવો થતો હોય તો આ પાણીમાં પગ પલાળી રાખો.
  • ઈન્ફેક્શનથી બચાવે છે.

  • મીઠાના પાણીથી નહાવાથી ચામડીના પૉર્સ ખૂલી જાય છે, જેથી ચોમડીની ગંદકી સાફ થઈ જાય છે.
  • પૉર્સ સ્વચ્છ થઈ જતા ખીલની સમસ્યાથી પણ રાહત મળે છે.
  • બોડીનુ ડિટોક્સીફિકેશન થતાં ડાઘ-ધબ્બાં ઓછા થતાં નજરે પડે છે.

  • કોઈ વાતનો સ્ટ્રેસ હોય ત્યારે પણ પાણીમાં મીઠું નાખીને સ્નાન કકરી લેવાથી ફ્રેશ થઈ જવાય છે.

  • પાણીમાં મીઠું નાખીને નાહવાથી મીઠામાં રહેલા મિનરલ્સ શરીરમાં શોષાઈ જાય છે. તેમજ મીઠામાં રહેલા સોડિયમની અસર મગજ પર થતી હોવાથી સ્ટ્રેસ ફ્રી થઈ જવાય છે..