+

ત્રણવાર રાજયમંત્રી બની ચૂકેલા બચુભાઈ ખાબડનો આજે ફરીથી રાજ્ય મંત્રી તરીકે લીધા શપથ

ગુજરાત વિધાનસભા ચૂંટણીઓ(Gujarat Assembly Elections) પૂર્ણ થઈ અને તેના પરિણામો પણ જાહેર થતા  ભાજપ (BJP)પક્ષને સ્પષ્ટ બહુમતી મળતા ટૂંકા સમય માં મુખ્યમંત્રી સહીત કેબિનેટ કક્ષા ના મંત્રીઓને આજરોજ ખાતા ની ફાળવણી કરવામાં આવી હતી. જેમાં 134 વિધાનસભા મતવિસ્તાર દેવગઢબારીયા ખાતે ભાજપા માંથી બચુભાઈ ખાબડનો(Bachubhai Khabad)પણ ફરીથી રાજ્ય મંત્રી તરીકે સમાવેશ કરાયો છે. બચુભાઈ ખાબડ કોળી સમાજના ખેડૂત પુત્રધાનપુર તાલુકાનà
ગુજરાત વિધાનસભા ચૂંટણીઓ(Gujarat Assembly Elections) પૂર્ણ થઈ અને તેના પરિણામો પણ જાહેર થતા  ભાજપ (BJP)પક્ષને સ્પષ્ટ બહુમતી મળતા ટૂંકા સમય માં મુખ્યમંત્રી સહીત કેબિનેટ કક્ષા ના મંત્રીઓને આજરોજ ખાતા ની ફાળવણી કરવામાં આવી હતી. જેમાં 134 વિધાનસભા મતવિસ્તાર દેવગઢબારીયા ખાતે ભાજપા માંથી બચુભાઈ ખાબડનો(Bachubhai Khabad)પણ ફરીથી રાજ્ય મંત્રી તરીકે સમાવેશ કરાયો છે.
 બચુભાઈ ખાબડ કોળી સમાજના ખેડૂત પુત્ર
ધાનપુર તાલુકાના પીપેરો ગામ ખાતે 1955 માં જન્મેલા બચુભાઈ મગનભાઈ ખાબડ મૂળ ઓબીસી કોળી સમાજના ખેડૂત પુત્ર છે અને જેઓ ઓલ્ડ એસએસસી સુધી ભણેલા છે. મૂળ વ્યવસાય ખેતી સાથે સામાજીક સેવા,શૈક્ષણિક ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે. જેમની રાજકીય સફર પોતાના પીપેરો ગામના સરપંચ તરીકે 15 વર્ષ સતત લોક સેવા બજાવી જે પછી તાલુકા પંચાયત લીમખેડાના કારોબારી ચેરમેન તરીકે કાર્ય કરેલ છે.ત્યાર પછી તાલુકા પંચાયત ઘાનપુર ના ઉપપ્રમુખ તરીકે કામગીરી કરી ૩ વર્ષ સુઘી  ભારતીય જનતા પાર્ટી  દાહોદ જીલ્લાના ઉપપ્રમુખ તરીકે અને  ૬ વર્ષ સુઘી ભારતીય જનતા પાર્ટી દાહોદ જીલ્લા પ્રમુખ તરીકે કામગીરી કરી હતી. 
2012ની વિઘાનસભા ચુંટણીમાં પણ  મંત્રી બન્યા હતા
જયારે સૌપ્રથમ પ્રમુખ તરીકેની કામગીરી દરમ્યાન દાહોદ જીલ્લાની 6 માંથી 6 વિઘાનસભાની બેઠકો જીતાડવામાં મહત્વની ભુમિકા ભજવી સબળ નેતૃત્વ  પુરૂ પાડ્યું હતું. વર્ષ 2002 થી 2007 સુઘી દેવગઢ બારીઆના ઘારાસભ્ય તરીકે અને 2007 થી 2012 સુઘી ૫ક્ષના દરેક કાર્યક્રમો ,સંગઠનના હોદાઓ ૫ર સક્રિય ભુમિકા ભજવી સબળ નેતૃત્વ  પુરૂ પાડતા ફરીથી ભાજપા પક્ષ દ્વવારા દેવગઢબારીયા વિધાનસભામાં ટિકિટ ફાળવતા 2012ની વિઘાનસભા ચુંટણીમાં હરીફ ઉમેદવારને 83753મતો થી મ્હાત આપી ગુજરાતમાં બીજા નંબરની લીડ પ્રાપ્ત કરેલ થતા આંનદીબેન સરકારમાં રાજય સરકારના મંત્રી તરીકે નિમણુંક મળી. 
2017માં  રાજય કક્ષાના મંત્રી સુઘી રહ્યા હતા
જયારે 2017ની વિઘાનસભાની ચુંટણીમાં હરીફ ઉમેદવારને ૪૫૬૯૪ મતો થી મ્હાત આપી વિજયભાઇ રૂપાણીની    સરકારમાં રાજય કક્ષાના મંત્રી તકીરે 2021 સુઘી રહ્યા હતા જે પછી હાલ ચાલુ ઘારાસભ્ય તરીકે જનતાની સેવાઓ આપતાં અને ગામડા માં વિકાસના કાર્યો કરતા ફરીવાર ભાજપા પાર્ટીએ વિશ્વાસ મૂકીને ફરીથી રિપીટ કરતા વર્ષ 2022 ની વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ ફાળવતા દેવગઢ બારીઆ વિઘાનસભા મત વિસ્તારમાં ની મોટા ભાગની (80%) વસ્તી બક્ષીપંચ કોળી સમાજની હોઈ જેથી સમાજ ઉ૫ર પ્રભુત્વ વધારે હોય અન્ય કોઇપણ સમાજ સાથે નુ જોરદાર સંકલન હોય આ ચૂંટણીમાં પણ 40217મતની બહુમતી મેળવી વિજેતા બન્યા હતા. આજે ફરીથી પણ દેવગઢબારીયા વિધાનસભામાં ધારાસભ્ય તરીકે  ચૂંટાયેલા બચુભાઈ ખાબડને ગુજરાત સરકાર માં રાજ્ય મંત્રી તરીકે શપથ લેતા ખુસીનો માહોલ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter