+

Babar Azam એ કિંગ કોહલી અને યુનિવર્સ બોસને છોડ્યા પાછળ, બનાવ્યો આ શાનદાર રેકોર્ડ

Babar Azam : ભારતમાં IPL ની શરૂઆત થયા તે પહેલા જ પાકિસ્તાનમાં પાકિસ્તાન સુપર લીગ (PSL) શરૂ થઇ ગઇ છે. આ લીગમાં પાકિસ્તાનનો ભૂતપૂર્વ કેપ્ટન અને સુપરસ્ટાર બેટ્સમેન બાબર આઝમ…

Babar Azam : ભારતમાં IPL ની શરૂઆત થયા તે પહેલા જ પાકિસ્તાનમાં પાકિસ્તાન સુપર લીગ (PSL) શરૂ થઇ ગઇ છે. આ લીગમાં પાકિસ્તાનનો ભૂતપૂર્વ કેપ્ટન અને સુપરસ્ટાર બેટ્સમેન બાબર આઝમ (Babar Azam) પણ રમી રહ્યો છે. બાબર આઝમે ફરી એકવાર પોતાની અનોખી ક્ષમતાનું પ્રદર્શન કર્યું અને T20 ક્રિકેટનો સૌથી મોટો વર્લ્ડ રેકોર્ડ (World Record) બનાવ્યો છે. સૌથી યુવા અને સૌથી ઝડપી 10,000 T20 રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ (World Record) હવે બાબર આઝમ (Babar Azam) ના નામે નોંધાયેલો છે.

T20 ક્રિકેટમાં Babar Azam નો વાગ્યો ડંકો

પાકિસ્તાનના તોફાની બેટ્સમેન બાબર આઝમે T20 ક્રિકેટમાં એક એવો કારનામો કર્યો છે જે આ પહેલા દુનિયાનો કોઈ બેટ્સમેન નથી કરી શક્યો. જીહા, આ દિગ્ગજ બેટ્સમેને ‘Universe Boss’ ક્રિસ ગેલ (Chris Gayle) નો ખાસ રેકોર્ડ તોડી (Break Record) નાખ્યો છે. આ રેકોર્ડ T20 ક્રિકેટમાં સૌથી ઝડપી 10 હજાર રન પૂરા કરવાનો છે. આ રેકોર્ડ પહેલા ક્રિસ ગેલ (Chris Gayle) ના નામે હતો. પરંતુ હવે બાબર આઝમે (Babar Azam) પોતાની શાનદાર બેટિંગના દમ પર વધુ એક ખાસ રેકોર્ડ (Record) પોતાના નામે કરી લીધો છે. આ શાનદાર રેકોર્ડ બાદ તેણે ક્રિકેટ ઈતિહાસ (Cricket History) માં પોતાનું નામ લખાવ્યું છે. બાબરે પાકિસ્તાન સુપર લીગ (PSL) 2024માં પેશાવર ઝાલ્મી માટે બેટિંગ કરતી વખતે આ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. રસપ્રદ વાત એ છે કે બાબર આઝમે પોતાની જૂની ફ્રેન્ચાઈઝી ટીમ કરાચી કિંગ્સ સામે આ સિદ્ધિ મેળવી હતી. આ સિદ્ધિ હાંસલ કરવાની સાથે તેણે ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી (Virat Kohli) ને પણ પાછળ છોડી દીધો છે. આ સિદ્ધિ હાંસલ કરીને તેણે પોતાના માથા પર રાજાનો તાજ પહેરી દીધો છે.

બાબર આઝમે T20 ક્રિકેટમાં ઈતિહાસ રચ્યો

પાકિસ્તાનના આ બેટ્સમેને માત્ર 29 વર્ષ અને 129 દિવસની ઉંમરમાં આ સિદ્ધિ પોતાના નામે કરી છે. પાકિસ્તાન પ્રીમિયર લીગમાં રમતી વખતે, બાબર આઝમે 21 ફેબ્રુઆરીએ કરાચી કિંગ્સ સામે 51 બોલમાં 72 રનની શાનદાર ઇનિંગ રમી હતી. બાબરની આ રેકોર્ડ ઇનિંગ્સમાં 7 ફોર અને 1 સિક્સ સામેલ હતી. જે બાદ તે ક્રિકેટમાં સૌથી ઝડપી 10 હજાર રન બનાવનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો. બાબરે 281 મેચની 271 ઇનિંગ્સમાં આ આંકડો પૂરો કર્યો છે. જ્યારે ક્રિસ ગેલને આ આંકડાને સ્પર્શવા માટે 285 ઈનિંગ્સ રમવી પડી હતી. જણાવી દઇએ કે, આ પહેલા આ વર્લ્ડ રેકોર્ડ ક્રિસ ગેલના નામે હતો. ક્રિસ ગેલે 285 T20 ઇનિંગ્સમાં 10,000 રનનો આંકડો પાર કર્યો હતો. ગેલે 2017માં આ સિદ્ધિ મેળવી હતી. જ્યારે વિરાટ કોહલીએ 299 T20 ઇનિંગ્સમાં 10,000 રનનો આંકડો પાર કર્યો હતો.

T20 ક્રિકેટમાં સૌથી ઝડપી 10,000 રન

271 ઇનિંગ્સ- બાબર આઝમ
285 ઇનિંગ્સ – ક્રિસ ગેલ
299 ઇનિંગ્સ- વિરાટ કોહલી
327 ઇનિંગ્સ- ડેવિડ વોર્નર
327 ઇનિંગ્સ- એરોન ફિન્ચ
350 ઇનિંગ્સ- જોસ બટલર

ભારતનો કિંગ કોહલી હવે આ યાદીમાં ત્રીજા નંબર પર આવી ગયો છે. વિરાટ કોહલીએ 2021માં મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) વિરુદ્ધ T20માં 10 હજાર રન પૂરા કર્યા હતા. જેના માટે વિરાટ કોહલી (Virat kohli) એ 299 ઈનિંગ્સ રમી હતી. જે બાદ હવે આ દિગ્ગજ બેટ્સમેન આ રેકોર્ડ લિસ્ટ (Record List) માં ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. જણાવી દઈએ કે, વિરાટ કોહલીએ અત્યાર સુધી T20 ક્રિકેટ (T20 Cricket) માં કુલ 11,994 રન બનાવ્યા છે અને તેને આ ફોર્મેટમાં 12 હજાર રનના આંકડાને સ્પર્શવા માટે માત્ર 6 વધુ રન બનાવવાના છે. જ્યારે ક્રિસ ગેલ બીજા નંબરે પહોંચી ગયો છે.

આ પણ વાંચો – IPL 2024 Schdule :IPL મેચોનું શિડ્યુઅલ જાહેર, જાણો કોણ કોની સામે ક્યારે ટકરાશે?

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter