+

Balasaheb Thakre: રાજ ઠાકરે બાળાસાહેબને ભારત રત્ન આપવાની સરકારને કરી માંગ

Balasaheb Thakre: કેન્દ્ર સરકારે આ વર્ષે 5 લોકોને ભારત રત્ન આપવાની જાહેર કરી છે. તે ઉપરાંત આ તમામ લોકોના નામની જાહેરાત PM Narendra Modi તેમના ટ્વીટર એકાઉન્ટ પર કરી હતી.…

Balasaheb Thakre: કેન્દ્ર સરકારે આ વર્ષે 5 લોકોને ભારત રત્ન આપવાની જાહેર કરી છે. તે ઉપરાંત આ તમામ લોકોના નામની જાહેરાત PM Narendra Modi તેમના ટ્વીટર એકાઉન્ટ પર કરી હતી.

  • બાલાસાહેબ ઠાકરેને મળવો જોઈએ ભારત રત્ન
  • રાજ ઠાકરે કેન્દ્ર સરકાર પર સવાલો ઉઠાવ્યા
  • સંજય રાઉતે વડાપ્રધાન પર સાધ્યું નિશાન

બાળાસાહેબ ઠાકરેને મળવો જોઈએ ભારત રત્ન

કેન્દ્ર સરકારે પૂર્વ પીએમ નરસિમ્હા રાવ, ચૌધરી ચરણ સિંહ અને વૈજ્ઞાનિક એમએસ સ્વામીનાથનને ભારત રત્ન આપવાની જાહેરાત કરી છે. ત્યારે MNS પ્રમુખ રાજ ઠાકરેએ પણ બાળાસાહેબ ઠાકરેને ભારત રત્ન આપવાની માંગણી કરી છે.

રાજ ઠાકરે કેન્દ્ર સરકાર પર સવાલો ઉઠાવ્યા

રાજ ઠાકરેએ કહ્યું કે હવે જ્યારે કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની આગેવાનીવાળી સરકારે પી.વી. નરસિમ્હા રાવ, ચૌધરી ચરણ સિંહ અને પ્રણવ મુખર્જીને ભારત રત્ન આપીને રાજકીય ઉદારતા દાખવી છે, તેવી જ ઉદારતા બાળાસાહેબ ઠાકરે તરફ પણ બતાવવી જોઈએ.

એમએનએસના વડાએ કહ્યું કે બાલાસાહેબને ભારત રત્ન આપવું એ દેશના દરેક હિન્દુઓમાં ગૌરવ વધારવાનું કારણ બનશે. તે ઉપરાંત આ મારા માટે અને મારા જેવા અન્ય લોકો માટે આનંદની ક્ષણ હશે. જેમને બાળાસાહેબના વિચારો વારસામાં મળ્યા છે.

સંજય રાઉતે વડાપ્રધાન પર સાધ્યું નિશાન

સંજય રાઉતે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી લખ્યું હતું કે, દેશના PM Modi પોતાને હિન્દુવાદી કહે છે, પરંતુ તેઓ આજના સમયમાં બાળાસાહેબ ઠાકરેને ભૂલી ગયા છે. હાલમા, દેશમાં 5 લોકોને ભારત રત્ન આપવામાં આવી રહ્યા છે. પરંતુ આ યાદીમાં વીર સાવરકર અને બાળાસાહેબની અવગણના કરવામાં આવી છે.

આ પણ વાંચો: PM Modi: સંસદની કેન્ટીનમાં પ્રધાનમંત્રીએ સાંસદોને કરાવ્યું બપોરનું ભોજન, જુઓ તસવીરો

Whatsapp share
facebook twitter