+

Banaskantha: નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યનો પ્રશિક્ષણ વર્ગ યોજાયો

અહેવાલ- સચિન શેખલીયા, બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા બનાસકાંઠા અને પાટણ જિલ્લાની ભાજપ શાસિત નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યનો એક દિવસીય પ્રશિક્ષણ વર્ગ પાલનપુર ટાઉનહોલ ખાતે યોજવામાં આવેલ હતો. આ…

અહેવાલ- સચિન શેખલીયા, બનાસકાંઠા

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા બનાસકાંઠા અને પાટણ જિલ્લાની ભાજપ શાસિત નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યનો એક દિવસીય પ્રશિક્ષણ વર્ગ પાલનપુર ટાઉનહોલ ખાતે યોજવામાં આવેલ હતો. આ પ્રશિક્ષણ વર્ગમાં બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, સંસદ, ધારાસભ્ય સહિત પ્રદેશ સહ પ્રવક્તાએ દીપ પ્રાગટ્ય કરી શુભારંભ કરાવ્યો હતો.

નગરપાલિકાના સાથે પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયો

પાલનપુર શહેરમાં આવેલા નગરપાલિકા ટાઉનહોલ ખાતે આજે બનાસકાંઠા તેમજ પાટણ જિલ્લાના નવીન ચૂંટાયેલા નગરપાલિકાના સાથે પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાજપ પ્રમુખ કિર્તીસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે ભારતીય જનતાપાર્ટી રાષ્ટ્રીય યોજના મુજબ ગુજરાત પ્રદેશ દ્વારા બનાસકાંઠા અને પાટણ જિલ્લાની ભાજપ શાસિત નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યનો એક દિવસીય પ્રશિક્ષણ વર્ગ પાલનપુર ખાતે યોજવામાં આવેલ હતો.

174 જન પ્રતિનિધિઓને પ્રશિક્ષણ આપવામાં આવશે

આ પ્રશિક્ષણ વર્ગમાં ચૂંટાયેલા 174 જન પ્રતિનિધિઓને પ્રશિક્ષણ આપવામાં આવશે. અમારા પ્રશિક્ષિત કરાયેલા કાર્યકર્તાઓ જાહેર જીવનની અંદર એક અલગ મિશનથી કામ કરે છે. રાષ્ટ્ર અને રાષ્ટ્રની પ્રજાને સમર્પિત થઇ કામ કરે છે. અમારી પાર્ટીની પ્રાથમિકતા પ્રથમ દેશ બીજી પાર્ટી અને છેલ્લે પોતાનું વિચાર કરતા કાર્યકરો છે. પાર્ટીનો કાર્યકર્તા રાષ્ટ્રને પ્રથમ સમર્પિત છે.

ભારતીય જનતા પાર્ટીની પરંપરા મુજબ પ્રશિક્ષણ વર્ગ યોજાઈ રહ્યો છે

આ પ્રશિક્ષણ વર્ગમાં મુખ્ય વક્તા પૂર્વ પ્રદેશ મહામંત્રી કે. સી. પટેલ, ડીસા ધારાસભ્ય પ્રવિણભાઈ માળી, પૂર્વ ગુડાના ચેરમેન આશિષભાઈ દવે, પ્રદેશ સહ પ્રવક્તા કિશોરભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીની પરંપરા મુજબ પ્રશિક્ષણ વર્ગ યોજાઈ રહ્યો છે. તેમાં બનાસકાંઠા અને પાટણ જિલ્લાની નગરપાલિકાઓના 174 નગર સેવકોનો આજે પ્રશિક્ષણ વર્ગમાં જોડાયા છે.

પ્રજાલક્ષી કાર્યોને પ્રથમ પ્રાથમિકતા આપી રાષ્ટ્રને સમર્પિત

જેમાં તમામ નગર સેવકો પ્રશિક્ષિત થઇ પોતાના વિસ્તારમાં પ્રજાલક્ષી કાર્યોને પ્રથમ પ્રાથમિકતા આપી રાષ્ટ્રને સમર્પિત કામ કરશે. વક્તાઓ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની જન કલ્યાણ કારી યોજનાઓનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપરોક્ત આગેવાની બન્ને જિલ્લાના અનેક કાર્યકરો હાજર રહ્યા હતા.

આ પણ વાંચો –  Panchmahal: સર્જરીની માનતા પુરી કરવા પિતા વૈષ્ણોદેવી જવા રવાના

Whatsapp share
facebook twitter