+

Bank Employee Protest: 7 વર્ષથી પગારમાં વધારો ન થતા ખાનગી બેંકના કર્મચારીઓએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું

Bank Employee Protest: આજે દેશભરમાં ખાનગી બેંકના ચોથા વર્ગના કર્મચારીઓ પગાર વધારાની માગ સાથે હડતાળ પર ઉતર્યા છે. ત્યારે આ હડતાળના પડઘા સુરતના અડાજણ વિસ્તારમાં પણ જોવા મળ્યા હતા. સુરતના…

Bank Employee Protest: આજે દેશભરમાં ખાનગી બેંકના ચોથા વર્ગના કર્મચારીઓ પગાર વધારાની માગ સાથે હડતાળ પર ઉતર્યા છે. ત્યારે આ હડતાળના પડઘા સુરતના અડાજણ વિસ્તારમાં પણ જોવા મળ્યા હતા. સુરતના અડાજણ વિસ્તારમાં પગાર વધારાની માગ સાથે બેંકના સત્તાધીશો સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

  • કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા કર્મચારીઓની હડતાળ
  • પગાર વધારો સુધી હડતાળ ચાલુ રહેશે
  • બેંકના સત્તાધીશો આંખ આડે કાન કરી રહ્યા

આજરોજ સુરતાના અડાજણ વિસ્તારમાં આવેલી એક્સીસ બેંકના કર્મચારીઓએ પગાર વધારાનો હુંકાર બેંકના સત્તાધીશો સામે કર્યો હતો. આ બાબતે છારવારે બેંકના સત્તાધીશોને પગાર વધારને લઈ ટકોર કરવામાં આવતી હતી. તેમ છતા આટલા વર્ષો પછી પણ પગારને લઈ કોઈ પણ પ્રકારનું પગલું ભરવામાં આવ્યું ન હતું.

Bank Employee Protest

પગાર વધારો સુધી હડતાળ ચાલુ રહેશે

તેથી બેંકના કર્મચારીઓએ હડતાળ કરવાનો માર્ગ અપનાવ્યો હતો. તો હડતાળ સમયે બેંકમાં ફરજ બજાવતા પટવાળા પાંડુરંગ મોરેએ જણાવ્યું હતું કે, વર્ષોથી બેંકમાં ચોથા વર્ગના કર્મચારી ફરજ બજાવે છે. તેમ છતા તેમના પગારમાં વધારો કરવામાં આવ્યો નથી. તેથી દેશભરના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. જ્યાં સુધી પગાર વધારો નહીં કરવામાં આવે, ત્યાં
સુધી હડતાળ ચાલુ રહેશે.

Bank Employee Protest

બેંકના સત્તાધીશો આંખ આડે કાન કરી રહ્યા

બેંકમાં જે કર્મચારીઓ છેલ્લા 15 વર્ષથી કામ કરે છે. તેમનો પણ ચોથા પગારપંચ અંતર્ગત પગાર વધારો કરવામાં આવ્યો નથી. જ્યારે પણ કર્મચારીઓએ વહીવટદારોને આ મામલે જાણ કરી છે. ત્યારે બેંકના સત્તાધીશો અને વહીવડદારોએ આંખ આડા કાન કરી લીધા છે.

આ પણ વાંચો: Banaskantha : દાંતામાં હીંચકે ઝૂલતા લાગ્યો કરંટ, ત્રણ પૈકી 2 માસૂમ બાળકીઓનાં મોત

આ પણ વાંચો: SURAT: જિલ્લા કલેકટર ખાતે EVM અને VVPATનું પ્રથમ રેન્ડમાઇઝેશન કરાયું

આ પણ વાંચો: Mehsana : પરશોત્તમ રુપાલા સામે વિરોધનો વંટોળ મહેસાણા પહોંચ્યો, બેનરો લગાવી કરી આ માગ

Whatsapp share
facebook twitter