+

RCB ના ફૂટ્યા નસીબ, આ સ્ટાર ખેલાડી થયો Injured

IPL 2023 હવે નજીક છે, ત્યારે તમામ ખેલાડીઓ પોતાના ફિટનેસ પર પુરુ ધ્યાન આપી રહ્યા છે. પરંતુ આ વચ્ચે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) ને એક મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો સૌથી અનુભવી અને તોફાની બેટ્સમેન ઈજાગ્રસ્ત થઇ ગયો છે. હવે એવા પણ અહેવાલ છે કે, જો આ ઈજા ગંભીર હશે તો તે પૂરી સીઝનમાંથી જ બહાર થઇ જશે. ચોક્કસ આ સમાચાર RCB માટે એક મોટા ઝટકાથી ઓછું નહીં હોય. કારણ કે આ ખેલાડી મિડલ ઓર્ડરમાં ટીમ માટે ખà
IPL 2023 હવે નજીક છે, ત્યારે તમામ ખેલાડીઓ પોતાના ફિટનેસ પર પુરુ ધ્યાન આપી રહ્યા છે. પરંતુ આ વચ્ચે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) ને એક મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો સૌથી અનુભવી અને તોફાની બેટ્સમેન ઈજાગ્રસ્ત થઇ ગયો છે. હવે એવા પણ અહેવાલ છે કે, જો આ ઈજા ગંભીર હશે તો તે પૂરી સીઝનમાંથી જ બહાર થઇ જશે. ચોક્કસ આ સમાચાર RCB માટે એક મોટા ઝટકાથી ઓછું નહીં હોય. કારણ કે આ ખેલાડી મિડલ ઓર્ડરમાં ટીમ માટે ખૂબ જ રન બનાવે છે. આ ખેલાડી બીજુ કોઇ નહીં પણ ઓસ્ટ્રેલિયાનો સ્ટાર ખેલાડી ગ્લેન મેક્સવેલ (Glenn Maxwell) છે. 
ગ્લેન મેક્સવેલ ઈજાગ્રસ્ત થતા જ RCB ની વધી ચિંતા
ઓસ્ટ્રેલિયન ટીમ હાલમાં ભારતના પ્રવાસે આવી છે, અને ટીમ સતત ખરાબ પ્રદર્શન કરી રહી છે. વળી આટલું ઓછુ હતું કે, ટીમના એક પછી એક ખેલાડીઓ ઈજાગ્રસ્ત થવા લાગ્યા છે. હાલમાં ઓસ્ટ્રેલિયાને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ગુમાવવાનો ખતરો છે, તો બીજી તરફ ટીમના સ્ટાર ખેલાડીઓ સતત ઈજાગ્રસ્ત થઈ રહ્યા છે. ટેસ્ટ શ્રેણી દરમિયાન 4-5 ખેલાડીઓ પહેલેથી જ ઈજાગ્રસ્ત છે, જ્યારે ઓસ્ટ્રેલિયાનો સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ (Glenn Maxwell) 17 માર્ચથી શરૂ થઈ રહેલી ODI શ્રેણી પહેલા ફરી એકવાર ઈજાગ્રસ્ત થયો છે. ગ્લેન મેક્સવેલ IPL 2023 માં RCB નો ભાગ છે પરંતુ જે રીતે તે ઈજાગ્રસ્ત થયો છે તે જોતા બેંગ્લોરની ટીમ ચિંતામાં મુકાઈ ગઇ છે. મેક્સવેલ ટીમના મિડલ ઓર્ડરનો સૌથી મજબૂત ખેલાડી ગણવામાં આવે છે. કોહલી અને મેક્સવેલ ટીમની કરોડરજ્જુ કહેવાય છે. પરંતુ હવે મેક્સવેલના ઈજાગ્રસ્ત થવાથી ટીમનો મોટો  ઝટકો લાગી શકે છે, તો બીજી તરફ ટીમ એવી પણ આશા રાખશે કે IPL ને હજું સમય ઘણો બાકી છે તો તે પહેલા મેક્સવેલની ઈજા ઠીક થઇ જાય છે અને તે ટીમનો હિસ્સો બને.

