Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

બાગેશ્વરધામના પ્રમુખ ધીરેન્દ્ર શાસ્ત્રીને જાનથી મારી નાંખવાની ધમકી, આરોપીની ધરપકડ

08:35 AM Sep 04, 2023 | Vishal Dave
બાગેશ્વર ધામના વડા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને સોશિયલ મીડિયા પર જાનથી મારી નાખવાની ધમકી આપનાર શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે.. આરોપીનું નામ અનસ અંસારી હોવાનું સામે આવ્યું છે.. જેઉત્તરપ્રદેશના રિથોરાનો રહેવાસી છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર ધમકીભરી પોસ્ટ લખી હતી કે બાબા પર મોત મંડરાઇ રહ્યું છે. અનસ અંસારીએ ઈન્સ્ટાગ્રામ પર ધીરેન્દ્ર શાસ્ત્રી વિશે ભડકાઉ વાતો લખી અને શાસ્ત્રીને મારી નાખવાની ધમકી પણ આપી.
પોલીસે આ કલમો હેઠળ કેસ નોંધ્યો હતો
પોલીસ અધિક્ષકે જણાવ્યું કે આ મામલામાં પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 295A  જેમાં ધાર્મિક લાગણીઓનું ઈરાદાપૂર્વક અપમાન , 504 જેમાં શાંતિ ભંગ કરવા ઉશ્કેરવાના ઈરાદાથી ઈરાદાપૂર્વક અપમાન અને સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે. હાફિઝગંજ પોલીસ સ્ટેશનમાં ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ 2008. કલમ હેઠળ કેસ નોંધ્યા બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
ધમકી આપનાર આરોપીની ધરપકડ
આ મામલે હિન્દુ જાગરણ મંચ અને વિશ્વ હિન્દુ પરિષદ તરફથી પોલીસમાં ફરિયાદ પણ કરવામાં આવી હતી. આ સાથે, સોશિયલ મીડિયા સાઇટ X પર વિવાદિત પોસ્ટનો સ્ક્રીનશોટ શેર કરીને, બરેલી પોલીસ, IG, ADG અને DGPને ટેગ કરીને, આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી, જેના પછી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને આરોપીની ધરપકડ કરી. પોલીસ હવે એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે અનસ અંસારી કોઈ આતંકવાદી સંગઠન સાથે જોડાયેલો છે કે કેમ.
આ મામલામાં પોલીસ વતી હાફિઝગંજ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. આરોપી અનસ અંસારી કોના સંપર્કમાં હતો, આ તમામ બાબતોની તપાસ કરવામાં આવી રહી છે.