Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Ayodhya Police News: અયોધ્યામાં દર્શનાર્થીઓની ભારે ભીડ, સોશિયલ મીડિયા પર અફવાઓ

04:59 PM Jan 23, 2024 | Aviraj Bagda

Ayodhya Police News: અયોધ્યામાં  22 Jan ના રોજ રામલલાનો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ સંપૂર્ણપણે સમાપન થઈ ચૂક્યો છે. ત્યારે આજરોજ રામલલાના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ ઉમટી છે. ભીડને કાબૂમાં લેવા માટે શ્રી રામજન્મભૂમિ મંદિરની બહાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા.

  • અયોધ્યા પોલીસે જાહેર કરી માહિતી
  • ભીડને કાબૂમાં લેવા માટે સુરક્ષાકર્મીઓ તૈનાત
  • વિશેષ કાયદો અને વ્યવસ્થા મંદિરના ‘ગર્ભગૃહ’ માં હાજર

આ સ્થિતિમાં અયોધ્યામાં ભક્તોની ભીડ અનેક કિલોમીટર સુધી લાંબી હતી. તેથી રામલલાના દર્શન અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવ્યા છે. જો કે, આ સંપૂર્ણપણે ખોટું છે. અયોધ્યા પોલીસે આ સમાચારને   અફવાના તરીકે ગણાવીને નકારી કાઢ્યા છે.

અયોધ્યા પોલીસે જાહેર કરી માહિતી

Ayodhya Police News

અયોધ્યા પોલીસે તેના X એકાઉન્ટ પરથી માહિતી આપી હતી કે, અયોધ્યાને લઈને સોશિયલ મીડિયા પર  તસવીરો સાથેના ખોટા સમાચાર જાહેરમાં પ્રસારિત કરવામાં આવી રહ્યા છે. અયોધ્યા જિલ્લામાં ભક્તોની કેટલાય કિલોમીટર લાંબી ભીડને કારણે શ્રી રામ લલ્લાના દર્શન થોડા સમય માટે બંધ કરી દેવામાં આવ્યા છે. અયોધ્યા પોલીસ આ ખોટા અને ભ્રામક સમાચારને અફવા તરીકે ગણાવી છે.

ભીડને કાબૂમાં લેવા માટે સુરક્ષાકર્મીઓ તૈનાત

અયોધ્યામાં રામ મંદિરના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે. ભીડને કાબુ કરવા માટે પોલીસ દળને ભારે જહેમત ઉઠાવવી પડી રહી છે. ભીડને કાબૂમાં લેવા માટે શ્રી રામ જન્મભૂમિ મંદિરની બહાર સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. ત્યારે લખનૌ ઝોનના ADG પીયૂષ મોરડિયાએ લોકોને ધીરજ રાખવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે લોકોની સંખ્યા વધારે છે, તેથી લોકોએ દર્શન માટે રાહ જોવી પડશે. તે સહિત ભારે વાહનોને ડાયવર્ટ કરવામાં આવ્યા છે જેથી લોકોને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે.”

વિશેષ કાયદો અને વ્યવસ્થા મંદિરના ‘ગર્ભગૃહ’ માં હાજર

અયોધ્યા રામ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તોના ધસારા સાથે યુપીના મુખ્ય સચિવ સંજય પ્રસાદ અને કાયદો અને વ્યવસ્થા પર નજર રાખવા માટે પ્રશાંત કુમાર ભક્તોની સુવ્યવસ્થિત પર નજર રાખવા માટે મંદિરના ‘ગર્ભ ગૃહ’ ની અંદર હાજર છે.

આ પણ વાંચો: Ayodhya Ram Mandir- આજે  50 હજારથી વધુ ભક્તોએ મુલાકાત લીધી