Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Banas Dairy : પશુપાલકો માટે ખુશીના સમાચાર, બનાસ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં કર્યો વધારો

06:03 PM Apr 20, 2024 | Hiren Dave

Banas Dairy: બનાસકાંઠા જિલ્લામાં મોટા ભાગના લોકો પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે અને પશુપાલકો બનાસ ડેરીમાં (BANAS DAIRY) દૂધ ભરાવી સારી એવી આવક મેળવી રહ્યા છે.દૂધ ઉત્પાદકો દૂધના વ્યવસાય થકી આર્થિક વિકાસ હાંસલ કરી શકે તે માટે બનાસ ડેરી દ્વારા આજે પશુપાલકોના હિતમાં નિર્ણય લેવાયો છે. દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂપિયા 15 નો વધારો કરવાનો મહત્વનો નિર્ણય કરાતા પશુપાલકોમાં ખુશી જોવા મળી રહી છે.

 

બનાસકાંઠામાં પશુપાલનનું પ્રમાણ વધ્યું

બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગના લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે અને બનાસકાંઠા જિલ્લામાં એશિયાની નંબર વન ગણાતી બનાસ ડેરી પણ બનાસકાંઠા જિલ્લામાં આવેલી છે. પશુ પાલકો  પશુઓનું દૂધ ભરાવી સારી એવી આવક પણ મેળવી રહ્યા છે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી (SHANKARBHAI CHAUDHARY)દ્વારા પશુપાલકોને આર્થિક રીતે સધ્ધર બનાવવા સમયે સમયે દૂધના ભાવમાં વધારો તેમજ પશુપાલકોના હિતમાં નિર્ણય કરવામાં આવે છે જેના કારણે બનાસકાંઠામાં પશુપાલનનું પ્રમાણ વધ્યું છે.

પહેલા આટલો ભાવ અત્યારે આટલો ભાવ.

બનાસડેરીમાં પહેલા દૂધના પ્રતિ કિલો ફેટ પર રૂપિયા 795 ચુકવવામાં આવતા હતા પરંતુ હવે બનાસડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂપિયા 15 નો વધારો થતા પશુપાલકોને રૂપિયા 820 ચૂકવામાં આવશે. આ મહત્વના નિર્ણય ને લઈ જિલ્લાના પશુપાલકોમાં ખુશી જોવા મળી રહી છે.

 

આ પણ  વાંચો – VADODARA : લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા ફૂડ આઉટલેટ સામે પાલિકા તંત્ર સખ્ત

આ પણ  વાંચો – LokSabhaEletion : ગાંધીનગર લોકસભાની બેઠક પર 8 ઉમેદવારના ફોર્મ થયા રદ્દ

આ પણ  વાંચો – Amreli : કોંગ્રેસ ઉમેદવાર જેનીબેન ઠુમ્મરનું ફોર્મ રદ કરવા માગ, જાણો શું છે કારણ ?