+

ક્રિકેટપ્રેમીઓ માટે ખરાબ સમાચાર, આ ખેલાડીએ અચાનક IPL માંથી લીધી વિદાય

ઇન્ડીયન પ્રીમિયર લીગ (IPL)ની તમામ ફ્રેંચાઇઝી આજે (15 નવેમ્બર) રિટેંશન અથવા રિલીઝ ખેલાડીની જાહેરાત કરશે. ફ્રેચાઇઝીઓની યાદી સામે આવે તે પહેલાં જ દિગ્ગજ ખેલાડીએ મોટી જાહેરાત કરી દીધી છે. આ ખેલાડીએ અચાનક આઇપીએલમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. આ ખેલાડી બીજું કોઇ નહી પરંતુ આઇપીએલની સૌથી સફળ ટીમ મુંબઇ ઇન્ડીયન્સના (Mumbai Indians)મોટા મેચ વિનર્સમાંથી એક છે. આ ખેલાડીએ અચાનક લીધો સંન્યાસ વર્ષ 2010 થ
ઇન્ડીયન પ્રીમિયર લીગ (IPL)ની તમામ ફ્રેંચાઇઝી આજે (15 નવેમ્બર) રિટેંશન અથવા રિલીઝ ખેલાડીની જાહેરાત કરશે. ફ્રેચાઇઝીઓની યાદી સામે આવે તે પહેલાં જ દિગ્ગજ ખેલાડીએ મોટી જાહેરાત કરી દીધી છે. આ ખેલાડીએ અચાનક આઇપીએલમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. આ ખેલાડી બીજું કોઇ નહી પરંતુ આઇપીએલની સૌથી સફળ ટીમ મુંબઇ ઇન્ડીયન્સના (Mumbai Indians)મોટા મેચ વિનર્સમાંથી એક છે. 
આ ખેલાડીએ અચાનક લીધો સંન્યાસ 
વર્ષ 2010 થી મુંબઇ ઇન્ડીયન્સ ટીમનો ભાગ રહેનાર કીરોન પોલાર્ડ (Kieron Pollard) એ આઇપીએલથી સંન્યાસ લીધો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે મુંબઇ ઇન્ડીયન્સ દિગ્ગજ ઓલરાઉન્ડર કીરોન પોલાર્ડ (Kieron Pollard) ને રિલીઝ કરી શકે છે, પરંતુ તેમણે આ પહેલાં જ આ મોટો નિર્ણય લીધો છે. 
મુંબઇ ઇન્ડીયન્સ માટે લખી ખાસ પોસ્ટ
કીરોન પોલાર્ડ (Kieron Pollard) એ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી આઇપીએલમાંથી સંન્યાસની જાહેરાત કરી. તેમણે આ પોસ્ટમાં મુંબઇ ઇન્ડીયન માટે લખ્યું, ‘આ નિર્ણય કરવો સરળ ન હતો કારણ કે મેં થોડા વર્ષો સુધી રમવા માંગુ છું, પરંતુ મુંબઇ ઇન્ડીયન્સ સાથે ચર્ચા બાદ મેં મારા આઇપીએલ કેરિયરને અલવિદા કહેવાનો નિર્ણય કર્યો છે. મુંબઇ ઇન્ડીયનને બદલાવની જરૂર છે. જો હું હવે મુંબઇ ઇન્ડીયન્સ માટે રમીશ નહી તો પછી હું પોતાને મુંબઇ વિરૂદ્ધ રમતા જોઇ શકીશ નહી. હું હંમેશા મુંબઇ ઇન્ડીયન્સનો રહીશ.’

આઇપીએલ 2022 માં રહ્યા ફ્લોપ
વેસ્ટઇન્ડીઝના કીરોન પોલાર્ડ (Kieron Pollard) આઇપીએલ 2022 માં ખૂબ ફ્લોર રહ્યા હતા. આ સીઝનમાં મુંબઇ ઇન્ડીયન્સને 10 મેચોમાં હારનો સામનો પણ કરવો પડ્યો હતો. પોલાર્ડ બોલ અને બેટ વડે કમાલ કરી શક્યા નથી. કીરોન પોલાર્ટે આઇપીએલ 2022 ની 11 મેચોમાં 144 રન બનાવ્યા અને 4 વિકેટ પ્રાપ્ત કરી. પોલાર્ડના ખરાબ ફોર્મનું નુકસાન ટીમને હારીને ચૂકવવું પડ્યું. તેના લીધે કેપ્ટન રોહિત શર્માએ તેમને પ્લેઇંગ ઇલેવનમાંથી બહારનો રસ્તો બતાવ્યો હતો.  
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter