Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

BANASKANTHA : કૂવામાં કામ કરતાં 3 શ્રમિકોનું ગૂંગળામણથી નીપજ્યું મોત, વાંચો શું છે સમગ્ર ઘટના

09:11 AM Apr 24, 2024 | Harsh Bhatt
  • બનાસકાંઠામાં કૂવામાં કામ કરતા ત્રણ શ્રમિકોના મોત
  • કૂવામાં કામ કરતા 5 શ્રમિકોને ગૂંગળામણ થઈ હતી અસર
  • પાલનપુર ડીસા હાઈવે પર આવેલી પેપર મિલની ઘટના
  • અન્ય 2 શ્રમિકો પાલનપુર સિવિલમાં સારવાર હેઠળ
  • એક શ્રમિકને બચાવવા જતા 4 શ્રમિકો બન્યા ગૂંગળામણનો ભોગ
  • ગઢ પોલીસે ઘટના સ્થળે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી

પાલનપુર ડીસા હાઈવે પરથી હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પાલનપુર ડીસા હાઈવે પર આવેલી પેપર મિલના કૂવામાં કામ કરી રહેલા 5 મજૂરોને ગૂંગળામણની અસરની અસરના કારણે મોટી દુર્ઘટના થવા પામી છે.

ગૂંગળામણને કારણે 3 મજૂરોના મોત નિપજ્યાં છે. આ મજૂરોને108 અને ફાયર ટીમની મદદથી પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવવામાં આવ્યા હતા.  જ્યાં સારવાર દરમિયાન 3 મજૂરોના મોત નિપજ્યાં હતા. જ્યારે અન્ય 2 મજૂરોને પાલનપુર સિવિલમા સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.

બનાસકાંઠાના પાલનપુર ડીસા હાઈવે પરથી આ હ્રદય કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, પેપર મિલના કૂવામાં 5 મજૂર કામ કરી રહ્યા હતા. તે સમય દરમિયાન કૂવામાં એક મજૂરને કોઈ સમસ્યા સર્જાતા એક મજૂરને બચાવવા જતાં ચાર મજૂરો કૂવામાં ગૂંગળામણનો ભોગ બન્યા હતા, જેમાં 3 મજૂરોનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું તેમજ 2 હજી પણ સારવાર હેઠળ છે. હાલ સમગ્ર બાબતને લઈને ગઢ પોલીસે ઘટના સ્થળે  પહોંચી હતી અને તેમણે હાલ આ બાબત અંગે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : CHOTILA : ચૈત્રી પુનમની મોડી રાત્રે ધર્મગુરૂ કાલીપુત્ર કાલીચરણ મહારાજ ચોટીલા દર્શનાર્થે પહોંચ્યા