Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Uttar Pradesh : આઝમ ખાન અને તેમના પરિવારની કોર્ટમાં જ ધરપકડ, જાણો સમગ્ર મામલો

05:06 PM Oct 18, 2023 | Vipul Pandya

યુપીના સમાજવાદી પાર્ટી (Samajwadi Party)ના અગ્રણી નેતા અને રામપુરના સાંસદ આઝમ ખાન (Azam Khan)ની મુશ્કેલીઓ વધી ગઈ છે. બનાવટી જન્મ પ્રમાણપત્ર કેસમાં રામપુરની વિશેષ સાંસદ/ધારાસભ્ય અદાલતે આઝમ ખાન અને તેના પરિવારને દોષિત ઠેરવ્યા છે. કોર્ટે બુધવારે આઝમ ખાન, તેની પત્ની તન્ઝીન ફાતિમા અને પુત્ર અબ્દુલ્લા આઝમને 7-7 વર્ષની સજા ફટકારી છે. ત્રણેયએ ચૂંટણી લડવા માટે નકલી બર્થ સર્ટિફિકેટ બનાવ્યું હતું. કોર્ટે 50 હજારનો દંડ પણ ફટકાર્યો છે.

ત્રણેયની કોર્ટમાં જ ધરપકડ કરવામાં આવી

અત્યાર સુધી આઝમ ખાન અને તેમનો પરિવાર નકલી જન્મ પ્રમાણપત્ર કેસમાં જામીન પર હતો. રામપુર કોર્ટના નિર્ણય બાદ તરત જ ત્રણેયના જામીન જપ્ત કરવામાં આવ્યા છે. ત્રણેયની કોર્ટમાં જ ધરપકડ કરવામાં આવી છે અને તેમને રામપુર જેલમાં લઈ જવામાં આવ્યા છે.

2019માં અબ્દુલ્લા આઝમ વિરુદ્ધ રામપુરના ગંજ પોલીસ સ્ટેશનમાં કેસ

બીજેપી નેતા અને ધારાસભ્ય આકાશ સક્સેનાએ વર્ષ 2019માં અબ્દુલ્લા આઝમ વિરુદ્ધ રામપુરના ગંજ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો હતો. આ મામલો બે જન્મ પ્રમાણપત્રો સાથે સંબંધિત હતો. જેમાં પૂર્વ કેબિનેટ મંત્રી આઝમ અને તેમની પત્ની ડોક્ટર તન્ઝીન ફાતિમાને પણ આરોપી બનાવવામાં આવ્યા હતા. આ કેસમાં પોલીસે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. રામપુરની વિશેષ સાંસદ/ધારાસભ્ય અદાલતના મેજિસ્ટ્રેટ ટ્રાયલ શોભિત બંસલે ત્રણેયને સજા સંભળાવી.

કોર્ટે છેતરપિંડીનો મામલો ગણાવ્યો

અબ્દુલ્લા આઝમે 2012માં બર્થ સર્ટિફિકેટ બનાવ્યું હતું. 1993 ની જન્મ તારીખ સાથેનું બીજું જન્મ પ્રમાણપત્ર લખનૌ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી બનાવવામાં આવ્યું હતું. આ બંને બર્થ સર્ટિફિકેટ એકસાથે છે, એક સર્ટિફિકેટ 22 વર્ષ પહેલાં અને બીજું સર્ટિફિકેટ 22 વર્ષ પછી બન્યું હતું. કોર્ટે તેને છેતરપિંડીનો મામલો ગણાવ્યો હતો. ફરિયાદ પક્ષ તરફથી 15 અને બચાવ પક્ષ તરફથી 19 સાક્ષીઓ આપવામાં આવ્યા હતા. કોર્ટને જાણવા મળ્યું કે આ છેતરપિંડીનો મામલો છે. ત્રણેયને બુધવારે સજા સંભળાવવામાં આવી હતી. હવે ત્રણેયને જેલમાં લાવવામાં આવશે. આ પછી, ત્રણેયએ અત્યાર સુધી કેટલી સજા ભોગવી છે તેની ગણતરી કરવામાં આવશે.

આ પણ વાંચો—નેવી કર્મચારીએ 20 વર્ષ સુધી ચલાવ્યું પોતાની જ મોતનું નાટક, ત્રણ હત્યાઓ કરી અને વીમાના પૈસા પણ લીધા