Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

BANASKANTHA : વર્ષો પહેલા શ્રાપિત હતું આ ગામ, માતાજીનો ચમત્કાર થયો અને..

04:11 PM Apr 23, 2024 | Harsh Bhatt

BANASKANTHA : બનાસકાંઠાના ( BANASKANTHA ) પાલનપુર તાલુકામાં આવેલું એગોલા ગામ એવું ગામ છે કે જ્યાં આજના દિવસે ગામની સુખાકારી માટે સમગ્ર ગામના લોકો ઢોર ઢાંખર સહિત સવારથી જ ગામની બહાર જતા રહે છે.ચેત્ર સુદ પૂનમને દિવસે આ ગામમાં માનવીય ચહલ પહલ બંધ થઈ જાય છે. આ પરંપરા વર્ષોથી ગામ વાસીઓ નિભાવી રહ્યા છે જોઈએ કેમ ગ્રામજનો આજના દિવસે ગામ છોડીને બહાર ચાલ્યા જાય છે અમારા આ ખાસ અહેવાલમાં…

ચૈત્રી સુદ પૂનમને દિવસે BANASKANTHA જિલ્લાના પાલનપુર તાલુકાના એગોલા ગામમાં જઈએ તો સમગ્ર ગામ સુમસામ ભાસે છે, ઢોર ઢાંખર સહિત ગ્રામજનો વહેલી સવારથી જ ગામ છોડી દે છે.અને ગામથી એક કિલોમીટર દૂર મહાકાળી માતાજીના મંદિરમા જઈને સમગ્ર ગ્રામજનો આરતી, હોમ હવન કરી અને કોઈ પણ જાતના નાત જાતના ભેદભાવ વગર માતાજીના મંદિરમાં સમગ્ર ગ્રામજનો રસોઈ બનાવી ત્યાં જમે છે અને આખો દિવસ માતાજીની આરાધના કરી સાંજે આરતી બાદ સમગ્ર ગ્રામજનો ગામમા પ્રવેશ કરે છે.

વર્ષો પહેલા શ્રાપિત હતું આ ગામ

કહેવાય છે કે, વર્ષો પહેલા આ ગામ શ્રાપિત હતું સમગ્ર ગામમાં રોગચાળો પ્રસર્યો હતો, આંતરે દહાડે ગામમાં લોકોના મોત થતા હતા કોઈ મહાત્માના શ્રાપના કારણે સમગ્ર ગામ વ્યથિત હતું પીડિત હતું. કહેવાય છે કે, ગ્રામજનોની પીડા અને દુઃખ જોઈ મંદિરના પુજારીને અનોખો ભાવ પ્રગટ થતાં ગ્રામજનો તેમજ પુજારીએ માતાજીનું સ્મરણ કરી સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. એ વખતે ગ્રામલોકોએ એવો સંકલ્પ કર્યો હતો કે, ચેત્ર સુદ પૂનમના દિવસે ગામમાંથી તમામ લોકો એક જ રસ્તેથી બહાર નીકળી માતાજીના મંદિરમા આવી પૂજા અને હવન કરી માતાજીની ભક્તિ કરી સુખડી અને ખીરનો પ્રસાદ કરી સાથે મળી ભોજન કરશે આજે પણ સમગ્ર એગોલા ગામ ચેત્ર સુદ પૂનમના દિવસે ઢોર ઢાંખર સહિત લોકો આજના દિવસે સમગ્ર પરિવાર સાથે મંદિરે આવી આખો દિવસ માતાજીની આરાધના કરે છે. ગામમાં જેટલા ઘર હોય તેટલા અલગ ચૂલા બનાવીને માતાજીની પ્રસાદ કરી ભોજન બનાવીને એકસાથે જમે છે અને આખો દિવસ મંદીરમાં રહીને પૂજા અર્ચના કરે છે.

ચમત્કાર થયો અને ગામની સુખાકારી વધી…

ગામના પૂજારી રમણભાઈ રાવલ જણાવ્યું કે, વર્ષો પહેલા અમારા ગામમાં બહુ ભયંકર બીમારી પેદા થઈ હતી ઢોર તેમજ માણસોના મૃત્યુ થતા હતા..તેમજ ગામના ગુલાબસિંહ રાજપૂતએ જણાવ્યું કે, અમારું ગામ રોગ ચાળા મુક્ત થતાં આંતરા દિવસે ગ્રામજનો આજના દિવસે ગામ છોડી બહાર નીકળી જાય છે.

કહેવાય છે કે, ગામમાં રોગચાળો ફાટયા બાદ માતાજીનો અથાગ ભાવ પ્રગટ થતાં શ્રી મહાકાળી માતાજીના મંદિરે જઇ ગ્રામજનોએ આજીજી કરી હતી અને જાણે ચમત્કાર થયો હોય તેમ તે બાદ ગામની સુખાકારી વધી હતી. ત્યારથી એકોતરા વર્ષે ચૈત્રી પૂનમે ગામના અબાલ વૃધ્ધ સૌ કોઇ વહેલી સવારે શુભમૂર્હૂતમાં ગામના મુખ્ય પ્રવેશ દ્વારથી ગામ બહાર જાય છે. જ્યાં સુખડીનો પ્રસાદ બનાવવામાં આવે છે. સમગ્ર દિવસ ગ્રામજનો ગરબા રમી માતાજીના ગુણલા ગાય છે અને સાંજે શુભમૂર્હૂતમાં ગામના મુખ્યદ્વારથી ગામમાં પરત ફરે છે.

આ દિવસે ગામમાં કોઈને રહેવા દેવામાં આવતું નથી..

આજના દિવસે ગામમાં કોઈ પણ રહેતું નથી સમગ્ર ગામ બિલકુલ ખાલી હોય છે. જો ગામમાં કોઈ વૃદ્ધ બીમાર હોય કે કોઈ મહિલાની ડિલિવરી હોય તો પણ તેને ગામથી બહાર ખેતરમાં લઈ જવાય છે, પણ ગામમાં કોઈને રહેવા દેવામાં આવતું નથી અને ગામ બહારથી કોઈ આવેતો તેને ગામમ પ્રવેશ પણ આપવામાં આવતો નથી.મહાકાળી માતાજીના મંદિરે એક નાથજી -મહાત્માના આદેશથી તા. 17-05-1979ના દિવસથી અખંડ જ્યોત પ્રગટાવવામાં આવી છે. જે આજદિન સુધી અખંડ છે. અહી દર માસની અજવાળી પુનમે લોકો પગપાળા પુનમ ભરવા આવે છે.એગોલામાં રહેતા કેટલાક ગ્રામજનો ધંધાર્થે મુંબઇ- અમદાવાદ સહિત અન સ્થળોએ સ્થાયી થયા હોય કે ગામની કુવાસીઓ હોય તે પણ આજના દિવસે અહીં આવે છે અને મંદિર પરિસરમાં અલગ ચૂલો બનાવીને સુખડી અને ખીરનો પ્રસાદ બનાવીને ભોજન કરે છે.

અહેવાલ – સચિન શેખલીયા

આ પણ વાંચો : SARANGPUR : CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા કષ્ટભંજન ભગવાનની શરણે