Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

આડેધડ હેયર ટ્રાન્સપ્લાન્ટ કરાવનારા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો, હાઇકોર્ટે બહાર પાડવી પડી ગાઇડલાઇન

01:28 AM May 04, 2023 | Vipul Pandya

આડેધડ હેયર ટ્રાન્સપ્લાન્ટ (Hair Transplant) ની ભયાનક અસરોને લઇને કોર્ટે એડવાઇઝરી (Advisory) બહાર પાડી છે.. જામિયામાં રહેનાર અતહર રશિદનું ગત જૂન મહિનામાં હેયર ટ્રાન્સપ્લાનન્ટ બાદ મોત થયું હતું..30 વર્ષીય અતહર રશિદ ટેલિવિઝન એકઝિક્યુટિવ હતો.. નાની ઉંમરે વાળ ખરી જવાને કારણે અતહરના માથામાં ટાલ પડી ગઇ હતી..જે તેના દેખાવ પર અસર કરી રહી હોય તેવું તેને લાગ્યું હતું.. જેથી હેયર ટ્રાન્સપ્લાન્ટ કરાવી સુંદર દેખાવા અને આત્મવિશ્વાસ વધારવા માટે તેણે પ્રયાસ કર્યો. પરંતુ સર્જરીમાં ખામી રહી જતા, ભારે પીડા ભોગવ્યા બાદ તેનું મોત થયું. સર્જરી કરાવ્યા બાદ તેના માથાના ભાગમાં સ્પેશીશ થવા લાગ્યા હતા.. બાદમાં તેની કિડની પર અસર થઇ હતી.અને બાદમાં મલ્ટી ઓર્ગન ફેઇલ થઇ જવાથી અતહર રશીદનું મોત થયું.
 
તેમનો પરિવાર હવે વળતરની માંગ કરી રહ્યો છે. દિલ્હીના રોહીણીમાં આવેલા એક સલુનમાં અતહરે હેયર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું. જે બાદ તેનું મોત થયું હતું ..આ મામલા બાદ હેયર ટ્રાન્સપ્લાન્ટ કરનાર આ સલૂનની હાઇકોર્ટે ઝાટકણી કાઢી.
વાળ ખરવાની સમસ્યા સામાન્ય બનતી જાય છે 
આજની ભાગદોડ ભરેલી લાઇફમાં વાળ ખરવા ખુબજ સામાન્ય સમસ્યા બની ગઇ છે. વાળ ખરવાની સમસ્યાનો સામનો મહિલા અને પુરુષો બન્નેને જ કરવો પડી રહ્યો છે. વાળ ખરવાની સમસ્યાને કારણે લોકો યુવાનીમાં ઘરડા દેખાવા લાગે છે. વાળ ખરવાની સમસ્યા ઘણીવાર લાઇફ સ્ટાઇલને કારણે હોય છે તો  ઘણીવાર આ સમસ્યા જીનેટિક પણ હોય છે.. ટાલની સમસ્યાથી છુટકારો મેળવવા માટે આજકાલ માર્કેટમાં અનેક પ્રકારની ટ્રિટમેન્ટ ઉપલબ્ધ છે.જેમાંથી એક છે હેયર ટ્રાન્સ પ્લાન્ટ. છેલ્લા કેટલાક વર્ષોથી ટાલ પડવાની સમસ્યાથી પરેશાન લોકો હેયર ટ્રાન્સપ્લાન્ટનો સહારો લઇ  રહ્યા છે. 
કઇ રીતે હેયર ટ્રાન્સપ્લાન્ટ થાય છે ?
હેર ટ્રાન્સપ્લાન્ટ એક એવી પ્રોસેસ છે જેમાં માથાની પાછળના ભાગમાં કે પછી સાઇડમાં જ્યાં વાળનો ગ્રોથ સારો હોય ત્યાંથી વાળ લઇને માથાની તે જગ્યા પર પ્લાન્ટ થાય છે જ્યાં વાળ નથી હોતા. આ સંપૂર્ણ પ્રોસેસમાં અનેક અઠવાડિયાનો સમય લાગે છે. આ સર્જરીથી ટાલની સમસ્યાથી તો છૂટકારો મળી જાય છે…પરંતુ ઘણીવાર આની સાઇડ ઇફેક્ટ પણ થાય છે. એવા ઘણા મામલા સામે આવ્યા છે જેમાં હેયર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા બાદ વ્યક્તિનું મોત થઇ ચૂક્યું હોય.અમે આપને આવાજ એક મામલા વિશે જણાવવા જઇ રહ્યા છે,  જ્યાં 30 વર્ષના એક વ્યકિત માટે હેયર ટ્રાન્સપ્લાન્ટ કરાવવું જીવલેણ સાબિત થયું.
શું કહેવામાં આવ્યું છે એડવાઇઝરીમાં ? 
એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું કે માત્ર લાયકાત ધરાવતા ડોક્ટર જ હેયર ટ્રાન્સપ્લાન્ટ કરી શકે છે. એડવાઇઝરીમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જે જગ્યાએ આ સર્જરી કરવામાં આવે તે જગ્યા કોઇ  હોસ્પિટલ સાથે જોડાયેલી હોય કે પછી આઇસીયુની સુવિધા હોય કે જેથી કોઇ પ્રોબ્લેમ થાય તો દર્દીને તુરંત ત્યાં દાખલ કરી શકાય. સાથે જ ગાઇડલાઇન અનુસાર ટ્રાન્સપ્લાન્ટ કરાવનાર વ્યક્તિને પહેલા આની પ્રોસઝિર અને તેના ફાયદા અને નુકસાનની જાણકારી આપવી જોઇએ 
શું છે હેયર ટ્રાન્સપ્લાન્ટ ?
 – હેયર ટ્રાન્સપ્લાન્ટ એક એવી પ્રક્રિયા છે જેમાં પ્લાસ્ટિક સર્જન કે પછી ડર્મેટોલોજિસ્ટ (Dermatologist) સર્જન વાળને માથાના ટાલવાળા ભાગમાં ટ્રાન્સપ્લાન્ટ કરે છે. સામાન્ય રીતે વાળને માથાના પાછળના ભાગેથી લઇ માથાના આગળના  ભાગમાં કે વચ્ચે ટ્રાન્સપ્લાન્ટ કરાય છે. 
– હેયર ટ્રાન્સપ્લાન્ટ સામાન્ય રીતે લોકલ એનેસ્થેસિયા અંતર્ગત મેડિકલ ઓફિસમાં કરવામાં આવે છે. કેટલા પ્રકારના  હોય છે હેયર ટ્રાન્સપ્લાન્ટ ?
 
