Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ઓસ્ટ્રેલિયાના PM બોલ્યા ‘MODI IS BOSS’ મોદી-મોદીના નારાથી ગુંજી ઉઠ્યું સિડનીનું સ્ટેડિયમ

11:14 PM May 23, 2023 | Vishal Dave

પીએમ મોદીની લોકપ્રિયતા, તેમનું માન, તેમનું સમ્માન અને તેમના દબદબાની કોઇ મિસાલ મળી શકે તેમ નથી, અને આ વાતના પૂરાવા આપતા કિસ્સા અવારનવાર સામે આવી ચૂક્યા છે. હાલ ભારતના પીએમ નરેન્દ્ર મોદી ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે ત્યારે આ વાતનો વધુ એકવાર પૂરાવો મળ્યો. ભારતીય મૂળના 20 હજાર લોકોને સંબોધિત કરવાના કાર્યક્રમમાં ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનિસે પીએમ મોદીના જોરદાર વખાણ કર્યા હતા. તેમણે કહ્યું પીએમ મોદી બોસ છે. પીએમ મોદીનું સ્વાગત કરવું એ સૌભાગ્યની વાત છે. તેમણે કહ્યું કે ઓસ્ટ્રેલિયામાં વડાપ્રધાન મોદીનું સ્વાગત કરીને મને ખૂબ આનંદ થાય છે.

અમારા ક્રિકેટ સંબંધોને 75 વર્ષ પૂર્ણ થયા છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘મને એ જાણીને આનંદ થયો કે તમે બધાએ પણ આઝાદીના અમૃત મહોત્સવની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરી છે. અમારા ક્રિકેટ સંબંધોને 75 વર્ષ પૂર્ણ થયા છે. ક્રિકેટના મેદાન પરની હરીફાઈ જેટલી રસપ્રદ છે, તેટલી જ ગાઢ અમારી મેદાનની બહારની મિત્રતા છે.

દરેક ગરીબનું બેંક ખાતું હોવું જોઈએ તે સ્વપ્ન જોયુ હતું
પીએમ મોદીએ કહ્યું કે, જ્યારે હું 2014માં આવ્યો ત્યારે મેં દરેક ભારતીય માટે સપનું જોયું કે દરેક ગરીબનું બેંક ખાતું હોવું જોઈએ અને આજે દેશમાં તે શક્ય બન્યું છે. જન ધન બેંક એકાઉન્ટ, મોબાઈલ ફોન અને આધાર આઈડીની ચેઈન શરૂ કરી છે. એક ક્લિક પર કરોડો દેશવાસીઓને ડાયરેક્ટ મની ટ્રાન્સફર કરવામાં આવી હતી. છેલ્લા નવ વર્ષમાં 28 લાખ કરોડ રૂપિયાથી વધુ જરૂરિયાતમંદોના બેંક ખાતામાં મોકલવામાં આવ્યા છે.

ઓસ્ટ્રેલિયાના મનમાં ભારતીયો માટે ઘણો પ્રેમ

પીએમ મોદીએ કહ્યું કે, મને એ જોવું ગમે છે કે ઓસ્ટ્રેલિયાના મનમાં ભારતીયો માટે ઘણો પ્રેમ છે. પરંતુ હું કહેવા માંગુ છું કે આ મજબૂત સંબંધનો આધાર મોદી નથી, પરંતુ પરસ્પર વિશ્વાસ છે જેના કારણે બંને દેશ એકબીજાની સાથે મજબૂતીથી ઉભા છે. આપણે બંને દેશો એકબીજાનું સન્માન કરીએ છીએ, આ માત્ર કૂટનીતિના કારણે નથી થયું, તેની અસલી તાકાત ઓસ્ટ્રેલિયામાં રહેતા ભારતીયો છે.

મોદી-મોદીના નારાથી ગુંજી ઉઠ્યું સ્ટેડિયમ
પીએમ મોદીનું સિડનીના ઓલિમ્પિક પાર્ક સ્ટેડિયમમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મોદી-મોદીના નારાથી સ્ટેડિયમ ગુંજી ઉઠ્યું હતું. પીએમ મોદી સ્ટેડિયમમાં આવતા જ ત્યાં હાજર લોકોએ ઉભા થઈને તેમનું સ્વાગત કર્યું હતું.

જી-7 કોન્ફરન્સમાં પોતાની છાપ છોડ્યા બાદ પીએમ મોદી ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. તેમના સ્વાગત માટે અહીં સિડનીમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પીએમ મોદી નવ વર્ષ બાદ ઓસ્ટ્રેલિયા પહોંચ્યા છે. ભારતીય મૂળના લોકો તેમનું સ્વાગત કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. પીએમ મોદીના સ્વાગત માટે આયોજિત કાર્યક્રમમાં હજારો ભારતીયો ભાગ લઈ રહ્યા છે.