4 મહિના પછી ફર્યો હતો ક્રિકેટ મેદાનમાં
મહત્વનું છે કે, ગ્લેન મેક્સવેલ ભારત સામેની વનડે શ્રેણીમાં વાપસી કરવાની તૈયારી કરી રહ્યો હતો. મેલબોર્નમાં શેફિલ્ડ શિલ્ડ મેચમાં વિક્ટોરિયા તરફથી રમતી વખતે ફિલ્ડિંગ કરતા સમયે કેચ લેવા ગયો તે દરમિયાન તે ઈજાગ્રસ્ત થયો હતો. મહત્વનું છે કે, તે લગભગ 4 મહિના પછી ક્રિકેટના મેદાનમાં પાછો ફર્યો હતો અને ફરી એકવાર ઈજાગ્રસ્ત થયો છે. ગયા વર્ષે મિત્રની બર્થડે પાર્ટીમાં પડી જવાના કારણે મેક્સવેલનો પગ તૂટી ગયો હતો અને તે નવેમ્બરથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર છે, પરંતુ ઈજામાંથી ઠીક થયા બાદ મેક્સવેલ શેફિલ્ડ શીલ્ડ ટુર્નામેન્ટ દ્વારા મેદાનમાં પાછો ફર્યો હતો.
મેદાનમાં સંઘર્ષ કરતો આવ્યો નજર
મેક્સવેલની ટીમના મેડિકલ સ્ટાફે તેની પ્રાથમિક તપાસ કરી છે. શેફિલ્ડ શિલ્ડ મેચ દરમિયાન સ્લિપમાં ફિલ્ડિંગ કરતી વખતે ગ્લેન મેક્સવેલને એક નહીં પરંતુ બે વાર તેના કાંડામાં ઈજા થઈ હતી. જેના કારણે તેને મેદાનની બહાર જવું પડ્યું હતું. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું કે કાંડાનું હાડકું તૂટ્યું નથી અને તે બીજી ઇનિંગમાં પણ બેટિંગ કરવા આવ્યો હતો. પરંતુ તે મેદાન પર સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. ગ્લેન મેક્સવેલે આ પહેલા મેચમાં શેફિલ્ડ શીલ્ડમાં નિરાશાજનક વાપસી કરી હતી. ઑક્ટોબર 2019 પછી પ્રથમ વખત ટુર્નામેન્ટમાં ભાગ લેનાર હાર્ડ-હિટિંગ મિડલ ઓર્ડર બેટ્સમેન શરૂઆતની ફ્રેમમાં માત્ર 5 રન જ બનાવી શક્યો હતો. મેક્સવેલ 17 માર્ચે ભારતમાં ODI શ્રેણીની શરૂઆતમાં આંતરરાષ્ટ્રીય વાપસી કરશે તેવી અપેક્ષા છે.
ઈજાના કારણે થઇ શકે છે મોટો ફટકો
ઉલ્લેખનીય છે કે, ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 16મી આવૃત્તિ શરૂ થવામાં વધુ સમય બાકી નથી. આવી સ્થિતિમાં કોઈપણ ખેલાડીની ઈજા તેમની ફ્રેન્ચાઈઝી ટીમ માટે સમસ્યા બની શકે છે. મેક્સવેલને IPL 2021માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર દ્વારા કરારબદ્ધ કરવામાં આવ્યો હતો અને તેને IPL 2023 માટે 11 કરોડ રૂપિયામાં જાળવી રાખવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ગ્લેન મેક્સવેલ IPLમાં RCB તરફથી રમે છે. જો તે ઈજાના કારણે બહાર થશે તો ફ્રેન્ચાઈઝી માટે તે મોટો ફટકો હશે. મેદાન પર ડુપ્લેસીસ, કોહલી અને મેક્સવેલની જુગલબંધી જોવા જેવી હોય છે. તેણે IPL માં અત્યાર સુધીમાં 110 મેચ રમી છે અને 13 અડધી સદીની મદદથી 2319 રન બનાવ્યા છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter