Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

મા અંબાના ચરણોમાં બાબા બાગેશ્વરે શીશ ઝૂકાવ્યું

02:30 PM May 28, 2023 | Hiren Dave
 ગુજરાતની(Gujarat)  મુલાકાતે આવેલા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી અંબાજી(Ambaji)  મંદિર પહોંચ્યા છે. અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું . અંબાજી મંદિર હવન શાળાના બ્રાહ્મણો દ્વારા તેમનું ખેસ પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું. અંબાજી મંદિર ટ્રસ્ટનાં અધિકારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતું . તેમણે બપોરની રાજભોગ આરતીના દર્શન કર્યાં અને વિશેષ પુજા કરાવવામાં આવી હતી તેમજ કપૂર આરતી કરવામાં આવી હતી .
અંબાજી મંદિર નાં ભટ્ટજી મહારાજ દ્વારા પુજા કરાઈ અને ચુંદડી ઓઢાડીને બાબા બાગેશ્વર સન્માન કરવામાં આવ્યું હતું. અંબાજી મંદિર ની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજના આશીર્વાદ લીધા. જ્યારે ધીરેન્દ્ર શાસ્ત્રીએ માં અંબાના દર્શન કર્યા છે. તેમણે મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. જેમાં અંબાજી મંદિરમાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો હાજર રહ્યો હતો

ધીરેન્દ્ર શાસ્ત્રી ઉમિયાધામની મુલાકાતે જશે

બાબા બાગેશ્વર ધામના આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી વિશ્વ ઉમિયાધામની મુલાકાતે જશે. અંબાજીમાં મા અંબાના દર્શન બાદ બાબા મા ઉમિયાના દર્શન કરશે. ધીરેન્દ્ર શાસ્ત્રીના નિર્ધારીત કાર્યક્રમ અનુસાર બાબા બપોરે 3.30 કલાકે વિશ્વ ઉમિયાધામમાં મા ઉમિયાના દર્શન કરશે. તેઓ વિશ્વના સૌથી ઊંચા જગત જનની મા ઉમિયાના મંદિરનું શિલાપૂજન પણ કરશે. બાબા વિશ્વઉમિયાધામ ખાતે મા ઉમિયાની આરતી અને પૂજા કરશે અને શિલાપૂજન અને પુજા બાદ બાબા દિવ્યવાણીનો લાભ આપશે. બાબા વિશ્વના સૌથી ઊંચામાં ઉચા મા ઉમિયાના મંદિરના નિર્માણ કાર્યનું નિરિક્ષણ કરશે. વિશ્વ ઉમિયાધામમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના સ્વાગતની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.