Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ઇલકાર અયસી નહિ બને એર ઈંડિયાના CEO, સતત ચાલી રહ્યો હતો વિવાદ

04:00 PM Apr 16, 2023 | Vipul Pandya

તુર્કીના નાગરિક ઇલકાર અયસીએ એર ઈન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) બનવાની ઓફર ઠુકરાવી દીધી છે.ટાટા સન્સે 14 ફેબ્રુઆરીએ તુર્કી એરલાઇન્સના ભૂતપૂર્વ વડા ઇલ્કાર અયસીની તેની એરલાઇન એર ઇન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણૂકની જાહેરાત કરી હતી.
અગાઉ 14 ફેબ્રુઆરી 2022ના રોજ, ટાટા સન્સે એર ઈન્ડિયાના CEO અને MD તરીકે ઇલકાર અયસીની  નિમણુંક કરી હતી. એર ઈન્ડિયા બોર્ડની બેઠકમાં ઈલ્કર એયસીની ઉમેદવારી અંગે વિચારણા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરન પણ ઉપસ્થિત રહ્યા હતા. 
ઈલ્કર તુર્કી રાષ્ટ્રપતિના અંગત સલાહકાર રહી ચુક્યા છે. 
ઇલકાર અયસીની નિમણુંક થઈ ત્યારથી તેમના પર તપાસની તલવાર સતત લટકી રહી હતી. એક અહેવાલ અનુસાર, સ્થાપિત પરંપરા મુજબ, ભારતમાં મહત્વપૂર્ણ પદો પર નિયુક્ત તમામ વિદેશી નાગરિકોની પૃષ્ઠભૂમિની તપાસ કરવામાં આવે છે અને તે જ ઇલકાર અયસીના કિસ્સામાં પણ થવાની હતી. આ દરમિયાન, અન્ય એક અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ઇલકાર અયસીએ પાકિસ્તાનના સાથી ગણાતા તુર્કીના રાષ્ટ્રપતિ તૈયપ એર્દોગનના સલાહકાર તરીકે પણ કામ કર્યું હતું. 
અયસીનો જન્મ ઈસ્તાંબુલમાં થયો હતો
51 વર્ષીય ઇલકાર અયસીનો જન્મ 1971માં ઈસ્તાંબુલમાં થયો હતો. 2015માં તેમની તુર્કી એરલાઈન્સના ચેરમેન તરીકે નિમણુંક કરવામાં આવી હતી. સાત વર્ષ સુધી સેવા આપ્યા પછી, તેમણે 26 જાન્યુઆરી 2022ના રોજ તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું. બેઠકમાં વ્યાપક ચર્ચા-વિચારણા બાદ હવે તેમને એર ઈન્ડિયાની કમાન સોંપવામાં આવી છે. તેમણે 1994માં બિલ્કેન્ટ યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટ ઓફ પોલિટિકલ સાયન્સ એન્ડ પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં તેમનો અભ્યાસ પૂર્ણ કર્યો છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સહયોગી સ્વદેશી જાગરણ મંચ (SJM) એ શુક્રવારે કહ્યું હતું કે, સરકારે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાને લઈ એર ઈન્ડિયાને ઇલકાર અયસીને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને મેનેજિંગ ડિરેક્ટર (MD) તરીકેની મંજૂરી આપવી જોઈએ નહીં.  સ્વદેશી જાગરણ મંચના સહ-સંયોજક અશ્વિની મહાજને કહ્યું હતું કે સરકાર આ મુદ્દા પ્રત્યે પહેલેથી જ સંવેદનશીલ છે અને આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લીધી છે. જ્યારે પૂછવામાં આવ્યું કે એસજેએમ નવા નિયુક્ત સીઈઓ અને એમડીનો વિરોધ શા માટે કરી રહ્યું છે, મહાજને ફરી તે જ જવાબ આપ્યો કે તે રાષ્ટ્રીય સુરક્ષાનો મામલો છે.