Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Baba Bageshwar આજથી ગુજરાતમાં, સુરત રાજકોટ અને અમદાવાદમાં યોજાશે દિવ્ય દરબાર

12:28 PM May 25, 2023 | Viral Joshi

સમર્થન, વિરોધ અને વિવાદોના વંટોળ વચ્ચે આજથી રાજ્યમાં બાબા બાગેશ્વર (Baba Bageshwar) ધીરેન્દ્ર શાસ્ત્રીનો (Dhirendra Shastri) ગુજરાત પ્રવાસ શરૂ થવાનો છે.

અમદાવાદ આગમન

પં. ધીરેન્દ્ર શાસ્ત્રી હવાઈ માર્ગે બપોરે 12 વાગ્યા આસપાસ સૌથી પહેલા અમદાવાદ આવશે અહીં વટવામાં શ્રીરામ મેદાનમાં શિવ મહાપુરાણની કથામાં દેવકીનંદન અને ધીરેન્દ્ર શાસ્ત્રી બંને સાથે હાજર રહેશે. બપોર 3 વાગ્યાથી 6 વાગ્યા સુધી તેઓ હાજરી આપશે. તે બાદ પં. ધિરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર સૌથી પહેલા સુરતમાં થવાનો છે. ધીરેન્દ્ર શાસ્ત્રીના આગમનને લઈને અમદાવાદ એરપોર્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

સુરત, અમદાવાદ, ગાંધીનગરમાં દિવ્ય દરબાર

ધીરેન્દ્ર શાસ્ત્રી 26 અને 27 મેના રોજ સુરતમાં દિવ્ય દરબાર કરવાના છે. બાબા બાગેશ્વરનો સુરતના લિંબાયતમાં આવેલા નીલગીરી ગ્રાઉન્ડમાં કાર્યક્રમ છે. સુરત પછી તેઓ ફરી અમદાવાદ તરફ આવશે અને ગાંધીનગરના ઝુંડાલમાં દિવ્ય દરબાર ભરવાના છે. તે બાદ તા. 29 અને 30 મેના રોજ અમદાવાદના ચાણક્યપુરી સેક્ટર-6ના મેદાનમાં દિવ્ય દરબાર યોજાશે.

સુરતમાં તૈયારી તેજ

સુરતમાં બાબાના દિવ્ય દરબારને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લિંબાયત વિસ્તારમાં સાંજે 5 થી 10 વાગ્યા સુધી દિવ્ય દરબાર ભરાવાનો છે જેને લઈને તૈયારીઓ અંતિમ તબક્કામાં ચાલી રહી છે. સુરત દિવ્ય દરબારમાં 2 લાખથી વધારે લોકો હાજર રહેશે અને તે માટે પાર્કિંગની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે. આયોજકોની 21 ટીમ તૈયારીઓમાં લાગી છે. કાર્યક્રમને લઈને ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલ સહિત અનેક આગેવાનોને પણ નિમંત્રણ આપવામાં આવ્યું છે.

રાજકોટ,  વડોદરામાં દિવ્ય દરબાર

અમદાવાદ પછી બાબા બાગેશ્વર 1લી અને 2જી જુનના રોજ જકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં દિવ્ય દરબાર યોજવાના છે. રાજકોટ બાદ 3 જૂનના રોજ વડોદરા નવલખી ગ્રાઉન્ડમાં બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર થવાનો છે. ઉલ્લેખનીય છે કે, બાબા બાગેશ્વરનો પહેલાનો સંભવિત કાર્યક્રમ સુરત, રાજકોટ અને અમદાવાદમાં હતો જે બાદ ગાંધીનગર અને વડોદરામાં દિવ્ય દરબારનું આયોજન કરાયું છે.

પૂર્વ મુખ્યમંત્રીનું નિવેદન

બાબા બાગેશ્વર ધામના દિવ્ય દરબારને લઈને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, હું અને ભાજપ સ્પષ્ટ માનીએ છીએ કોઈ પણ સંતનો કાર્યક્રમમાં ભાગ લઈએ છીએ. કોંગ્રેસ હંમેશા ધર્મ વિરોધી રહી છે.

ધીરેન્દ્ર શાસ્ત્રીને Y કેટેગરીની સુરક્ષા

ણાવી દઈએ કે પં. ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમને લઈને તડામાડ તૈયારીઓ ચાલી રહી છે તો બીજી બાજુ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની સુરક્ષા વધારી દેવામાં આવી છે. તેમને Y શ્રેણીની સુરક્ષા આપવામાં આવી છે. આ સુરક્ષાને કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે. થોડા સમય પહેલા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને પણ જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. જે પછી તેમની સુરક્ષા વધારી દેવાઈ છે.

આ પણ વાંચો : બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને Y શ્રેણીની સુરક્ષા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.