 – હેયર ટ્રાન્સપ્લાન્ટ બે પ્રકારના હોય છે એક સ્લિટ ગ્રાફ્ટ અને બીજુ માઇક્રોગ્રાફ્ટ સ્લિટ ગ્રાફ્ટમાં દરેક ગ્રાફ્ટમાં 4 થી 10 વાળ હોય છે. જ્યારે કવરેજના આધાર પર માઇક્રોગ્રાફ્ટમાં દરેક ગ્રાફ્ટમાં 1 થી 2 વાળ હોય છે. 
હેયર ટ્રાન્સપ્લાન્ટ દરમ્યાન કઇ સમસ્યાઓનો કરવો પડી શકે છે સામનો ?
 
– બ્લિડિંગ 
– ઇન્ફેક્શન 
– સ્કાલ્પમાં સોજો 
– આંખોની આસપાનો હિસ્સો વાદળી થઇ જવો 
– વાળ જ્યાંથી નીકાળ્યા હોય તે હિસ્સામાં પોપડા બાજી જવા 
– ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવેલો ભાગ સુન્ન પડી જવો 
– ચળ આવવી 
હેયર ટ્રાન્સપ્લાન્ટ કરાવતી વખતે કઇ બાબતોનું ધ્યાન રાખશો ?
–  હેયર ટ્રાન્સપ્લાન્ટ પહેલા આપને તેની ટેકનિક અને તેની પધ્ધતિ વિશે જાણવું જરૂરી છે. હેયર ટ્રાન્સપ્લાન્ટમાં અનેક પ્રકારની ટેક્નોલોજીનો ઉપયોગ થાય છે, આપના માટે કઇ ટેક્નિક સારી છે તે આપે નક્કી કરવાનું છે. 
–  હેયર ટ્રાન્સપ્લાન્ટ હમેંશા માન્યતા પ્રાપ્ત અને સારી હોસ્પિટલમાંજ કરાવવું જોઇએ 
–  પ્રભાવી પરિણામ સુનિશ્ચિત કરવા માટે રેગ્યુલર ફોલોઅપ પ્રોટોકોલનું પાલન થવું જરૂરી છે.