Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

જેટલા લોકો કોરોનામાં નથી મર્યા તેનાથી વધારે વેક્સિનેશ બાદ હાર્ટ એટેકથી મર્યાં : બાબા રામદેવ

09:58 AM Jun 06, 2023 | Viral Joshi

કોરોના વેક્સિન અંગેનો યોગગુરૂ બાબા રામદેવનો (Baba Ramdev) એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં યોગગુરૂ બાબા રામદેવે કોરોના વેક્સિન અને વેક્સિનેશન પર સવાલો ઉઠાવ્યા છે. તેઓએ વેક્સિનેશને (Vaccination) એક કૌભાંડ (Scam) ગણાવ્યું તેમજ તેના કારણે અનેક લોકોના જીવ ગયા હોવાનું પણ કહ્યું છે. યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ શ્રીનિવાસ બીવી (Srinivas BV) એ ટ્વીટર પર બાબા રામદેવનો એક વીડિયો શેર કર્યો છે જેમાં તેઓએ આ કથિત નિવેદન આપેલું છે.

યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખે વીડિયો શેર કર્યો

યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ શ્રીનિવાસ બીવી (Srinivas BV) એ ટ્વીટર પર બાબા રામદેવનો એક વીડિયો શેર કર્યો છે જેમાં બાબા રામદેવ વેક્સિનેશનને લઈને અનેક સવાલો ઉઠાવી રહ્યાં છે. સાથે જ તેમણે કેપ્શનમાં લખ્યું કે, Vaccination એક મોટું સ્કેમ છે તેવું મોદીજીના ખુબ નજીકના બાબા રામદેવ કહી રહ્યું છે. વડાપ્રધાનજી શું આ સાચું છે?

વેક્સિનેશન એક મોટું કૌભાંડ

યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ શ્રીનિવાસ બીવી (Srinivas BV) એ શેર કરેલા વીડિયોમાં બાબા રામદેવ (Baba Ramdev) જણાવી રહ્યાં છે કે, વેક્સિનેશન એક મોટું કૌભાંડ છે. વેક્સિનેશનના કારણે લાખો, કરોડો લોકો મૃત્યુ પામ્યા છે. જેટલા લોકો કોરોનાથી નથી મર્યા તેનાથી વધારે લોકો કોરોનાની વેક્સિન બાદ હાર્ટ એટેકથી ટપોટપ મર્યા છે. કોઈનું વરમાળા પહેરાવી અને નીચે પડીને મૃત્યુ પામ્યો. જ્યારે તેને કોઈ બીમારી જ નહોતી.કોઈ સ્વિમિંગ પૂલમાં ગયો અને પછી પાછો જ ન આવ્યો, દોડતા દોડતા ખેલાડીઓ અને સૈનિકોની ભરતીમાં ગયા ત્યાં મોત થયા. રસીકરણ પછી ઘણા લોકોને ડાયાબિટિસ થઈ ગઈ. તો ઘણા લોકોએ તેમની આંખો ગુમાવી. વેક્સિનેશન બાદ પેરાલિસિસ થયો, સફેદ ડાઘ થયા, કિડની ફેલ્યોર હતી, કેન્સર હતું તેમને ફરીથી કેન્સર થયું. જેમના લીવર અને કીડની સાજા કરી દીધા હતા તેમના પણ વેક્સિનેશન બાદ ફરીથી લીવર અને કીડની ખરાબ થઈ ગયા છે. આવા તો અનેક ઉપદ્રવ કર્યાં.

આ પણ વાંચો : ODISHA TRAIN ACCIDENT : મૃતકના પરિવારને મમતા સરકાર આપશે મોટી રાહત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.