Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

આ યુનિવર્સિટીમાં શરૂ કરાયો ‘Ayodhya Ram Mandir’નો કોર્ષ, આટલી છે ફી

03:43 PM Jan 24, 2024 | VIMAL PRAJAPATI

Ayodhya Ram Mandir: અયોધ્યામાં નિર્માણ પામેલા રામ મંદિરના 22 તારીખે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ત્યાર બાદ મંદિરના ટ્રસ્ટ દ્વારા રામ લલ્લાની આ મૂર્તિને ‘બાળક રામ’ નામ આપવામાં આવ્યું છે. હવે ઇતિહાસમાં રામ લલ્લાના મૂર્તિને બાળક રામના નામથી જાણવામાં આવશે. આ દરમિયાન એવી વિગતો બહાર આવી છે કે, સુરતની વીર નર્મદ યુનિવર્સિટીમાં ભગવાન શ્રીરામ અયોધ્યા મંદિરનો કોર્ષ શરૂ કરવામાં આવ્યો છે.

12 વર્ષથી મોટી ઉંમરના આ કોર્ષ કરી શકશે

મળતી વિગતો પ્રમાણે વીર નર્મદ યુનિવર્સિટીમાં 12 વર્ષથી મોટી ઉંમરના આ કોર્ષ કરી શકે છે. આ સાથે સાથે યુનિવર્સિટી દ્વારા આ કોર્ષ કરનારને બે ક્રેડિટ પણ આપવામાં આવશે. આ કોર્ષનો મુખ્ય હેતું પ્રભુ શ્રીરામ મંદિરના સાથે સંકળાયેલા ઇતિહાસને વર્ણવા માટેનો છે. યુનિવર્સિટી દ્વારા આ કોર્ષ કરવા માટે 1100 રૂપિયાની ફિ નક્કી કરવામાં આવી છે. જો તેના સમયગાળાની વાત કરીએ તો માત્ર 30 કલાકનો આ કોર્ષ છે. જેના માટે 1100 રૂપિયાની નિર્ધારિત કરવામાં આવી છે.

શ્રીરામ અયોધ્યા મંદિર નામના કોર્સની શરૂઆત

આ બાબતે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું કે, અયોધ્યામાં રામ જન્મભૂમિ ખાતે ભવ્ય મંદિર બનાવામાં આવ્યું અને તેની પ્રાણ પ્રતિષ્ઠા પણ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ ઐતિહાસિક ઘટનાના દેશભરના લોકો સાક્ષી બન્યા છે. ભગવાન શ્રીરામ અને તેમના મંદિર પાછળના ઇતિહાસ અને થયેલા આંદોલનો અંગેની જાણકારી લોકોને મળી રહે તે માટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ભગવાન શ્રીરામ અયોધ્યા મંદિર નામના કોર્સની શરૂઆત કરવામાં આવી છે.

આ પણ વાંચો: રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલ મૂર્તિનું નામ રખાયું ‘બાળક રામ’

રામ મંદિર માટે 500 વર્ષોથી સંઘર્ષ ચાલતો હતો

ઉલ્લેખનીય છે કે, 30 કલાકના આ કોર્ષની 1100 રૂપિયા ફિ રાખવામાં આવી છે અને કોર્ષ પૂરો કર્યા બાદ પરિણામમાં કોર્ષના માર્કસ પણ આપવામાં આવશે. 12 વર્ષથી વધારે ઉંમરનો કોઈ પણ વ્યક્તિ આ કોર્ષ કરી શકે છે. જો કે, 12 વર્ષથી નાની ઉંમરના કોઈને પણ પ્રવેશ આપવામાં આવશે નહીં. આ કોર્ષમાં Ayodhya Ram Mandir બનાવવા માટે તેની સાથે સંકળાયેલા ઇતિહાસને ભણવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, Ayodhya Ram Mandir માટે છેલ્લા 500 વર્ષોથી સંઘર્ષ ચાલતો હતો. આ મંદિરના નિર્માણ માટે કેટલાય લોકોએ પોતાનું બલિદાન આપ્યું છે. તે સંપૂર્ણ ઇતિહાસને ભણાવામાં આવશે.