Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Indian Soldiers અને આતંકવાદીઓ વચ્ચે થયેલા ઘમાસાણનો જુઓ વીડિયો

08:54 PM Sep 15, 2024 |
  • સૈનિકો અને આતંકવાદીઓ વચ્ચે શનિવારના રોજ ઘમાસાણ
  • 3 આતંકવાદીઓ Indian Soldiers ની ગોળીના શિકાર
  • સૈનિકોનો કાફલો ચક ટાપર વિસ્તાર તરફ કૂચ કરી હતી

Baramulla gunfight viral Video : Kashmir ના Baramulla માં Indian Soldiers અને આંતકવાદીઓ વચ્ચે ઘમાસાણ થયું હતું. ત્યારે આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર ફરી રહ્યા છે. જોકે આ હુમલામાં Indian Soldiers એ કુલ 3 આતંકવાદીઓને ઠાર માર્યા હતાં. તે ઉપરાંત તેમની પાસેથી મોટા પ્રમાણમાં હથિયારોનો જથ્થો મળી આવ્યો હતો. જોકે આ આતંકવાદીઓની ઓળખ હજુ સુધી થઈ નથી. જોકે આ વિસ્તારમાં આતંકવાદીઓને લઈ સુરક્ષા કડક કરવામાં આવી છે. તે ઉપરાંત આ હુમલો Indian Soldiers માટે સફળ સાબિત થયો છે.

સૈનિકો અને આતંકવાદીઓ વચ્ચે શનિવારના રોજ ઘમાસાણ

જોકે Indian Soldiers અને આતંકવાદીઓ વચ્ચે શનિવારના રોજ ઘમાસાણ થયું હતું. ત્યારે આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં આતંકવાદી એક ઘરમાંથી બહાર નીકળી Indian Soldiers ના સકંજામાંથી નીકળવાનો પ્રયાસ કરે છે. તો વીડિયોમાં જોઈ શકાય છે કે, આતંકવાદીઓ અને Indian Soldiers એકબીજા પર અનરાધાર ગોળીઓનો વરસાદ કરી રહ્યા છે. તે ઉપરાંત આ સમય દરમિયાન આતંકવાદીઓના નિવાસસ્થાનની ચોતરફ ફરી વળ્યા હતાં. તેના કારણે કોઈપણ આતંકવાદી ઘરની બહાર નીકળે તો, તેને ઠાર મારવામાં આવતો હતો. ત્યારે આ ગોળીબાર વચ્ચે એક આતંકવાગી ભાગવાની કોશિશ કરે છે. ત્યારે જ સૈનિકોએ ગોળીઓનો વરસાદ કરીને તેને જમીનદોસ્ત કર્યો હતો.

આ પણ વાંચો: Rahul Gandhi દેશના નંબર-1 આતંકવાદી હોવાનો શીખ નેતાએ કર્યો દાવો

3 આતંકવાદીઓ Indian Soldiers ની ગોળીના શિકાર

જોકે આતંકવાદી સંપૂર્ણ પણે મર્યો ન હતો. તે જમીન પર ઘસાડીને તેની બંદુક ઉપાડવા માટે આગળ વધી રહ્યો હતો. ત્યાર ફરી એકવાર સૈનિકોની ગોળીઓને તે શિકાર બન્યો હતો. ત્યારે આ ઘટનામાં કુલ 3 આતંકવાદીઓ Indian Soldiers ની ગોળીના નિશાન પર આવ્યા હતાં. તે ઉપરાંત આ હુમલાને વિધાનસભાની ચૂંટણી પહેલાનો મોટો હુમલો માનવામાં આવી રહ્યો છે. ત્યારે જમ્મુ-કાશ્મીરના મોટાભાગના વિસ્તારોમાં ચાંપતો સૈનિકો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેની સાથે Indian Soldiers ની ખાસ ટુકડી દ્વારા વિવિધ ઓપરેશન પણ શરું કરવામાં આવ્યા છે.

સૈનિકોનો કાફલો ચક ટાપર વિસ્તાર તરફ કૂચ કરી હતી

એક અહેવાલ અનુસાર Indian Soldiers ને Baramulla માં આવેલા ચક ટાપરમાં અજ્ઞાત આતંકવાદીઓની હાજરી હોવાની માહિતી મળી હતી. ત્યારબાદ Indian Soldiers નો કાફલો ચક ટાપર વિસ્તાર તરફ કૂચ કરવા આગળ વધવાનું નક્કી કર્યું હતું. જે બાદ ચક ટાપરની અંદર એક નિવાસસ્થાનની ઘેરાબંદી કરવામાં આવી હતી. ત્યાર સૌ પ્રથમ આતંકવાદીઓ એ Indian Soldiers પર ગોળીબાર કરવાનું શરું કર્યું હતું. ત્યારબાદ Indian Soldiers ના જવાબી હુમલામાં 3 આતંકવાદીઓ ઠાર મર્યા હતાં.

આ પણ વાંચો: CM Kejriwal નો રાજીનામું આપવાનો નિર્ણય જ તેમનો ગુનો કબૂલ કરે છે!