Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

વડોદરામાં 3 જૂને યોજાશે બાબા બાગેશ્વરનો દરબાર

12:49 PM May 20, 2023 | Vipul Pandya
  • વડોદરામાં પણ યોજાશે બાબા બાગેશ્વરનો દરબાર
  • 3 જૂને વડોદરામાં બાબા બાગેશ્વરનો દરબાર
  • 26 મેના રોજ દિવ્ય દરબારનું સ્થળ નક્કી કરાશે
  • શ્રી નવશક્તિ ગરબા મહોત્સવ દ્વારા આયોજન
  • વડોદરા શહેર ભાજપ દ્વારા સંયુક્ત આયોજન
ગુજરાતમાં બાબા બાગેશ્વરધામ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારોનું આયોજન કરાઇ રહ્યું છે અને અમદાવાદ, સુરત અને રાજકોટ બાદ હવે વડોદરામાં પણ ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવશે તેવા સમાચાર મળી રહ્યા છે. આગામી 3 જૂને વડોદરામાં દિવ્ય દરબારનું આયોજન કરાશે.
વડોદરામાં પણ 3 જૂને દિવ્ય દરબાર
ગુજરાતમાં આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રીના આગમન પૂર્વે રાજકારણ ગરમાયું છે અને ઘણી સંસ્થાઓ પણ કાર્યક્રમનો વિરોધ કરી રહી છે. તેમ છતાં અમદાવાદ, રાજકોટ અને સુરતમાં દિવ્ય દરબારોનું પણ આયોજન કરાશે. હવે ગુજરાતના અન્ય એક શહેર વડોદરામાં પણ દિવ્ય દરબારનું આયોજન કરાશે જેથી મધ્ય ગુજરાતના ભક્તોને લાભ મળી શકે.
26 મેના રોજ દિવ્ય દરબારનું સ્થળ નક્કી કરાશે
પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનો સુરતમાં 27 અને 27મીએ મેના રોજ દિવ્ય દરબાર યોજાશે અને ત્યારે 26 તારીખે પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનો સ્ટાફ વડોદરામાં 3 જૂને દિવ્ય દરબાર યોજી શકાય તે માટે સ્થળ નક્કી કરવા વડોદરા આવશે.
શ્રી નવશક્તિ ગરબા મહોત્સવ અને વડોદરા શહેર ભાજપ દ્વારા સંયુક્ત રીતે કાર્યક્રમ
વડોદરામાં ક્યા સ્થળે દિવ્ય દરબાર યોજાય તે માટેના સ્થળની પસંદગી કરવાની હાલ કવાયત ચાલી રહી છે.  નવલખી ગ્રાઉન્ડ અથવા લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે દિવ્ય દરબાર યોજવાનું આયોજન કરાય તેમ લાગી રહ્યું છે.  શ્રી નવશક્તિ ગરબા મહોત્સવ અને વડોદરા શહેર ભાજપ દ્વારા સંયુક્ત રીતે આ કાર્યક્રમ યોજાય તેમ સુત્રોએ જણાવ્યું છે.
ગુજરાતના 4 મોટા શહેરોમાં બાબા બાગેશ્વરધામના કાર્યક્રમો
સુરતના કાર્યક્રમ બાદ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનો કાર્યક્રમ અમદાવાદમાં યોજાશે અને ત્યારબાદ રાજકોટમાં યોજાશે. રાજકોટ બાદ વડોદરામાં કાર્યક્રમ યોજાશે. ગુજરાતના 4 મોટા શહેરોમાં બાબા બાગેશ્વરધામના કાર્યક્રમો યોજાશે અને તે માટે તડામાર તૈયારી કરાઇ રહી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