Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

બનાસ ડેરી દ્વારા દૂરના રાજ્યોમાં ઝડપી દૂધ પહોંચાડવા ‘ટ્રક ઓન ટ્રેક’ સુવિધાનો પ્રારંભ

10:58 AM Jun 12, 2023 | Vishal Dave

અહેવાલઃ સચિન શેખલિયા, બનાસકાંઠા 

બનાસકાંઠા જિલ્લામાં આવેલી એશિયાની સૌથી મોટી બનાસ ડેરી દ્વારા દૂરના રાજ્યોમાં ઝડપી દૂધ પહોંચાડવા ટ્રક ઓન ટ્રેક સુવિધાનો પ્રારંભ કરાયો છે. બનાસ ડેરીના ચેરમેન અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ દૂધ ભરેલા 25 ટેન્કર એટલે કે 7.50 લાખ લીટર દૂધના ટેન્કર ભરેલી ટ્રેનને લીલીઝંડી આપી પાલનપુરના કરજોડાથી ન્યુ રેવાડી રવાના કરી..

બનાસકાંઠા જિલ્લામાં આવેલી અને એશિયાની સૌથી મોટી બનાસ ડેરી દ્વારા દિલ્હી ફરીદાબાદ સહિતના અનેક સ્થળોએ વર્ષોથી ટેન્કર દ્વારા દૂધ પહોંચાડવામાં આવી રહ્યું છે અને આ ટેન્કરો રોડ માર્ગે જે તે રાજ્યમાં દૂધ લઈને પહોંચતા જોકે પાલનપુરથી ફરીદાબાદ દૂધ લઈને જતું ટેન્કર અંદાજિત 30 કલાકે પહોંચતું..જેમાં રોડ માર્ગે ટેન્કર પહોંચાડવામાં સમય તો વેડફાતો જ પરંતુ સાથે સાથે ડીઝલનો પણ મોટા પ્રમાણમાં વેડફાટ થતો ત્યારે ડીઝલનો વેડફાટ અટકાવી પ્રદૂષણ બચાવી શકાય અને સમયનો બચાવ થાય તે હેતુસર બનાસડેરી અને રેલવે વિભાગ દ્વારા ટ્રક ઓન ટ્રેક સુવિધાનું આયોજન છેલ્લા કેટલાય સમયથી ચાલી રહ્યું હતું અને તે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સપનું પણ હતું, જોકે તે આયોજનના ભાગરૂપે આજથી બનાસડેરી દ્વારા ટ્રક ઓન ટ્રેક સુવિધાનો પ્રારંભ કરાયો છે જેને લઈને બનાસડેરીના ચેરમેન અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ 30 હજાર લીટર દૂધ ભરેલા 25 દૂધના ટેન્કર મળી 7.50 લાખ લીટર દૂધના ટેન્કર ભરેલી ટ્રેનને લીલીઝંડી આપી અને રવાના કરાઈ હતી.

 

ટ્રેન દ્વારા આ 25 ટેન્કરોને ન્યુ રેવાડી સુધી 30 કલાકની જગ્યાએ 12-13 કલાકમાં પહોંચાડી શકાશે. જે બાદ ટેન્કર ચાલકો આ દૂધ ભરેલા ટેન્કરોને રોડ માર્ગે ન્યુ રેવાડી થી ફરીદાબાદ પહોંચાડશે, જોકે અત્યારે તો આ ટ્રેન દ્વારા ટેન્કરોને ન્યુ રેવાડી સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરાઈ છે પરંતુ આગામી દિવસોમાં આ ટ્રેન દ્વારા ટેન્કરો છેક ફરીદાબાદ તેમજ અન્ય રાજ્યોમાં પહોંચશે તેવી પણ વ્યવસ્થાનું આયોજન કરવામાં આવશે ,જોકે આ દૂધના ટેન્કર ભરેલી ટ્રેનમાં ટેન્કર ચાલકોને રહેવા તેમજ આરામ કરવાની પણ અલાયદી સુવિધા કરાઈ છે.બનાસડેરીના આ નવતર આયોજનમાં કારણે બનાસડેરી ઉપર ખર્ચનું ભારણ ઘટતાં જિલ્લાના પશુપાલકોને ફાયદો થશે.