Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

હીરો અને હોન્ડાને ટક્કર આપી રહી છે બજાજની આ સસ્તી બાઈક, કિંમત 60 હજારથી પણ છે ઓછીં

10:26 AM Apr 28, 2023 | Vipul Pandya

બજાજનાં સ્કૂટર વિશે તો આપણે સૌ જાણીતા છીએ, એક સમય હતો કે લોકો બજાજનાં સ્કૂટરને ખરીદવુ શાન સમજતા હતા. પરંતુ શું તમે જાણો છો કે બજાજનાં બાઈક પણ માર્કેટમાં ધૂમ મચાવી છે. જી હા, બજાજનાં ટુ વ્હિલરમાં ખાસ કરીને પલ્સર બાઈક સૌની પસંદ બની છે. 
જોકે, પાછલા વર્ષની સરખામણીએ છેલ્લા મહિનામાં મોટાભાગના ટુ વ્હીલરના વેચાણમાં ઘટાડો જોવા મળ્યો છે. જોકે, આજે દેશભરમાં Hero Splendor ફરી એકવાર દેશની સૌથી વધુ વેચાતી મોટરસાઇકલ રહી છે. જોકે, આ બાઈકના વેચાણમાં પણ 7.6% નો ઘટાડો નોંધાયો છે. બજાજની 100 cc બાઇક ટોપ 10માંથી એકમાત્ર મોટરસાઇકલ હતી, જેણે વેચાણમાં વૃદ્ધિ નોંધાવી હતી. આ બાઈકની કિંમત 60 હજારથી ઓછી છે. જાન્યુઆરી 2022માં વૃદ્ધિ નોંધાવનાર બજાજ પ્લેટિના એકમાત્ર બાઈક છે. ગયા મહિને તેણે 46,492 યુનિટ્સનું વેચાણ કર્યું હતુ. જાન્યુઆરી 2021માં વેચાયેલા 27,131 યુનિટની સરખામણીએ આ 71.3 ટકાની વૃદ્ધિ છે. બજાજ પ્લેટિના ટોપ 10ની યાદીમાં છઠ્ઠા સ્થાને છે. કંપની Bajaj Platinaના બે મોડલ – Platina 100 અને Platina 110 ES માં આવે છે. તેની પ્રારંભિક કિંમત અનુક્રમે રૂ. 59,309 અને રૂ 68,384 (એક્સ-શોરૂમ) છે.
Platina 100 102 cc એન્જિન દ્વારા સંચાલિત છે, જે 7.9 PS પાવર અને 8.3 Nm પીક ટોર્ક જનરેટ કરે છે. તે હેલોજન હેડલાઇટ સાથે LED DRL આપે છે. તેની સીટ ઘણી લાંબી છે. તમને Platina 100 પર સેમી-ડિજિટલ એનાલોગ કન્સોલ પણ મળે છે. પ્લેટિના 100 ટેલિસ્કોપિક ફોર્ક સાથે સિંગલ-ક્રેડલ ફ્રેમનો ઉપયોગ કરે છે. તેમાં 130mm ફ્રન્ટ અને 110mm રિયર ડ્રમ-બ્રેક સેટઅપ છે.
ભારતીય બજાર પર આ બાઈક્સ કરે છે રાજ
1. હીરો સ્પેલ્ન્ડર 2,08,263 યુનિટ્સ (જાન્યુ 2021 થી 7.6% ઓછું)
2. હોન્ડા એક્ટિવા 1,43,234 યુનિટ્સ (જાન્યુઆરી 2021 થી 32.3% ઓછું)
3. હોન્ડા સીબી સાઈન 1,05,159 યુનિટ્સ (જાન્યુ 2021 થી 9.5% ઓછું)
4. હીરો એચએફ ડીલક્સ 85,926 યુનિટ્સ (જાન્યુઆરી 2021 થી 36.2% ઓછું)
5. બજાજ પલ્સર 66,839 યુનિટ્સ (જાન્યુઆરી 2021 થી 31.5% ઓછું)